________________
ચર્ચાના ઉત્પાદકો અને ઉમેદવારોને (૧) દીક્ષાથીને રોકવા માટે પરીક્ષાને અંગે છ માસ સુધી રોકવો જોઇએ એવો
આગ્રહ ધરાવનાર પક્ષ તેવી એકાત્ત છ માસની મુદતનો નિયમિત પાઠ આપે કે પ્રવચનમાં પહેલો તેવો છ માસ રોકવાનો સ્વીકાર થયેલ ન જણાવે અને ઓછાઅધિકપણા સિવાયની એક પણ દિવસની નિયમિત મુદત એક પણ શાસ્ત્રમાં પરીક્ષાની નથી, એ હકીકતને ઉત્સુત્ર તરીકે બોલે તેમના બોલની
કિંમત સજ્જનો આંકે. (૨) વિકારવાળા સાહિત્યને ખોટે નામે ઉશ્કેરણી કરનાર સંમૂર્છાિમવાળા આખા
લેખને માટે જવાબદાર છે એ હકીકત નિર્મળ દૃષ્ટિવાળા તો જોઇ શકે છે. (૩) ભગવાન્ મહાવીર મહારાજની વખત અને મહારાજા સંપ્રતિ ધર્મ પામ્યા તે
હેલાં પણ માલવાદિ દેશો આર્યજ હતા, એમ ન માનનાર સૂત્રાનુસારી
માન્યતાવાળો થઈ શકે નહિ. (વસ્તુસ્થિતિની ચર્ચામાં અસભ્યતા અસભ્યને વરે છે.) (૪) માલવા અને સોરઠ વિગેરે કૌશાંબી નગરથી દક્ષિણના દેશો ભગવાન્ મહાવીર
મહારાજા વખતે આર્ય નહોતાં, એમ સાબીત કરવાની શાસ્ત્રપ્રેમીને છુટ હોયજ. (૫) માલવા અને સોરઠ આદિ દેશો મહાવીર ભગવાન્ વખતે આર્ય ન હતાં આવું
સિદ્ધ કરનારને એ પણ સિદ્ધ કરવાનું કે શ્રી સિદ્ધાચલજી તેમના માનવા પ્રમાણે અનાર્ય એવા સોરઠમાં આવ્યા છતાં અનાર્ય ન ગણાય. (ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર આદિના લેખકોએ તો દેશના અનાર્યપણાને લીધે
તીર્થની અનાર્યતા જણાવી છેજ.). ( ૬ ) શ્રી બૃહત્કલ્પસૂત્ર, નિર્યુક્તિ અને ટીકાકારે દેશોનું આર્યપણું હોવાથી સાધુ
(અનુસંધાન પાના ૧૮૫ પર જુઓ)