________________
૭૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ આરભડાદોષ તેને કહેવાય કે ઉલટું કરે, જલદી કરે કે બીજું બીજું લે. સંમદદોષ તેને કહેવાય કે ખુણા અંદર રાખીને પડિલેહે અગર વીંટી ઉપર બેસીને પડિલેહે. અસ્થાન સ્થાપના તેને કહેવાય કે પડિલેહેલી ઉપધિને ગુરુની અવગ્રહાદિભૂમિમાં હેલે. પ્રસ્ફોટનદોષ ત્યારે લાગે કે ધૂળથી ભરેલાનું વગર યતનાએ પ્રસ્ફોટન કે, પડિલેહેલા વસ્ત્રોની જેમ તેમ ફેંકે તે વિક્ષિપ્રાદોષ અને ઉર્ધ્વવેદિકા આદિ પાંચ પ્રકારની વેદિકા કરે તે વેદિકા દોષ. એવી રીતે પડિલેહણમાં છ પ્રકારના દોષો છે. ઢીંચણ ઉપર હાથ રાખીને પડિલેહણ કરવું તે ઉર્ધ્વવેદિકા કહેવાય, નીચે રાખે તે અધોવેદિકા, એક ઢીંચણ વચ્ચે રાખે તે એકતોવેદિકા, બે ઢીંચણ વચમાં રાખે તે દુહઓ વેદિકા, ઢીંચણની અંદર પડિલેહે તે અન્તર્વેદિકા, વસ્ત્ર ઢીલું પકડવું, એક છેડે પકડવું, હાથ કે ભૂમિમાં લોટાવવું, ત્રણથી વધારે વખત ધુણાવવું, પ્રસ્ફોટન વિગેરેમાં પ્રમાદ કરવો, અને શંકા થવાથી ગણતરી કરીને પડિલેહણ કરવી એ પડિલેહણના દોષો છે. ઢીલું લેવું કે ઉકેલ્યા વગરનું લેવું તે શિથિલ કહેવાય. વચમાંથી લેવું કે બીજે છેડે લેવું તે પ્રલંબ કહેવાય. હાથ અને ભૂમિને લોટે તો એટલે વીટિયાને એક આંગળીએ લે તો તે આર્ષદોષ કહેવાય. ત્રણ વખતથી વધારે વખત ધુણાવે અથવા તો ઘણાં લઈને એકઠાં ધુણાવે તો અનેકરૂપ ધુણનદોષ કહેવાય, તેવી રીતે પ્રસ્ફોટન અને પ્રમાર્જનામાં પ્રમાદી થઈને શંકાવાળો થયો છતો ગણતરી કરે તે પણ દોષ કહેવાય. ઊર્ધ્વ વિગેરેનું વિધિદ્વારાએ વર્ણન કર્યા છતાં પ્રતિષેધદ્વારાએ જે આ વર્ણન કર્યું છે તે શુદ્ધ અનુષ્ઠાન જ ફળ દેનાર છે એમ દેખાડવા માટે છે. નિર્યુક્તિકાર મહારાજા પણ કહે છે કે ન્યૂનપડિલેહણા, અધિપડિલેહણા અને વિપર્યાસપડિલેહણા વર્જવાનું હોવાથી આઠ ભાંગા થાય, તેમાં પહેલો ભાંગી જ શુદ્ધ છે, બાકીના સાત અશુદ્ધ છે. ઓછી ન હોય, અધિક ન હોય, અને વિપર્યાસવાળી ન હોય તે પહેલો ભાંગો અને શુદ્ધ, બાકીના પછીના જે સાત ભાંગા તે અશુદ્ધ ભાંગા છે. પ્રસ્ફોટન, પ્રમાર્જન, અને વખતની અપેક્ષાએ ઓછા અધિકપણું જાણવું.
કેટલાક કુકડો બોલે ત્યારે, અરૂણોદય થાય ત્યારે, પ્રકાશ થાય ત્યારે, પરસ્પર દેખાય ત્યારે અને હાથની રેખા દેખાય ત્યારેપ, પડિલેહણ માને છે. જે માટે છેલ્લી પોરસીમાં દિવસની પડિલેહણા થાય છે. માટે (રાત્રિની છેલ્લી પોરસીમાં રાઇપડિલેહણા થવી જોઇએ) એવો ભ્રમ કુકુંટ આદેશવાળાનો છે, અને તેમાં અંધારું હોવાથી બાકીના મતો છે. શાસ્ત્રકાર કહે છે કે એ પાંચે વિરોધી છે, કેમકે અંધારાવાળા મકાનમાં સૂર્ય ઉદય થયા છતાં પણ રેખા દેખાતી નથી. શાસ્ત્રીય રીતિએ પડિલેહણા કાળ તો પાડિકમણું કર્યા પછી મુહપત્તિ, રજોહરણ, બે નિષદ્યા, ચોળપટ્ટો, સંથારો, ઉત્તરપટ્ટો, ત્રણ કપડાં અને કેટલાકના કહેવા પ્રમાણે અગીયારમા દાંડાનું પડિલેહણ થાય ત્યારે સૂર્યોદય થવો જોઇએ, કેમકે જીવદયા માટે પડિલેહણ છે, તેથી પડિકમણું સ્તુતિ કર્યા પછી દશ વસ્તુનું પડિલેહણ થાય ત્યારે સૂર્ય ઉદય પામે એ પડિલેહણનો કાળ જાણવો.
અસંબદ્ધ બોલવાવાળા પણ સરળ શિષ્યને આચાર્યોએ સમજાવવા જોઇએ એવું જણાવવા માટે પહેલાના પાંચ વૃદ્ધ કાળો જણાવ્યા. હવે અવિપર્યાસ અને વિપર્યાસપણું જણાવે છે, ગુરુ ર૬૦, પુર २६१, अप्पडि, २६२