SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ શ્રી સિદ્ધચક્ર તા. ૨૮-૧૧-૧૯૩૬ પડિલેહેલ ઉપકરણોમાં જીવહિંસાદિક દોષો જાણવા. ઉપકરણને આશ્રીને વસ્ત્ર અને પાત્રની પડિલેહણા હોય છે. દીક્ષા વખતે પહેલાં વસ્ત્રગ્રહણ કરવાથી તેમજ સૂત્રોમાં પારૈષણા કરતાં વઐષણા પહેલી કહેલી હોવાથી વસ્ત્ર સંબંધી પડિલેહણા પહેલાં કહેવાશે. સવારે અને ચોથે પહોરે મુહપત્તિ, રજોહરણ ચોળપટ્ટો, ગુરૂની માંદાસાધુની અને નવાશિષ્યની, ઉપધિ પોતાના કપડાં અને સંથારો તેમજ ગુરુમહારાજે કહેલું અન્ય જે કંઈ હોય તે પડિલેહવું જોઇએ. હવે વસ્ત્ર પડિલેહવાની વિધિ કહે છે હૂં ર૩રૂ, વત્યે ર૩૪, अंगुठ्ठ २३५, परि २३६, इअ २३७, अदंस २३८, अणच्चा २३९, वत्थे २४०, तिरि २४१, छप्पु २४२, તરૂ ૨૪૩, વિદિ ૨૪૪, વસ્ત્ર અને કાયાનું ઊર્ધ્વપણું, સજ્જડ ગ્રહણ કરવાથી સ્થિરપણું, વસ્ત્રનું વિધિથી પડિલેહવું, પહેલાં વસ્ત્રને આગળ પાછળ ચક્ષુથી દેખવું, પછી વિધિથી પ્રસ્ફોટન કરવું અને પછી આગળ કહેવાશે તે વિધિએ પ્રમાર્જન કરવું. વસ્ત્ર અને કાયના ઊર્ધ્વમાં, કોઇક કહે છે કે ઉભો રહીને છેડાથી વસ્ત્ર પકડવું, પણ તે વ્યાજબી નથી, કેમકે લિપાયેલાની માફક શરીરને નહિ અડાડતાં ઉભા પગે જમીનમાં નહિ લગાડતાં તીર્ણો રાખી વસ્ત્રને પડિલેહે અંગુઠા અને આંગળીથી ત્રિભાગબુદ્ધિએ વસ્ત્રને ગ્રહણ કરીને સંભ્રમરહિત સ્થિરપણે ચક્ષુનો વ્યાપાર કરીને જે પડિલેહવાય તે સ્થિર કહેવાય. ઊતાવળ કર્યા વગર વાયુકાયની જયણાપૂર્વક, પ્રયત્નથી સમ્યગ્નવસ્ત્રને બીજે પડખે ફેરવવું તે અત્વરિત કહેવાય. જો ત્વરિત કરે તો વાઉકાયની વિરાધનાદિ દોષો થાય. એવી રીતે બે પડખે દેખવાથી સર્વગ્રહણ થયું, તેથી સર્વ એટલે બધું વસ્ત્ર પહેલાં ચક્ષુએ દેખે, ત્યાં જો કીડીઆદિક જીવો ન દેખાય તો પ્રસ્ફોટન કરે અને દેખાય તો તે જીવોને વિધિપૂર્વક અન્યત્ર મૂકે. પ્રસ્ફોટન કરવાની વિધિ કહે છે. વસ્ત્ર કે શરીર નાચવું ન જોઇએ અને તે બે વળવા પણ ન જોઈએ, તથા નિરંતર ન જોઇએ અને તીઠુ લાગવું પણ ન જોઈએ, વસ્ત્રના છ પ્રસ્ફોટન પહેલાં કરવાં અને હાથલલનાં પ્રમાનર્જવાળાં નવા પ્રસ્ફોટન પછી કરવાં, અને પછી હાથમાં જીવોનું શોધન કરવું. વસ્ત્ર અને આત્માને આશ્રીને અનર્તિતને અને અવલિતના ચાર ભાંગા થાય. નિરંતર પડિલેહવું તેને અનુબંધી દોષ કહેવાય છે. તીઠુ, ઉપર કે નીચે વસ્ત્ર લાગવાથી મુસલી દોષ કહેવાય છે. તીર્ફે ભીત વિગેરેમાં, ઉપર માળ વિગેરેમાં અને નીચે ભૂમિ વિગેરેમાં લાગવું થાય. એવી રીતે મુસલીદોષનું લક્ષણ કહેલું છે. પહોળા કરેલા વસ્ત્રમાં બે બાજુ નિરીક્ષણ કરતાં છ પ્રસ્ફોટન થાય છે, અને હાથમાં ત્રણ વખત પ્રમાર્જન કરી, ત્રણ ત્રણે આંતરિત, નવા પ્રસ્ફોટન જાણવા. હાથના રંગ સરખા અદેશ્ય જીવોની રક્ષા માટે ત્રીજું પ્રમાર્જન છે, કેમકે પ્રમાર્જેલી ભૂમિમાં પડિલેહણ થયા પછી કાજો ન કાઢયો હોય તો તે ભૂમિ વપરાય નહિ એવો નિયમ છે. એવી રીતે વિધિની મુખ્યતાએ પડિલેહણક્રિયા જણાવીને હવે આગળ આચાર્ય મહારાજ (નિર્યુક્તિકાર) એજ પડિલેહણની ક્રિયાને પ્રતિષેધની મુખ્યતાદ્વારા જણાવે છે : आर २४५, वित २४६, गुरु २४७, उड्ड २४८, पसि २४९, पसि २५०, धूण २५१, उवा २५२, अणु २५३, नो २५४, खोड २५५, देव २५६, एए २५७, जीव २५८, एए २५९ પડિલેહણના આ પ્રમાણે છ દોષ વર્જવા. આરભડા ૧ સંમર્દ ૨ અસ્થાન સ્થાપના ૩ પ્રસ્ફોટના ૪ વિક્ષિતા પ વેદિકા ૬
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy