SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર તા. ૨૮-૧૧-૧૯૩૬ સચિત્ત રજ ખોદીને ઢગલો કરે. સ્નિગ્ધપૃથ્વી હોય તો ઝોળીને ભેદીને હરતનું (પાણીનાં બિંદુઓ) પેસે, ભમરી ઘર કરે, કરોળીયા વિગેરે પાત્રામાં લાગે, તેમજ સચિત્તરજ હોય તો ઉપર પુંજવું, હરતનુ હોય તો તે સુકાય નહિં ત્યાંસુધી રહેવું, કરોળીયા વિગેરેમાં ત્રણ પહોર વિલંબ કરીને પાત્રનો તેટલો ભાગ છેદી નાખવો, અથવા આખું પાત્ર છોડી દેવું, અને જુની માટીને જલદી કાઢી નાંખવી. પાત્રાં પુંજીને બહાર અને અંદર પ્રસ્ફોટન કરવું. કેટલાક તે ત્રણ વાર કરવું એમ કહે છે. પાત્રને જમીનથી ચાર આંગળ માત્ર ઉંચે રાખીને પડિલેહવું કે જેથી પડવાનો ભય ન રહે. પાત્રાંને કાંઠેથી જમણા હાથે લઇને ડાબી તરફ ત્રણ વખત પ્રસ્ફોટન કરે, ત્રણ વખત ભૂમિએ અને ત્રણ વખત તળીએ પ્રસ્ફોટન કરે. (આ ગાથા અન્યમતને દેખાડનારી છે.) અત્યારે પાત્રાં ભૂમિએ નથી થપાતાં તેમ બધું ન કરવું એમ કહેનારને કહે છે કે ઃ વ્હાલ ૨૭૮, ગવ ૨૭૨, ય ૨૮૦, ઢોસા ૨૮૨, દુષ્મમાકાળના દોષથી ખીલીએ લગાડતા પ્રમાદથી ઓચીંતાનો હાથ લાગી જાય તો ખીલીએ ટાંગેલ વસ્તુ નીચે પડે ત્યારે તેનો ભંગ થાય માટે પાત્રાંને સીક્કગ (ગુચ્છા) બંધ કર્યા પછી અપ્રમત્તપણે બાકીનો વિધિ કરવો, પણ પાત્રાનું સ્થાપન છોડવાની માફક બધો વિધિ છોડવો નહિં, કેમકે તે સ્થાપન જ છોડવાનું પૂર્વાચાર્યોએ આચરેલું છે. જેમાં દોષ થોડો હોય અને ગુણ ઘણો હોય એવું જે કાર્ય અપેક્ષાથી ગીતાર્થો આચરે તે બધાઓએ પ્રમાણ ગણવું. (આ સ્થાને ટીકાકારે માસકલ્પના અવિહારનો આપેલો દાખલો દુર્ભિક્ષાશક્તિ આદિ કારણથી વિહાર થયો ન હોય તો પણ સચિત્ત અચિત્ત દ્રવ્ય સંબંધી તે વિહાર નહિ કરનારાનો હક, બીજા વિહાર કરનારાઓએ કાયમ રાખવો એને માટે છે, અથવા તો માસકલ્પથી મહીનો નિયત રહેવાનું થાય છતાં મહીનાની અંદર પણ વિહાર કરી શકાય, કેમકે તેવાં બધાં ક્ષેત્રો માસકલ્પને વિહારના લાયકનાં હોય નહિં, એ જણાવવાને માટે આ દૃષ્ટાંત છે, કેમકે એમ નહિ હોય તો આજ ગ્રંથમાં માસકલ્પને છોડીને બીજો વિહાર જ નથી એવું આગળ ૮૯૫ અને ૮૯૬ ગાથામાં જે નિવેદન કરેલું છે તે તદ્દન વિરૂદ્ધ થાય, વળી એમ જો ન હોય તો એકના કાર્યને સર્વને પ્રમાણ ક૨વાની ભલામણ અહીં હોત નહિ, માટે દુર્ભિક્ષાદિકનો અવિહાર કે તેવા ક્ષેત્રને અભાવે થતો માસકલ્પનો ભેદ કોઇએ સકારણ કર્યો હોય તો તે બીજાઓએ પ્રમાણ ગણવો એ જણાવવા માટે જ દૃષ્ટાંત છે.) આગમનું ઉત્સર્ગ અપવાદમયપણું હોવાથી જિનેશ્વરોએ સર્વથા કાંઇપણ કરવાનું છે કે નથી જ કરવાનું એવું જણાવેલું નથી. તીર્થંકરમહારાજની તો એ આજ્ઞા છે, કે દરેક કાર્યમાં નિષ્કપટ થવું. તેનું કારણ એ છે કે રોગીપણામાં દવાની માફક જે કાર્યથી દોષો રોકાય અને પ્રથમનાં કર્મોનો નાશ થાય તે તે અનુષ્ઠાનો કરવાં. હવે ચાલુ પડિલહેણ અધિકારમાં બીજી વાત પણ કહે છે. વિટિ ૨૮૨, ૫ ૨૮૨, ત્તિ ૨૮૪, વાસા ૨૮, ઉપધિ પડિલેહીને વીંટીઓ બાંધવો અને પાત્રાંને રજસ્રાણથી વીંટીને રાખવાં, નહિં તો ચોર ધાડ વિગેરેમાં વિપત્તિ થાય. ઋતુબદ્ધકાળમાં ઉપધિનું ધરણ અને પાત્રાનું બંધન કરવું, પણ ચોમાસામાં નહિં. રજસ્ત્રાણ અને ભાજનનું ધરણ ઋતુબદ્ધમાં કરવું. વરસાદમાં નિક્ષેપ કરવો, કેમકે વર્ષાઋતુમાં અગ્નિ, ચોર અને રાજ્યના ક્ષોભનો ભય ન હોવાથી વિરાધના થતી નથી. શેષઋતુમાં
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy