________________
૯૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬
કેવા ગુરૂ આગળ કેવી રીતે આલોવવું તે જણાવે છેઃ-ગુરુ જો અવ્યાક્ષિપ્ત, અને ક્રોધાદિક વિનાના હોય તો આલોવવું ઉપશાંત, અને આલોયણ સાંભળવામાં ઉપયોગવાળા હોય તે ઉપસ્થિત કહેવાય. એમ સર્વ હોય તો ‘હુકમ દો' એમ આશા માગીને ગુરૂએ આપેલા વખતે આલોવવું u
આલોચન વખતે શું શું ન કરવું ? તે કહે છે. નૃત્ય, ચંચળપણું, ભાષા, મૂંગાપણું, ઉંચે સ્વરે બોલવું તે બધું વર્જીને સુવિહિત સાધુ હસ્ત, પાત્ર અને ક્રિયા સંબંધી આલોયણ લે. નૃત્ય વિગેરેને સ્પષ્ટપણે જણાવે છે. હાથ, પગ, ભ્રમર, માથું, આંખ, હોઠ એ વિગેરેને, વિકાર તે નાચવું કહેવાય. હાથને શરીરમાં વિકારવાળી પ્રવૃત્તિ ન કરવી, કાયાથી પરાવર્તન અને ભાવથી મનોહર એવી ગોચરીના દોષો ઓળવવા તે ચલન કહેવાય. ગૃહસ્થની ભાષા છોડવી જોઇએ. અવ્યક્તભાષા તે મૂકપણું અને મોટા શબ્દે આલોવવું તે દ્મર દોષ, અને હાથ તથા પાત્ર સંબંધી ખરડયા અને નહિં ખરડયાપણાની જે ક્રિયા ગોચરી લેતાં થઇ તે આલોવવી, એ દોષ છોડીને ગુરુ અથવા ગુરુમહારાજે કહેલા અન્ય મુનિરાજા પાસે જે જે વસ્તુ જેવી જેવી રીતે ગ્રહણ કરેલી હોય તે પહેલેથી છેલ્લે સુધી આલોવે, કદાચ વખત ન પહોંચતો હોય કે થાકી ગયો હોય, અથવા ગ્લાનને વખત થઇ જતો હોય કે ગુરુ શાસ્ત્રના ચિંતનથી થાકેલા હોય તો સામાન્ય રીતે જ આલોવવું. પૂર્વકર્મ કે પશ્ચાત્ કર્મ કે અશુદ્ધિ ન હોય તો સામાન્ય રીતે આલોવવું. જો ઉતાવળ હોય તો જેટલું શુદ્ધ હોય તેટલું કહેવું. આલોવ્યા પછીનો વિધિ કહે છે :
आलो ३३७, उट्टंम् ३३८, ओण ३३९, काउं ३४०, ताहे ३४१, विणए ३४२
બધી ગોચરી આલોવીને માથું અને પાત્રાં પ્રમાર્જીને ઉપર નીચે તથા તિર્જી બધી દિશામાં બરોબર જુએ. ઉપરથી ગરોળી વિગેરે તિÁમાંથી બિલાડી, કુતરૂં કે બચ્ચાં વિગેરે અને નીચેથી ખીલો, લાકડું, વિગેરે પડી ન જવાય તેના રક્ષણને માટે જુએ. નીચાં નમતાં મસ્તકથી જીવ ન પડે માટે પૂજવું. ઝોળી સંકોચાવાથી ત્રસજીવનો નાશ ન થાય માટે પાતરૂં પૂજવું. પછી હાથમાં પાતરૂં લઇને અડધા નમીને ગુરુને ભાતપાણી દેખાડવાં. પછી ભાતપાણીમાં બરાબર આલોચના ન થઇ હોય માટે શુદ્ધ અને અશુદ્ધને અંગે એક નવકારનો કાઉસ્સગ્ગ કરે, અથવા ‘રૂમે અણુળદું' એ ગાથા વિચારે. પછી વિનયથી સ્વાધ્યાયનું પ્રસ્થાપન કરીને બે ઘડી સ્વાધ્યાય કરે.
એમ કરવાથી વાયુઆદિનો ક્ષોભ ને થાક વિગેરે મટી જાય. હવે ભોજનનો વિધિ કહે છે :
दुविहो ३४३ इअरो ३४४ दिने ३४५ इच्छिज्ज ३४६ परिणा ३४७ आह ३४८ वसा ३४९ जा तत्थ ३५० इअरे ३५१ धम्मं ३५२ दिन्ति ३५६ बायाली ३५४ राम ३५५ निद्ध ३५६, अह ३५७ कुक्क રૂ૮ હળે રૂ૧ ય રૂ૬૦ અસુર રૂ૬૨ રામેળ રૂ૬૨ નફ રૂ૬૨ નિસ્ર રૂ૬૪, સાધુમાંડલીમાં આહાર કરનારા તથા તે સિવાયના એમ બે પ્રકારના સાધુઓ હોય છે. તેમાં માંડલીમાં આહાર કરનારો સાધુ તો બધા સાધુ એકઠા થાય ત્યાં સુધી ટકે અને બીજો સાધુ ગુરુની પાસે આજ્ઞા લઇને પ્રીતિથી પરોણા, તપસ્વી, ગ્લાન અને નવદીક્ષિતોને બધાને નિમંત્રણ કરે. એમ કરવાથી મમતાનો ત્યાગ અને સાધર્મિકનું વાત્સલ્ય થાય છે, ગુરુએ તે આહારપાણીમાંથી તે પરોણા વિગેરેને આપ્યા પછી, અથવા તો ગુરુના