________________
૭૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬
ઉધિ ન બાંધે તો ઉધિ અને પાત્રાનું કોઈ હરણ કરી જાય, દાહ થાય, ભંગ થાય ને છકાયની વિરાધના થાય, અને તેનું રક્ષણ કરવા જાય તો સાધુ પોતે બળી જાય કે તેનું હરણ થાય, અને તેનો બચાવ ન કરવાથી ઉપધિ વગર જીવવિરાધના થાય તે દોષ લાગે. ચોમાસામાં અગ્નિ કે ધાડનો ભય હોતો નથી અને રાજાઓ પણ સ્વસ્થ હોય છે તેથી ઉપધિનું અબંધન અને સ્થાપન ચોમાસામાં કરવાનાં કહ્યાં ! એવી રીતે પાત્રની પડિલેહણાનું દ્વાર સમાપ્ત કર્યું. હવે ભિક્ષાનામનું દ્વાર કહે છે :
ય ૨૮૬, જાય ૨૮૭, મંત્તિ ૨૮૮, અહ ૨૮૧, તમ્મુ ૨૬૦, ચિંતિતુ ૨૧૬, હ ૨૧૨, આવ ૨૧૩, ગુરુા ૨૧૪, નક્સ ૨૧, સાહૂળ ૨૧૬, હિંડન્તિ ૨૧૭,
માતરૂં વિગેરે કરીને તેમજ આચાર્ય પાસે કાલોચિત પ્રશસ્ત ઉપયોગ કરીને આવશ્યકી કહેવાપૂર્વક ને જેનો જોગ એવું બોલીને ભિક્ષા માટે જાય. આ અધિકારને વિસ્તારથી કહે છે. માતરાઆદિક કરીને દાંડો અને પાત્રાં લઇને ઉપયોગપૂર્વક ગુરુ પાસે ઉભો રહી ગુરુ મહારાજને કહે કે, હુકમ કરો, હું ઉપયોગ કરૂં. ગુરુની આજ્ઞા મળ્યા પછી ઉપયોગ કરાવવા કાઉસ્સગ્ગ કરું એમ બોલી અસ્ખલિતાદિગુણવાળું કાઉસ્સગ્ગનું સૂત્ર કહી કાઉસ્સગ્ગમાં રહે, અને તેમાં પંચનમસ્કાર ચિંતવે, કાઉસ્સગ્ગમાં નવકાર ચિંતવવાપૂર્વક જેને માટે જતો હોય તે વિચારે. કેટલાક કહે છે કે ગુરુ, બાળ, વૃદ્ધ અને નવદીક્ષિત માટે જ ધર્મવ્યાપાર કરું છું, મારે માટે કરતો નથી એમ વિચારે. પછી નવકાર બોલીને વિનયપૂર્વક ગુરુને કહે કે “હુકમ કરો,” ગુરુ પણ ઉપયોગવાળા છતા “લાભ” એમ કહે. પછી અત્યંત નમ્ર એવા શિષ્યો સમ્યગ્ રીતિએ કહે કે “કેવી રીતે લઇશું ?” ત્યારે ગુરુ પણ તેવીજ રીતે કહે છે, જેવી રીતે પહેલાનાં સાધુએ લીધું છે, અર્થાત્ સાધુને અયોગ્ય લેવાનું ગુરુ નિષેધે છે. પછી સાધુઓ “આવસ્સિયાએ જસ્સ ય જોગો” એમ કહીને વસતિથી નીકળે. વગર કારણે સાધુને વસતિથી બહાર નીકળવું કલ્પતું નથી. આચાર્ય મહારાજે કે તેમણે ભળાવેલા કોઇ મોટા સાધુએ સ્વાધ્યાય વિગેરે કાર્યમાં કે ભિક્ષાટનઆદિમાં નહિં મોકલેલા સાધુનું સ્વચ્છંદતાના દોષથી વસતિ બહાર નીકળવું કલ્પતું નથી. જો “જસ્સ જોગો” એમ ન કહે તો ગચ્છને ઉપકાર કરનારા અને યોગ્ય એવાં પણ વસ્ત્રાદિક મળે તો પણ તે લેવાં કલ્પે નહિં, કેમકે શ્વાસોશ્વાસ સિવાય કોઇપણ કાર્ય ગુરુને પૂછયા સિવાય કરવું કે કાંઇપણ લેવું તે સાધુને કલ્પે નહિં, એવી મર્યાદા છે. વસતિથી બહાર નીકળ્યા પછી મૂર્છારહિતપણે શુદ્ધ ગવેષણામાં ઉપયોગવાળા અને શુદ્ધ અંતઃકરણથી મોક્ષને માટે તે સાધુઓ ગોચરી ફરે u તેવા સાધુઓ દ્રવ્યાદિકના અભિગ્રહવાળા હોય છે, અને તે આવી રીતે અભિગ્રહો છે:
लेव २९८, अट्ठ २९९, उज्जु ३००, काले ३०१, दिंतंग ३०२, उक्खित ३०३, ओस ૩૦૪, પુષેિ રૂ૦૧, જેનો રૂ૦૬, સથે ૩૦૭,
લેપવાળું કે લેપ વગરનું દ્રવ્ય કે અમુક જ દ્રવ્ય અથવા અમુક દ્રવ્યથી એટલે કડછી વિગેરેથી ગોચરી લઇશ એવો અભિગ્રહ તે દ્રવ્યાભિગ્રહ કહેવાય.
(અપૂર્ણ)