________________
શ્રી સિદ્ધચક્ર
૩૯૧
જાતિમાત્રથી ઉત્તમતા જણાવવા માટે બનાવટી અને ન માની શકાય અને ઘટી પણ ન શકે એવી મુખભુજા આદિથી ઉત્પત્તિ થવારૂપ જાતિના ભેદથી જાતિ એટલે જ્ન્મ અને તેની રીતિના ભેદથી જાતિભેદ માન્યો અને એવી રીતે કૃત્રિમતાવાદિયોના વંશજોએ પછી તો એ મુખ ભુજા આદિથી જન્મ પમાવા રૂપ બ્રાહ્મણ આદિ ભેદ નથી રહ્યો, છતાં તે થયેલા બ્રાહ્મણો આદિને જુદી જુદી જાત તરીકે માની તેમાં જન્મેલાને બ્રાહ્મણ આદિ તરીકે માન્યા. અને તેથી જાતિભેદની શરૂઆત કરનારે ઉત્પત્તિની રીતિના જુદાપણારૂપ જાતિના ભેદે જાતિભેદ માન્યો. પછી ૧ કૃત્રિમજાતિવાદને અનુસરનારાઓએ જાતિ એટલે દુનીયામાં ગણાતી જે જ્ઞાતિરૂપ જાતિ છે તેને આધારેજ જાતિભેદ માન્યો. અર્થાત્ જે જે મનુષ્ય જે જે જ્ઞાતિમાં જન્મ્યો તે મનુષ્ય તે તે જ્ઞાતિ એટલે જાતિનો ગણાયો એમ માન્યું. એટલે કહેવું જોઈએ કે કલ્પિતપણે મુખઆદિથી જન્મ પામવાની વાત ઉપજાવી કહાડી અને તેને આધારેજ જગમાં જાતવાદ ચલાવ્યો. પણ સનાતનવાદિયો એવી રીતે બ્રહ્માના મુખ આદિથી બ્રાહ્મણોઆદિની જાતિઓ ઉત્પન્ન થઈ અને તે થવું તે રૂપ જાતિથી અથવા તો તેવી કલ્પિત રીતિએ ગણાએલ જાતિ એટલે જ્ઞાતિથી જાતિવાદને નહિં માનતાં આદિદેવે રક્ષાકર્મ આદિમાં જોડેલા લોકોની જે ઉગ્નાદિજાતિયો કરી અને તેમાં જે પાછલથી વંશપરંપરાએ જન્મ્યા તે અદિમાં કર્મથી જાતિવાળા અને પછી પરંપરાએ જાતિ એટલે જન્મ થવાથી જાતિવાળા એમ જાતિભેદ માને છે, અને તે પાછલથી થયો એમ પણ માને છે. એટલે કૃત્રિમતાવાદિના મતે જન્મથી આદિઉત્પત્તિ અને પછી તેમાંની ઉત્પત્તિથી જાતિ થઈ એ માન્યતા મુખ્ય છે. જ્યારે સનાતનવાદિયોના મતે કર્મ એટલે આ ક્ષણઆદિ ક્રિયા અને તેનાથી જ્ઞાતિભેદ થયો, પછી જ્ઞો જન્મ પામનાર તે જાતનો ગણાયો એટલે પ્રથમકર્મથી જાતિની ઉત્પત્તિ થઈ, અને પછી
તા. ૫-૬-૧૯૩૬
જન્મથી જાતિભેદ ચાલ્યો. જો કે આ સ્થાને કર્મ એટલે ક્રિયા લઈને તે ક્રિયા એટલે કર્મથી જાતિભેદની શરૂઆત જણાવી છે. પણ જાતિભેદના કારણભૂત કર્મમાં જોડાવવામાં જેમ કોઈ અદૃષ્ટનો સંકેત છે, તેવી રીતે તે તે ક્રિયારૂપ કર્મો કરવાથી થયેલી જાતિમાં ઉપજ્યું થાય તેમાં પણ અદૃષ્ટરૂપ કર્મનો સંકેત નથી એમ કહી શકાયજ નહિ. જેમ કોઈ સ્ત્રી કે પુરૂષને ક્ષય કે દમ આદિ વારસામાં ઉતરી આવનારા દરદો અદ્દષ્ટરૂપ કર્મના જોરે થાય છે, તેવીજ રીતે તેવા દરદવાળા માતાપિતાના સંયોગમાંથી ઉત્પન્ન થનારાને પણ તેવા અદૃષ્ટરૂપ કર્મનો સંયોગ હોયજ છે. એટલે પ્રથમ જે જાતિભેદ ઉત્પન્ન થયો. તે કર્મરૂપ ક્રિયાથી મુખ્યતાએ હતો અને અદૃષ્ટની તેમાં ગૌણપણે કારણતા હતી, ત્યારે પાછલથી ઉત્પન્ન થનારાઓમાં અષ્ટરૂપકર્મની ઉત્પન્ન થવામાં મુખ્યતા હોય અને તે કર્મ એટલે ક્રિયાની પરંપરા હોવાથી તેની જાતિભેદની કારણમાં ગૌણતા હોય. સુવર્ણની અંદર જેમ કષના ભેદે જાતિભેદ હોય છે, તેમ જો કે લોઢામાં વર્ણના ભેદે હોતો નથી, તો પણ લોઢામાં પણ જાતિભેદ તો હોય છે જ. તેવી રીતે આર્યોની માફક અનાર્યોમાં જાતિ કે કર્મના ભેદે જાતિ ભેદ માન્યો નથી અને મનાતો નથી. પ્રથમ તો તેનું કારણ એ છે કે ત્રિલોકનાથ તીર્થંકરભગવાન્ શ્રીયુગાદિદેવે જે ઉગ્ર ભોગ આદિ જાતિની વ્યવસ્થા કરી તે માત્ર આર્યક્ષેત્ર તરીકે સાડાપચ્ચીશ દેશમાંજ કરી, અને તેથી તે આર્યદેશમાંજ કર્મ અને જન્મ પરત્વે જાતિ વ્યવસ્થા પ્રવર્તી, પણ અનાર્યક્ષેત્રોમાં જે કર્મપ્રવૃત્તિ અને તેની પરંપરાની પ્રવૃત્તિ શ્રીયુગાદિદેવના નિયમનથી થયેલી નથી. પણ યાદચ્છિકપણે થયેલી છે કે આર્યોના અનુકરણથી અવ્યવસ્થિતપણે થયેલી છે, તેથી તે અનાર્યોમાં જાતિભેદ કર્મથી કે જન્મથી રહેલો નથી. આવી રીતે સનાતનવાદિયોએ અનાર્યમાં જાતિભેદ આર્યોના જેવો જન્મથી કે કર્મથી નથી એ જણાવતાં