________________
૫૦૬
કંપવા લાગે છે, પત્થર નથી કંપતો ! પુણ્યનો ઉદય હોવોજ જોઈએ.
શ્રી સિદ્ધચક્ર
પત્થરને અનિષ્ટસંયોગો મળવાની વાતો યા
દેખાવ સાંભળવા કે જોવાથી કંપ થવા પામતો નથી. એનું કારણ એ છે કે પત્થરમાં લાગણી રહેલી નથી. પત્થર એ લાગણી વગરની ચીજ છે. અને મનુષ્ય એ લાગણીવાળી ચીજ છે. લાગણીવાળી ચીજમાં પુણ્યપાપનો વિચાર કરાય, પરંતુ લાગણી વગરની ચીજમાં પુણ્યપાપનો વિચાર શી રીતે કરી શકાય? પત્થરને સુખ, દુ:ખ થવા પામતું નથી. એજ પ્રમાણે મનુષ્યને પણ સુખ, દુ:ખ ન થાય તો મનુષ્યની સમાનતામાં પત્થરનું દૃષ્ટાંત દઈ શકાય. પત્થર ઉપર આઘાત કરીએ તોપણ તેથી પત્થર ડરતો નથી અથવા તેને ભય લાગતો નથી, પરંતુ મનુષ્યને કહીએ કે તને કાપી નાખવો છે. તો તેને જરૂર કંપ થાય છે. મનુષ્ય લાગણીવાળી ચીજ છે. તેને અનુકૂળ સાધન મળે ત્યાં પુણ્યનો ઉદય હોવો જ જોઈએ અને જો તેને પ્રતિકૂળ સંયોગો મળે તો એમ પણ સ્પષ્ટથાય છે કે ત્યાં પાપનો ઉદય હોવો જોઈએ. પાપ કે પુણ્યના ઉદય સિવાય તો શુભ કે અશુભ સંયોગો મળી શકતા જ નથી.
ક્રિયાએ કર્મ પરિણામે બંધ''
તિજોરીમાં લાખ કે કરોડો હોય તેથી કાંઈ તિજોરીને લાગણી થવા પામતી નથી. જ્યારે
મનુષ્યને લાખ કે કરોડ મળે તો તેથી તેને લાગણી થવા પામે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે લાખને આધારેજ લક્ષાધિપતિની ગણના થવા પામતી નથી, પરંતુ લાગણીને આધારેજ લક્ષાધિપતિપણાની કિંમત છે. આ ઉપ૨થી તમે કબુલ કરશો કે લૌકિક દૃષ્ટિ એ તત્ત્વ વિનાનીજ ચીજ છે. જ્યારે લોકોત્તર દૃષ્ટિ
એ મૂળતત્ત્વને પકડનારી ચીજ છે. આથી તમે એ
તા. ૧૭-૮-૧૯૩૬
,,
વાત સ્વીકારી શકશો કે, “પરિણામ બંધ આપનારૂં છે.” ક્રિયાએ કર્મ અને પરિણામ બંધ આપનારૂં છે”. આ વાક્યમાં કેટલાક ભવ્ય જીવો પણ અજ્ઞાનતાને લીધે માર્ગ ચૂકીજ જાય છે. આ વાક્યના સંબંધમાં માર્ગ ચૂકનારાઓ એવો અર્થ લે છે કે ક્રિયા ગમે તેવી થાય તેની ફીકર નથી. પરિણામ સુંદર જોઈએ, કારણ કે બંધ એ તો પરિણામ ઉપર આધાર રાખનારી ચીજ છે. આ રીતે કહીને જેઓ માર્ગભ્રષ્ટ થાય છે, તેમણે શાસ્ત્રાજ્ઞાનો મર્મ સમજવાની જરૂર છે. શાસ્ત્રકારને ઉપલું વાક્ય શા માટે કહેવું પડ્યું છે તે વિચારો ન્યાયાધીશની પાસે કોઈ નવો મુકર્દમો આવે છે અને તે જ્યારે તેનો ન્યાય આપે છે, ત્યારે
વાદિપ્રતિવાદી બંને ન્યાયાધીશની પાસે ન્યાય લેવા
બેઠેલા હોય છે. વાદિપ્રતિવાદી જો ન્યાયાધીશના કબજામાં ન હોય, તે ન્યાયાધીશની સત્તાથી બહાર હોય, તો ન્યાયાધીશ પોતે ચૂકાદો આપતો નથી. એજ ન્યાયે ન્યાયાધીશરૂપી બંધની આગળ અથવા શાસ્ત્રકારની આગળ પરિણામ અને ક્રિયા એ બંને ચુકાદો લેવાને માટે ગયા છે, ત્યારે શાસ્ત્રકારે તેમનો ચુકાદો આપતાં ઉપરનું વાક્ય કહેવું પડ્યું છે. ક્રિયા અને પરિણામ એ બંનેને શાસ્ત્રકાર પાસે ચૂકાદો લેવા આવવું પડે છે, તો એવું અનુમાન કરવું સહજ છે કે એ બેને કાંઈ સંબંધ હોવોજ જોઈએ. વાદી કોર્ટે જાય છે, તે પણ પ્રતિવાદીના સંબંધને અંગેજ કોર્ટે જાય છે. પ્રતિવાદી સાથે સંબંધજ ન હોય તો વાદીને કોર્ટે જવાપણાનો આવકાશજ નથી. વાદિ પ્રતિવાદીનો સંબંધ
ન
વાદી અને પ્રતિવાદીને સંબંધ હોવોજ જોઈએ એ પહેલી વાત. બીજી વાત એ કે તેમના સંબંધમાં કાંઈ બગાડો થએલો હોવો જોઈએ આ બન્ને વસ્તુ હોય તોજ પ્રતિવાદીની સામે વાદીને ન્યાયાલયમાં
જવાપણું રહે છે. અર્થાત અહીં ક્રિયા અને પરિણામ