________________
:
/
શાસનમાં સુપાત્રદાનનું સ્થાન શું સુમેરૂની શ્યામતા ? અભિષેકથી ઉજ્જવલતા ? તેનું ધામ શ્રેયાંસકુમાર?
લેખાંક ત્રીજો આ અવસર્પિણીમાં પ્રથમ સુપાત્રદાનના પ્રસંગમાં આપણે જાણીયે છીયે કે ગ્રામાધીશ દેશાધિપ * ખંડાધિપ કે સાર્વભૌમ સત્તાધીશો બોલાવ્યા કે અનબોલાવ્યા કોઈપણ પ્રજાજનને ત્યાં પધારે છે ત્યારે કોઈપણ પ્રજાજન તે ગ્રામાધિપઆદિન અત્યંતરપણે ઇષ્ટ હોય તોપણ અશનપાનાદિન દેવાનું કે તેની વિજ્ઞપ્તિ કરવાનું યોગ્ય ગણતા નથી. તો પછી અખંડ અને આદ્ય અધિપતિપણાને કરનાર અને જગતની સર્વસૃષ્ટિની ઉત્પત્તિ જેઓના બુદ્ધિપ્રાબલ્યઆદિને જ આભારી હતી. તેવા મહાપુરૂષ પોતાની જ પાસે. કોટવાલ તરીકે, માન્યતમ ગુરૂવર્ગ તરીકે, સમાન સ્થિતિમાં રાખેલા હોઈ રાજન્ય તરીકે અને છેવટે " ત્રણે વર્ગમાં પણ જેઓને ચઢાવી શકાયા કે ચઢી શક્યા નહિ તેવા ક્ષત્રિયો પ્રજાવર્ગ તરીકે લાખો પૂર્વે
અને કોડો વર્ષો સુધી રહેલા અને રાખેલા એવા મનુષ્યો પાસે પોતાની રાજ્ય ઋદ્ધિની અને મુકુટાદિસહિતની - દશાને સર્વથા વોસીરાવવા સાથે રાજ્યના કટકા બુકલા કરી પોતાના ફરજંદોને આપી દઈ પોતે એકલા
નીકળી પડેલા તે આરક્ષકઆદિને ઘેરે પગલાં કરે તે વખતે તે તે આરક્ષકાદિ શું શું આપવા નિમંત્રણ કરે એ હેજે કલ્પી શકાય તેવી હકીકત છે. વળી તેમાં પણ જે ભગવાન્ ઋષભદેવજીએ લાગલાગટ એક વર્ષ સુધી અખંડપણે અને દેવતાની હાજરીમાં કોડો સૌનયા અને હાથી ઘોડા વગેરેનાં જ દાન દીધાં છે, પણ અશનપાનાદિનું દાન અન્યતીર્થકરોના વખતમાં તેમના કે તેમના કુટુંબ તરફથી બન્યાં છે, છતાં ભગવાન્ પામદેવજીના સાંવત્સરિ કદાનપ્રસંગે તેવાં મહાન આદિ ખોલાવી અશનાદિનું દાન, નથી બન્યું, તેથી પણ અશિનાદિની માત્ર દરકાર રાખવાવાળા આધમિક્ષાચર એવા ભગવાન્ શ્રી ઋષભદેવજીને અશનાદિની નિમંત્રણા કોઈપણ ન કરે તે તેમને માટે અસ્વાભાવિક હોતું, તેમ જ હાથી અશ્વઆદિ કે જેનો પોતે પ્રથમ રાજ્યાધિકારમાં અત્યંત આદરથી સંગ્રહ ર્યો હતો, તેનું જ નિમંત્રણ થાય તે સ્વાભાવિક જ હતું. આવી સ્થિતિમાં ભગવાન્ શ્રી ઋષભદેવજીને પોતે અશનાદિના દાનનું પાત્ર છે એમ જણાવવું કેવું અસંભવિત થઈ પડે તે કલ્પના બહાર નથી. અને આવી દશામાં એ કલ્પનાને 'પણ હવે સ્થાન નહિ મળે કે ભગવાન શ્રીપભદેવજીએ સાથે પ્રવ્રજ્યામાં દાખલ થયેલા અને ભગવાનને ભરોસે જ કુટુંબ કબીલા અને ઘરબાર છોડનારાઓની દીક્ષા ટકાવવા જેવા મહામગીરથ પરોપકારી કાર્યમાં કેમ પ્રવૃત્તિ નહિ કરી હોય ? એવા જગતની સૃષ્ટિને સર્જનારને આવી દશામાં દાખલ થવું એ અસંભવિત છે, તેમ અકલ્પનીય પણ છે જ. સામાન્ય મનુષ્યની ઔચિત્યપ્રવૃત્તિ થાય તેવી હોય, પણ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની ઔચિત્યપ્રવૃત્તિ અનોખું સ્થાન લે તે અયોગ્ય નથી. આ ઉપરથી એ પણ સમજી શકાશે કે ભગવાને દીક્ષા ગ્રહણ ક્યાં પછી ચાર હજાર સહચારિયોના શ્રમણભાવને ટકાવવા માટે પણ સુપાત્રદાનના ઉપદેશ કેમ નહિ આપ્યો હોય ? અર્થાત્ કેટલીક બાબતમાં ત્રિલોકનાથની
ઔચિત્યવૃત્તિ અલૌકિક જ હોય છે. એ વાત બરોબર ધ્યાનમાં લેવા જેવી એટલા માટે છે કે ભગવાન ધર્મઘોષસૂરિજીએ આ જ ભગવાન્ શ્રી ઋષભદેવજી આગળ સાધુઓની કેવી ભિક્ષા કલ્પ વગેરે જણાવ્યું છે છતાં તે જ ભગવાન્ આ વખતે ચાર હજાર સહચરોના સાધુપણાના રક્ષણ માટે તેટલો રીતિનો પણ ઉપદેશ કે ઇસારો કરતા નથી. આ ઘટનાના મૂલમાં એમ વિચારવું અસ્થાને નહિ જ ગણાય કે આધ પ્રવૃત્તિ જણાવનારને પ્રવૃત્તિની કર્તવ્યતા જણાવતાં તેનું અનંતર અને પરંપર ફળ જણાવવું તે આવશ્યક થાય, તેમ જ દાનના પાત્રનું પણ સરસ રીતે વિવેચન કરવું જ પડે એટલે કહો કે શાસનની સ્થાપના
જ સર્વજ્ઞપણું પ્રકટ થયા સિવાય કરવાનો પ્રસંગ આવી પડે, માટે મૌન રહેવું અને સર્વ સહન કરવું આ એ જ પ્રભુએ લીધેલ માર્ગ યોગ્ય હતો એમ બુદ્ધિશાળિયોને માનવું જ પડશે.
(ટા. પા. ૩ જું)