________________
zzzzzzzzzzz
૦ ૪૦
(ટા. પા. ૪નું અનુસંધાન)
એક વાત ચાલુઅધિકારને વિષે વિચારવા જેવી છે ને તે એ છે કે શ્રીશ્રેયાંસકુમારને ફળ દેનાર તરીકે સાચું સ્વપ્ર આવ્યું તે સ્વપ્ર મેરૂનું કેમ ? સોમયશામહારાજાને સુભટ અને તેની હારજિત સંબંધી તથા નગરશેઠને સૂર્યનાં કિરણોનું ખરી જવું અને શ્રેયાંસકુમારદ્વારાએ જોડાવું દેખાયું, પણ ખુદ શ્રેયાંસકુમારને મેરૂનું શ્યામ થયું અને અભિષેકથી ઉજળા થવું કેમ દેખ્યું તે વિચારવાની આવશ્યકતા છે. આ સ્થાને આ વાત જણાવવાની જરૂરી છે કે કોઈપણ બાળક પછી રાજાનો કુમાર હો કે ટૂંકનો છોકરો હો પણ પ્રત્યક્ષ દેખાતી સુંદરરૂપની વાતો કરતાં અદૃશ્ય અને આશ્ચર્યકારી વાતો તરફ વધારે લક્ષ્ય ધરાવનારો હોય છે. વળી તે વખતની સ્થિતિની અપેક્ષાએ આબાલગોપાંલનામાં મેરૂની કીર્તિ ઘણી જ જાહેર રીતે ગવાઈ હતી. ભગવાન્ જિનેશ્વરમહારાજના અભિષેકને અંગે જાહેર થયેલ પર્વત એ જ છે કે જે મેરૂના નામે જાહેર હતો. ભગવાન્ ઋષભદેવજી મહારાજ અને બીજા પણ મહારાજાઓની મહત્તાનું માપ એ જ મેરૂની ઉપમાથી જ લેવાતુ, સંસારિલોકોને દ્રવ્યની જે અભિલાષા હોય છે તેમાં ચિરસ્થાયી કહોવાય નહિ, બળે નહિ અને બહુ મૂલ્ય, એવું જો કોઈપણ દ્રવ્યનો હિસ્સો ગણાયો હોય તો બીજો કોઈ નહિં પણ માત્ર સુવર્ણનો જ હિસ્સો તેવો ગણાયો છે, જો કે રત્નાદિવસ્તુઓ પદાર્થો તરીકે સ્થાન સ્થાનપર વખણાયછે પણ કાન્તિના પ્રાગ્મારને માટે ચાંદી અને સોનાને સ્થાન વિશેષે મળે છે અને કાંતિના સ્થાનમાં સોનાને રાખી સોનું અને સુંગધ એવું દૃષ્ટાંત ઉભયની યોગ્યતા માટે વપરાય છે. આ બધી વાતની સાથે જ્યારે એમ જાહેર રીતે સિદ્ધ થયું હોય કે મેરૂ સોનાનો છે તો પછી કાંતિમાન પદાર્થોની પરમકોટિ મેરૂને વરે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અને જ્યારે મેરૂ તે સ્થિતિમાં જાહેર હોય તો પછી તે સંબંધનું સ્વપ્ર સામાન્યરીતિએ કુમારને આવે અને તેમાં વર્તમાનની અધમતા જણાવવા સાથે ભવિષ્યની ઉત્તમતા જણાવવી હોય તો તેની શ્યામતા અને છેવટે તેના અભિષેકથી તે સુવર્ણમયમેરૂની અધિક કાંતિમત્તા દેખાય તેમાં આશ્ચર્ય નથી. સામાન્યરીતે જો કે અનુભવેલી સાંભળેલી અન દેખલી વિગેરે વસ્તુઓ સ્વપ્રાનો વિષય બને છે. પણ ચિન્તના એ એવી અપૂર્વ વસ્તુ છે કે તેનો પ્રભાવ સ્વપ્રદેશા ઉપર જબરદસ્ત પડે છે. જો કે ચિન્તાના પ્રાબલ્યપણાને લીધે આવતું સ્વપ્ર ફલ દેનાર તરીકે ગણાતું નથી, અને તેથી ચિન્તાની શ્રેણિથી આવતાં સ્વપ્રોન નિરર્થક ગણવામાં આવે છે. પણ અનુભવ વગેરે ભેદો જુદા પાડેલ હોવાથી ચિંતાના સ્વરૂપને યથાર્થ રીતે સમજવાની જરૂર છે. કેમકે જો વિચારમાત્રને ચિંતા સ્વરૂપે ગણવાનો હોત તો અનુભવાદિ સર્વ જે સ્વપ્રાના હેતુઓ ગણાવેલા છે તે વિચારથી બ્હાર તો નથી. માટે સ્મૃતિ અને સમન્વાહારને ચિંતા સ્વરૂપ ગણવાં, પણ માત્ર બોધને અથવા સામાન્યઅધ્યવસાયને ચિંતાસ્વરૂપે ગણવાં વ્યાજબી નથી, અને તેવી મેરૂની રાજ્યવર્ણન ભૂપતિસ્તુતિ સ્થિરતા સુવર્ણમયતા અતિશયપ્રભાસહિતતા આદિગુણોને અંગે અદ્વિતીય છાયા શ્રેયાંસકુમારના મગજમાં પડે એ અસ્વાભાવિક નથી, અને તેથી તે સંબંધી નઠારી અને સારી દશા જે સંભવ છે તે સંબંધી સ્વપ્ર આવે તે સ્વાભાવિક જ છે અને તેથી જેમ સોમમહારાજાને જીતનું નગરશેઠ સાહેબને સૂર્યનું સ્વપ્ર જોવું યોગ્ય હતું તેવી જ રીતે શ્રેયાંસકુમારને અંગે મેરૂની શ્યામતા અને અમૃત અભિષેક થયેલી ઉજ્જવલતા દેખાય તે સ્વાભાવિક જ છે. જો કે સુવર્ણની શ્યામતા ટાળવા માટે વન્તિ કે ક્ષાર જેવા પદાર્થની જરૂર દુનિયામાં ગણાઈ છે. પણ સર્વસાધારણ રીતે જગતમાં અમૃતરસ સર્વરસમય અને સર્વકાર્ય કરનારો ગણાતો હોઈ તે અમૃતના અભિષેકથી સુવર્ણમય મેરૂની શ્યામતા નષ્ટ થાય એમ દેખાય અને સુવર્ણમય મેરૂ સ્વાભાવિક સુવર્ણની જે શોભા પામે તેના કરતાં અમૃતના અભિષેકથી વિશેષ શોભા પામતો દેખાય તેમાં આશ્ચર્ય નથી. પ્રથમના બે સ્વપ્રોથી જેમ યુદ્ધવીર અને દાનધર્મની જાજ્વલ્યમાનતા ધ્વનિત કરાઈ, તેવી રીતે જ અહીં ધર્મવીરપણું ધ્વનિત કરાયું છે એમ માનવામાં અયોગ્ય થાય છે એમ કહી શકાય જ નહિ. સુવર્ણની સ્વાભાવિકકાંતિ માફક આત્માના સદર્શનાદિરૂપ ધર્મ સ્વાભાવિક ગણાય અને આવિર્ભાવદશામાં વધારે શોભે અને તેનો દેખાવ જ શ્રીશ્રેયાંસકુમારના સ્વપ્નામાં આવે અને આત્માના સ્વાભાવિક અને અવ્યાબાધ સ્વરૂપને પ્રકટ કરનાર ધર્મના અસાધારણ કારણ તરીકે સુપાત્રદાનજ એમ સ્વપ્નદ્વારાએ કુદરત જ જણાવે છે.
૪૦ ત સ્વ
૪૦ ૪૦ ૪૦
જ ત