________________
૯૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬
ન હોય તો ઉપાશ્રયના બારણા આગળ પણ મક્ષિકા અને કંટક વિગેરે પરઠવીને ઉપાશ્રયમાં પેસવું. પેસતી વખતે પગ પૂજે, નિશીહિ કહે, અંજલિ કરે, દંડ અને ઉપધિ સ્વસ્થાને મૂકે, પછી તે સાધુ ઉપયોગ અને સંવેગવાળા છતા વિધિથી ગોચરીની આલોચના કરે. પ્રવેશ કરે તે વખતે અગ્રદ્વારમાં, મધ્યમાં અને પેસતાં એમ ત્રણ સ્થાને ત્રણ નિહિ કરે અને ગૃહસ્થ ન હોય તો પગ પૂજે, કપાળે હાથ લગાડવારૂપ કાયિકનમસ્કાર અને નમ: ક્ષમક્ષમગ્ગ: એવું કહેવારૂપ વાચિક નમસ્કાર કરે, જો ભાજનમાં ભાર વધારે હોય તો વચનમાત્રથી પણ નમસ્કાર કરે, અને હાથ ઉંચો ન પણ કરે. દાંડો મેલવાને ઠેકાણે ઉપર અને નીચે પૂંજીને દાંડો મેલે. ચોળપટ્ટાને ઉપધિ ઉપર મેલે, ઝોળીને પાત્રા ઉપર મેલે, જો તેને માતરાની શંકા હોય તો પડલા સહિત પાત્રાં બીજા સાધુને આપીને, તેમજ ચોળપટ્ટાવાળો જ છતો માતરૂં વોસિરાવે. માતરૂં વોસરાવીને અસંભ્રાતપણે આવીને યોગ્ય દેશમાં સૂત્રમાં કરેલી વિધિથી પૂંજીને, ઇચ્છાકારેણ વિગેરે ઈરિયાવહીનું સૂત્ર કહીને ઇરિયાવહિયા પડિકકમે અને અતિચારને શોધવા માટે બરોબર કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગ્નમાં ઢીંચણથી ચોળપટ્ટો ચાર આંગળ ઊંચો અને નાભિથી ચાર આંગળ નીચો અને બે કોણીએ પકડેલો ચોળપટ્ટો અગર પડલા રાખે. પહેલાં જણાવેલ યોગ્ય સ્થાને પગના આગલા ભાગે ચાર આંગળોનું અંતર રાખીને અને પાછળના ભાગમાં તેથી કંઈક ઓછું અંતર રાખીને જમણા હાથે મુહપત્તિ અને ડાબા હાથે ઓઘો રાખી કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગ્નમાં રહેલો નીકળ્યાથી માંડીને તે પેસતાં સુધીના ગોચરીના અતિચારોને ચિંતવે. જે દોષ માલમ પડે તે મનમાં રાખે. તે દોષો લાગવાની અપેક્ષાના અનુક્રમવાળા હોય અગર આલોચનાની અપેક્ષાના અનુક્રમવાળા હોય, અર્થાત્ દોષોનું લાગવું અને આલોચવું એમાં ચાર ભાંગા હોય છે. તે આલોચનમાં શાસ્ત્રકારો ઈરિયાવહિયાના કાયોત્સર્ગને જ પ્રાયશ્ચિત કહે છે. જે માટે હંમેશાં શુભયોગ તે જ કર્મક્ષયનું કારણ છે, અને ચારિત્રની આરાધનાને નિમિત્તે થોડું પણ દૂષણ ન લાગે એવી રીતે, તેમાં ઉપયોગવાળો દોષોને વિચારે તે શુભયોગ જ છે, અથવા તો કાઉસ્સગ્નમાં જે સંભાર્યુ તેજ પ્રાયશ્ચિત છે કેમકે શાસ્ત્રોક્ત અનુષ્ઠાન અત્યંત નિર્જરાનું કારણ છે. શંકા કરે છે કે જો કાયોત્સર્ગ જ કેમકે પ્રાયશ્ચિત હોય તો માતરા વિગેરેની ઇરિયાવહિયામાં પણ નિયત ચિંતવન વગરનો કાયોત્સર્ગ જ પ્રાયશ્ચિત તરીકે હોવો જોઈએ. સમાધાનમાં શાસ્ત્રકાર કહે છે કે તે કાઉસ્સગ્નમાં પણ કુશલનું ચિંતવન તે જ નિયમિત છે, પણ લોગસ્સ ચિંતવવો એમ નિયમિત નથી. પછી બધા વ્યાપારો ચિંતવીને, નવકારથી કાઉસ્સગ્ન પારીને લોગસ્સ કહીને, સાધુ વિધિપૂર્વક આલોચન કરે અને તે કઈ રીતે નહિં, આલોવવું અને તે કઈ રીતે આલોવવું તે જણાવે છે :
वक्खि ३२७, कह ३२८, अव्व ३२९, कह ३३०, पढें ३३१, करे ३३२, गीर ३३३, एअ રૂ૩૪, ને રૂરૂષ, પુર રૂરૂદ્દધર્મકથાદિકથી ગુરૂ વ્યાક્ષેપવાળા હોય, પરાડમુખ હોય, વિકથાદિકથી પ્રમાદી હોય તો કહેલા દોષોનું ધારણ ન થાય માટે તેવી વખતે આલોવવું નહિ. એવી રીતે ભૂખનું નહિ સહન થવું વિગેરેના સંભવથી, આહાર કરતાં છતાં અને વેગને ધારવાથી મરણાદિનો સંભવ છે માટે તે હોવાથી માતરૂં કે ડિલની શંકાવાળા જો ગુરૂ હોય તો આલોવવું નહિં. ભાષ્યકાર પણ એજ કહે છે કે ધર્મકથાદિકથી વ્યાક્ષિતપણું વિકથાથી પ્રમત્તપણે અન્યત્ર મુખ હોવાથી પરાડમુખપણું, ભોજન કરતાં આલોચનાને સ્વીકારતાં સુધાની તીવ્રતા અથવા ભૂખનું મરવું થાય અને નિહાર કરતાં પણ આલોવતાં શંકા અને મરણ જાણવાં,