________________
(ટા. પા. ૪ થી ચાલુ)
વળી એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે કોઇપણ વસ્તુની ઉપર વિવેચન કરવું હોય તો તેનું સ્વરૂપ, તેના ભેદો અને તેના પર્યાયો જણાવવા જોઇએ, કેમકે પ્રથમ જો વસ્તુનું સ્વરૂપ જ જણાવવામાં ન આવે તો તે વસ્તુના ભેદો જણાવતાં કયા ભેદો રહી ગયા કે કયા ભેદો વધી ગયા તેની સમજ ન પડે, એટલું જ નહિ પણ તે ભેદોમાં તે વસ્તુનું લક્ષણ જાય કે નહિ તે સમજી શકાય જ નહિ, અને વસ્તુનું સ્વરૂપ અને ભેદો સમજ્યા પછી જો તેના પર્યાયો સમજવા કે સમજાવવામાં ન આવે તો માત્ર એક સાંભળેલા શબ્દને અંગે જ દોરાઇ જઇ અન્ય શબ્દો તે જ અર્થને જણાવનારા હોય, છતાં તે અન્ય શબ્દો ઉપર અરૂચિવાળો થાય અને તેથી તાત્ત્વિક એવી જે આઠ પ્રકારની પ્રવૃત્તિમાં જે પ્રથમ અંગ અદ્વેષ નામનું છે, તેને વિરાધનારો થાય, માટે વ્યાખ્યા કરનારાઓને તત્ત્વ, ભેદ અને પર્યાયોદ્વારાએ વ્યાખ્ય કરવી પડે છે, તોપછી ધર્મની વ્યાખ્યા કરતાં પણ તે તત્ત્વ, ભેદને અને પર્યાયને લેવા પડે તેમાં આશ્ચર્ય નથી.
જો કે ધર્મને ફળદ્વારાએ જણાવતાં અનેક જગા ઉપર શાસ્રકારો જણાવે છે કે દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને બચાવવાથી તથા તે પ્રાણીઓને સદગતિમાં દાખલ કરવાથી ધર્મ કહેવાય છે. પણ તેમાં ધર્મનું સ્વરૂપ જણાવાયેલું હોતું નથી, માટે ધર્મના સ્વરૂપ તરીકે જો કહેવા માંગીએ તો ઉપર જણાવેલો અનાશ્રવ અને નિર્જરારૂપ જ ધર્મ છે એમ પરમાર્થ દૃષ્ટિવાળાઓને કહેવું જ પડે, અને આજ કારણથી ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજાવતાં શાસ્ત્રકારોને વઘુસદ્દાવો ધમ્મો એમ કહેવું પડે છે. એવી રીતે તત્ત્વથી વિચારેલા ધર્મના દાન, શીલ, તપ અને ભાવ એવા ચાર ભેદોને અનુક્રમે કહેવાથી ગૌણમુખ્યપણું થઇ જાય એમ ધારીને જ ભગવાને તે ધર્મના ચાર પ્રકારોને એકી સાથે કહેવા માટે ભગવાન પોતે જ જાણે ચારમુખવાળા થયા હોય નહિ, એમ ભગવાન હેમચંદ્રસૂરિજી સ્તુતિ કરતાં જણાવે છે.
pappana2
na
99999
sweeee
ધી ‘જૈન વિજયાનંદ” પ્રીં. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.