________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬
પુરુષનો અવિપર્યાસ તે કહેવાય કે આચાર્ય, તપસ્વી, ગ્લાન, નવદીક્ષિત અને વૈયાવચ્ચ કરનારની ઉપધિ પોતાની ઉપધિથી પહેલી પડિલહેવી, વસ્ત્રના અવિપર્યાસમાં પહેલાં સંસ્કાર ન કરવો પડયો હોય તેવાં પહેલાં પડિલેહીને પછી અલ્પસંસ્કારવાળાનું અને તે પછી બહુ સંસ્કારવાળાનું પડિલેહણ કરવું, પણ ગૃહસ્થો હાજર હોય કે ઉપધિ અનુચિત હોય કે ગુરુનું પડિલેહણ કરવાવાળો નિયમિત હોય તો પુરુષ અને ઉપધિનો વિપર્યાસ પણ કરે. પાત્ર અને વસ્ત્રની બાબતમાં પણ વિપર્યાસ સમજવો. ઉપસંહાર કરતાં કહે છે કે ઉપધિ નહિ પડિલેહવામાં જે આજ્ઞા વિગેરે દોષો છે તે જ દોષો અવિધિથી ઉપધિને પડિલેહવામાં પણ થાય છે, માટે પડિલેહણનો વિધિ જાણવો અને આદરવો જોઇએ. એવી રીતે ઉપધિની પડિલેહણનું પહેલું દ્વાર પુરૂં કરીને વસતિપ્રમાર્જનનું બીજું દ્વાર કહે છે
૭૬
પડિ ૨૬૨, વસ ૨૬૪, સરૂ ૨૬૯, અપમ ર૬૬ સવારે ઉપધિ પડિલેહીને વસતિની પ્રમાર્જન થાય છે, અને સાંજે તો પહેલી વસતિની પ્રમાર્જના કરીને પછી વસ્ત્રાદિનું પડિલેહણ થાય છે. અન્યવ્યાપારરહિતપણે ઉપયોગવાળા ગીતાર્થે વસતિપ્રમાર્જન કરવી-એથી ઉલટી રીતે વસતિને પ્રમાર્જતાં અવિધિ જાણવો. હંમેશાં રૂવાંટાવાળા, કોમળ, ચીકાશ વગરના, જેને વિધિએ ગાંઠ બાંધેલી હોય તેવા દંડાસનથી વસતિ પ્રમાર્જથી, પણ સાવરણી આદિકથી નહિં. વસતિ પ્રમાર્જવામાં ન આવે તો લોકનિંદા, ધૂળ લાગવાથી જીવ હિંસા, અને પગ નહિં પૂજવાથી ઉપધિનું મેલાપણું એ વગેરે દોષો થાય, અને ઉપધિને ધોવામાં અને નહિં ધોવામાં છકાયની વિરાધના તેમજ આત્મવિરાધના વિગેરે પણ દોષો થાયા
હવે પાત્રની પડિલેહણનું દ્વાર કહે છે :
चरि २६७, तीआ २६८, भाण २६९, मुह २७०, चउ २७१, मूसग २७२, नवग २७३, कोत्थल २७४, इयरेसु २७५, भायण २७६, दाहिण २७७,
ચોથો ભાગ બાકી રહે એવો દિવસનો ભાગ એટલે પહોર બાકી રહે ત્યારે પાત્રનું પડિલેહણ કરવું, અને તે પડિલેહણ વીતરાગોએ આ રીતિએ કહેલું છે. અતીત અને અનાગત કાલે પડિલેહણ કરતાં જેમ આજ્ઞા વિરાધના વિગેરે દોષો લાગે છે, તેમ અવિધિએ પડિલેહવામાં પણ દોષ લાગે છે, માટે પાત્રની પડિલેહણ વિધિથી કરવી. તે વિધિ આ પ્રમાણે છે :
માત્રકથી એક વેંત છેટે થાપેલા ભાજનની પાસે બેસી મુહપત્તિ પડિલેહીને બહાર ચક્ષુથી દેખે અને અંદર શ્રોત્ર ઘ્રાણ ને જિલ્લાથી ઉપયોગ કરે. પછી પડલાને ફરશે અને પડિલેહણના ઉપયોગવાળો આવી રીતે પાત્રાને પડિલેહે :
મુહપત્તિએ ગુચ્છાને પડિલેહીને આંગળીમાં ગુચ્છાને લઇ પડલાને પડિલેહે. કેટલાક કહે છે કે ઉભે પગે પડલા પડિલેહવા, પણ તે ઉઠવા બેસવાના દોષથી નકામું છે, તે પડલાથી ઝોળીના ચારે છેડા પુંજીને ભાજનનો જે કાંઠો પકડવો હોય તે પુંજે, અને પછી પૂંજણીથી પાત્રની અંદર અને બહાર ત્રણ ત્રણ વખત પુંજી, ભાજનના મધ્ય ભાગને પુંજે. મધ્ય ભાગને પછી પડિલેહવાનાં કારણો કહે છેઃ-ઉંદરે કરેલી રજનો ઢગલો, કરોળીઓ, પાણી અને માટી એ વિરાધનાના સ્થાન છે. નવાગામમાં દૂરથી ઉંદર