________________
૭૩.
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ અનાજનું ગ્રહણ કરે તે પાપનો વિષય કેમ કહેવાય? તે ગ્રહણમાં પણ ધર્મધ્યાન છે, ઇચ્છા નથી, તેથી તે શુભ છે, અને આ બધું સાધુપણાનું અનુષ્ઠાન સુખ દેનારું છે એમ જાણવું. અજ્ઞાની મલિનપરિણામવાળો, મમતાવાળો, અને ચારિત્રરહિત એવો જે જીવ હોય તેને જિનેશ્વર મહારાજે ગોચરીનો પણ નિષેધ કરેલો છે, તેથી એમ નક્કી થયું કે અશુદ્ધપરિણામને ધારણ કરનારા આરંભવાળા, ગરીબો સંસારને વધારનારી જે દીક્ષા લે છે તે પાપના ઉદયથી જ છે. જેઓએ કાંઇક સુખ દેખાડીને કપટથી ઘણા પ્રાણીઓને દુઃખમાં નાંખ્યા હોય, તેઓને આવા પાપનો ઉદય હોય છે. જેઓ ઘરવાસ તેમજ દીક્ષાને છોડીને મોહને આધીન રહે છે તેઓ ગ્રહાશ્રમી કે પ્રવ્રજિત એક્કે કહેવાય નહિં, પણ કેવળ સંસારને વધારનારા જ છે. ઘરવાસમાં શુભધ્યાન આદિનો અભાવ હોવાથી પૂર્વોક્ત અધિકારધારાએ વાદીનું કહેલું બધું ખંડિત થયું જાણવું. રાજાની રાણીઓ અને ચોરના દૃષ્ટાંતથી અભયદાનને છોડીને જગતમાં બીજો કોઈ પણ પરોપકાર નથી, અને ઘરવાસમાં સંપૂર્ણ અભયદાન હોતું જ નથી. પૂર્વે કહેલું દૃષ્ટાંત જણાવે છે. ચોરને શૂળીએ દેવા લઈ જાય છે. ચોર ગભરાય છે. રાજાની સ્ત્રીઓ દેખે છે, રાજાને વિંનતિ કરે છે કે આ ચોરને કાંઇક ઉપકાર કરીએ. રાજાએ હુકમ કર્યો, તેથી કોઈકે સ્નાન, કોઈકે વિલેપન કોઈકે ભૂષણ અને કોઈકે શુભઆહાર આપ્યો, જ્યારે અણમાનીતી એક રાણીએ તો અભયદાન આપ્યું, પછી તે રાણીઓમાં કોણે સારું દાન આપ્યું? એનો વિવાદ થતાં ચોરને પૂછતાં અભયદાનનો સારાપણાનો નિર્ણય થયો. ગૃહસ્થને તો ભોજન માત્ર પણ છ કાયજીવની હિંસાથી જ થાય છે, માટે ગૃહસ્થપણું સારું કેમ કહેવાય ? તપઆદિકના દુઃખોને શિષ્યોની પાસે કરાવનાર ગુરુને કેમ દોષ ન લાગે એ વિગેરે ચર્ચા પણ ઉપરના વાદથી દૂર થઈ, કારણ કે જેમ કુશળવૈદ્યની દવા દુઃખ દે તોપણ પરમાર્થથી તે સુખનું કારણ હોવાથી દુઃખરૂપ નથી, તેવી રીતે સંસારના દુઃખોને નાશ કરનારું આ તપ પણ સુખરૂપ જાણવું છે - પ્રિવ્રુવિધાનના પ્રથમં વસ્તુ એવી રીતે દીક્ષા કેમ આપવી એ દ્વાર પુરૂં કરી પ્રવ્રજ્યાવિધાનને સમાપ્ત કરી પ્રતિદિનની ક્રિયાને કહેવાની પ્રતિજ્ઞા કરે છે.
પત્ર ૨૨૮, એવી રીતે આ પ્રવ્રજ્યાનું વિધાન સંક્ષેપે કહ્યું, હવે બીજી વસ્તુ તરીકે મુનિમહારાજની પ્રતિદિન ક્રિયા કહીશ.
પત્ર ૨૨૯, જે માટે દીક્ષિત થયેલો સાધુ પ્રમાદનો પરિહાર કરીને જે સૂત્રવિધિએ પ્રતિદિન ક્રિયા કરે છે અને ત્યારે તેની પ્રવ્રજ્યા જૈનશાસનમાં સફળ ગણી છે, પ્રથમ પ્રતિદિનક્રિયાના દશ ભેદો જણાવે છે :
પદિ ૨૩૦, ઉપધિનું પડિલેહણ ૧ ઉપાશ્રયનું પ્રમાર્જન ૨ વિધિએ ગોચરી લાવવી ૩ ઇર્યાવહિયાપૂર્વક કાઉસ્સગ્ન કરવો ૪ ગોચરીનું આલોવવું ૫ ભોજન ૬ પાત્રાનું ધોવું ૭ ઈંડિલ જવું ૮ વિરાધના વગરની ચંડિલની ભૂમિ ૯ પ્રતિક્રમણ અને કાલગ્રહણ વિગેરે ૧૦ એ દશ દ્વારો પ્રતિદિન કિયા નામની વસ્તુમાં છે. તેમાં પહેલું પડિલેહણ નામનું દ્વાર કહે છે :
૩૦ ૨૩૧, ૩વ ૨૩૨ અહીં પડિલેહણા સંયમને ઉપકાર કરનાર ઉપકરણોની જાણવી. નહિં