________________
પૂજ્ય પાંચ આચાર્ય મહારાજાઓને વિજ્ઞપ્તિ ગયા અંકમાં સૂચના આપી હતી તે પ્રમાણે ઓફીસથી બીજા ત્રીજા વર્ષની શ્રી સિદ્ધચક્રની ફાઈલો તથા પાંચ લેખવાળા અંકો આપને મોકલ્યા છે, તો હવે આપ તેની આદ્યત તપાસ કરી અને હકીકતથી વાકેફ થઈ હારું થયેલું લખાણ જુઠા પક્ષને અંગે હોય તો જણાવવા મહેરબાની કરશો. આપ જાહેર પેપરથી કે ખાનગી બેમાંથી કોઈપણ રીતે જણાવશો. તો પણ હરકત નથી. આપને નીચેના મુદા ઉપર વિચારવાની જરૂર છે.
ત્રિલોકનાથ તીર્થકરો સમ્યકત્વ અથવા તો વિશિષ્ટ સમ્યકત્વ પામ્યા પછીજ નિયમિત પરોપકારી હોય કે સર્વકાલ એટલે અનાદિથી પરોપકારી હોય. ભગવાન તીર્થકરોને જે આધ સમ્યક – થાય તે વરબોધિ કહેવાય કે કંઈક વિશિષ્ટતા છે થયા પછી વરબોધિ કહેવાય. મહા મા વાલીજીએ અષ્ટાપદજીના બચાવ માટે રાવણને કરેલી શિક્ષા સર્વથા ક્રોધ રહિત દશા એટલે વીતરાગદશામાં હતી, કે માત્ર વ્યક્તિગત વૈષ હોતો, અને તે લબ્ધિની ફોરવણી હતી, કે નહિં? અને હતી તો તે પડિક્કમવા લાયક ખરી કે નહિ ? ગુરૂતત્વવિનિશ્ચયના પાઠની બાબત પ્રવચનકારે કૌંસમાં લખેલો પાઠ પ્રકરણથી વિરૂદ્ધ છે, કે કેમ ? અને તેમાં શ્રી ગૌતમસ્વામીજીનું નામ તથા નિશ્ચયથી પતિત થવાના જાણ્યા છતાં એવું સ્પષ્ટાર્થમાં લખેલું જુઠું છે કે કેમ ? શ્રી આવશ્યકતરિભદ્રીય વૃત્તિના રૂત્યાતિપ્રશ્નારક્ષેપઃ આના અર્થમાં એક આદિશબ્દોનો અર્થ પ્રવચનકારે બરોબર કર્યો નથી એમ ખરૂં ? અને પરીક્ષાની વાત બે આદિશબ્દ હોવાથી આવી શકે નહિં એમ ખરું ? ભગવાન મહાવીર મહારાજ વખતે સોરઠ (જ્યાં સિદ્ધાચલજી છે તે) અનાર્ય હતો કે ત્યાં સાધુનો વિહાર હોતો એ મહારાજ આ મારામજીનું કથન સાચું હતું ?
આ વગેરે મુખ્ય વાતોનો આપ બરોબર વિચાર કરી ઉત્તર આપશો કે જેથી મને કે વાચકોને સંશય ન રહે, એવી આશા અસ્થાને નથી. તા. ક - આપમાંથી ત્રણ આચાર્યો પત્રધારાએ પણ નિર્ણય કરી જણાવશો તો પણ અમોને
સ્વીકાર્ય છે. એકઠા થવાની અશક્યતાનો સવાલ ન રહે માટે આ લખ્યું છે. ત્રણ અમદાવાદમાં છે. એકાદ આચાર્ય અશક્ત હોય તો ચારે મળીને નવા નીમી શકશો.