________________
૫૬
શ્રી સિદ્ધચક્ર
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
વર્ણોત્પત્તિના ક્રમકારણ અને પ્રયોજનમાં
તત્ત્વ શું ?
દ્રવ્યનંદીના પ્રસંગે ભગવાન જિનેશ્વરોની દ્રવ્યપૂજાને અંગે ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનોનું પરોપકાર નિરતપણું જણાવતાં જે વર્ણવ્યવસ્થા કરવાનો અધિકાર ચાલેલો છે, તેમાં અન્ય મતવાળાઓ વર્ણોની ઉત્પત્તિ માનતાં બ્રાહ્મણ આદિ
વર્ણોની અનુક્રમે ઉત્પત્તિ માને છે, અર્થાત્ પહેલવહેલી બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિ થઈ અને પછી બીજા વર્ણોની ઉત્પત્તિ થઈ એમ જણાવે છે, પણ તેમાં આદ્યવર્ણની ઉત્પત્તિનું પણ પ્રયોજન અનિવાર્ય હોય એવું જણાવાતું નથી, તો પછી બીજા વર્ણોની ઉત્પત્તિ માટેનું તો અનિવાર્ય પ્રયોજન જણાવાય જ ક્યાંથી ? ત્યારે સનાતનવાદીઓ સર્વ વર્ણમાં પ્રથમ ક્ષત્રિયવર્ણની ઉત્પત્તિ જણાવવા સાથે તેનું કારણ અને પ્રયોજન જણાવે છે. વળી તે ક્ષત્રિયવર્ણની અવાંતર જાતો પણ કયા કયા કારણથી અને કયા કયા પ્રયોજન માટે ઉત્પન્ન થઈ તે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે અને ક્ષત્રિયવર્ણની ઉત્પત્તિની માફક જ
વૈશ્ય અને શુદ્રવર્ણની પણ ઉત્પત્તિ કયા કયા કારણે અને પ્રયોજને થઈ તથા કેવા અનુક્રમે થઈ તે પણ જણાવે છે અને એ બધી હકીકત આગળ સારા રૂપમાં જણાવાઈ ગયેલી છે. હવે છેવટે ઉત્પન્ન થયેલી બ્રાહ્મણજાતિનો ક્રમ અને પ્રયોજન જણાવવાના પ્રસંગે ભગવાન શ્રી ઋષભદેવજીની સાધુતાનો પ્રસંગ વિચારવાનો છે.
તા. ૨૮-૧૧-૧૯૩૬
સનાતનવાદિઓએ જણાવેલ વર્ણોત્પત્તિથી ચમકવું નહિં.
આ સ્થળે વાચકોએ ધ્યાનમાં રાખવું કે સનાતનવાદીઓ બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિ જે ક્ષત્રિયાદિ વર્ણોની ઉત્પત્તિ થયા પછી જણાવે છે તે બ્રાહ્મણવર્ણની કોઈ પણ પ્રકારે અવજ્ઞા કે અનાદરના હેતુથી નથી અને તે મુદ્દો આગળ બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિ જણાવીશું અને તેનું કાર્ય જણાવીશું તે ઉપરથી સ્પષ્ટ માલમ પડશે, માટે તેવો વિચાર બાંધવા પહેલાં બ્રાહ્મણોની ઉત્પત્તિ અને તેના કાર્યનું વર્ણન કરાય ત્યાં સુધી થોભવાની ખામોશ પકડવી તે યોગ્ય જ છે. ભગવાનનું આધરાજાપણું કેમ ?
ભગવાન ઋષભદેવજી જો કે ચક્રવર્તી કે વાસુદેવની સ્થિતિમાં નહોતા અને તેથી તેઓને ચક્રવર્તીને જે ચૌદ રત્નો હોય છે તે અને વાસુદેવને જે સાત રત્નો હોય છે તે બંનેમાંથી કોઈપણ એકે રત્ન હતું નહિ, છતાં તેઓ સમગ્ર મધ્યખંડના માલીક હતા, એટલું જ નહિ પણ ચક્રવર્તી કહો કે વાસુદેવ કહો, પ્રતિવાસુદેવ કહો કે માંડલિક કહો, કોઈપણ રાજાના તેઓ પિતામહ હતા એ વાત ચોક્કસ છે, કેમકે રાજા અગર રાજ્ય એવો શબ્દ જ ભગવાન ઋષભદેવજીએ ઉત્પન્ન કરેલો છે, અને આ અવસર્પિણીના સર્વ રાજાઓમાં ભગવાન ઋષભદેવજી જ પ્રથમ રાજા તરીકે જાહેર થયેલા છે અને તેથી શ્રી જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ અને શ્રી