________________
વ
વક
LITTTTTT TT TTTTTT પ્રવચનસંપાદકને -
૧ શ્રીસિદ્ધચક્રોના અંકો અનિયમિત નીકળે છે તે સાચું છે. H૨ પૂજ્ય પાંચ આચાર્યોને સત્યાસત્યને નિર્ણય તો આગલ સોંપ્યો જ હતો. હમણાં
તો આ આચાર્ય મહારાજાઓને મહારૂં અસત્ય પક્ષને અંગે લખવું થતું હોય તો જણાવવા વિનંતિ કરી છે. જેમ તમારે ત્યાંથી આજીજીની જરૂરીયાત અસત્ય સમજાવવામાં જણાવાય છે તેમ જો પૂજ્ય આચાર્યો તરફથી જણાવાશે તો તેમ કરવામાં પણ મને અસત્યથી બચી જવા માટે હરકત જેવું નથી. પૂજ્ય પાંચ આચાર્ય મહારાજાઓ તમારા કબુલાતના અને ચર્ચા ઉપાડવાના લેખન હારી અસત્ય જણાવવાની વિનંતીના સ્વીકારવામાં આડો નહિંજ લાવે એવી મ્હારી ખાતરી છે. જેઓને તટસ્થ તરીકે જણાવવાને માટે જાહેર વિનંતી કરવી હોય તેઓને પહેલેથી ખાનગી પત્ર વ્યવહારને પાત્ર બનાવવા એ રીત અન્યનેજ મુબારક રહો. જે પક્ષને અંગે મે લખ્યું છે, તેમાં સત્ય સિવાય બીજું છેજ નહિં એવી ખાતરીથી મેં વિનંતી લખી છે. છતાં કદાચ કોઈ હઠ પકડે એમ સંપાદકને જણાયું હોય તો મુરબ્બી આચાર્યો આ સેવકને જણાવી શકે છે, પણ મુરબ્બી આચાર્યો તેનો
રસ્તો કહાડી શકશે એમ હું માનું છું. આવશ્યક ખુલાસો -
જોધપુરી ચંડાશુચંડપંચાગમાં બીજા ભાદરવાના શુકલ પક્ષમાં બે પાંચમો છે અર્થાત રવિ અને સોમવારે પાંચમ છે, તેથી સાંવત્સરિક દિન કયો રાખવો એ બાબત પૂછાવવા આવે છે, તેના ખુલાસામાં જણાવવાનું કે જેમ આષાઢશુકલ પૂર્ણિમા બે હોય તો બે તેરસ ગણી ચૌદશ અને પૂર્ણિમા એક એક રખાય છે, તેમ અહિં બે ત્રીજો ગણી ચોથ અને પાંચમ એક એક રાખવી ઉચિત જણાય છે અને તે અપેક્ષાએ રવિવારે સંવર્ચ્યુરી કરવી ઠીક જણાય છે, અને પહેલા ભાદરવાની વદ ૧૩ રવિએ પર્યુષણારંભ તથા ૧૩ તથા ૧૪ના છઠ કરી સુદ ૧ બુધે કલ્પ પ્રારંભ કરવો ઠીક લાગે છે. (શ્રી હીરપ્રશ્નમાં
કલ્પના છઠને માટે ચતુર્દશ્યાદિની વૃદ્ધિને લીધે અનિયમિતતા સ્પષ્ટપણે લખેલ છે.) LI.TTTTTTTTTTTTTTT