________________
(સુખી કોણ ?
'अजवि धणं न विउलं अणुरूवं नस्थि मह कलत्तं वा । अज्जवि जाइ न सुओ जाओवि गुणेय न अज्जेइ ॥१॥
पीडेड पहइनाहो कुणंति धणिणो य परिभवं मज्झ ।
जाया य अज तउणी कल्ले किह होहिइ कुड़म्बं ? ॥२॥ दिति न मह ढोयंपिहु अत्तसमिद्धीएँ गव्विया सयणा । अज घरे नत्थि घयं तिलं लोणेंधणाइ वा ॥३॥
अज जरो सिरि वियणा सासो कासो अरोयगाईया ।
जीवइ अजवि सत्तू मओ य इठ्ठो पहू रूठो ॥४॥ वढइ घरे कुमारी लोणातणओ विढप्पड़ न अत्थे । इच्चाइ महाचिंताविसवियणोवळुया मणुया ॥५॥
अट्टवसट्टोवगया सुमिणेऽवि सुहं मुणंति न कयाई ।
ईसाविसायमयकामलोहनडिया सुरवरावि ॥६॥ चिंताइदुहनिबंधणहेउहि पुणो विवजिया निच्चं । मुणिणो च्चिय सुहिणो इह भवेऽवि लीणा जिणमयम्मि ॥७॥'
તાત્પર્ધાર્થ :- (ગૃહસ્થ તરૂણાવસ્થામાં પણ વિચાર કરે છે કે :) હજુ પણ ઘણું ધન મળ્યું નહિ, મારે લાયક સ્ત્રી મળી નહિ, હજુ છોકરો થયો નહિ, છોકરો જન્મ્યો તો પણ ગુણવાળ થતો નથી. ૧૫
રાજા પીડા કરે છે, ધનવાળા મારો તિરસ્કાર કરે છે, આજે તો પોષણ મળ્યું છે, કાલે કુટુંબનું કેમ થશે ? ૨
પોતાની ઠકુરાઇથી અહંકારમાં આવેલા કુટુંબીઓ મને નજીક પણ આવવા દેતા નથી, આજે ઘરે ઘી, તેલ, લુણ અને લાકડાં વિગેરે નથી. ૩
આજ તાવ આવ્યો છે, માથામાં વેદના થાય છે, શ્વાસ ચઢે છે, ઉધરસ આવે છે, અરૂચિ વિગેરે થયાં છે, હજુ પણ શત્રુ જીવતો છે, ઈષ્ટ મરી ગયા માલીક રોપાયમાન થયા. ૪
ઘર છોડી મોટી થાય છે, દીકરો નાનો છે, પૈસો પેદા કરતો નથી ઇત્યાદિ અનહદ ચિંતારૂપ વિષની વેદનાથી મનુષ્યો પરાભવ પામેલા રહે છે. ૫
ઇપ્યા, વિષાદ, અહંકાર, કામ, અને લોભથી પરાભવ પામેલા અને આર્ત, રૌદ્રમાં ઘેરાયેલા દેવતાઓ પણ કોઇ દિવસ સ્વપ્ન પણ સુખને જાણતાજ નથી. દુ:ખ દેનારાં ચિંતા આદિ કારણોથી રહિત એવા મુનિ મહારાજા ભવમાં છતાં પણ જૈનશાસનમાં લીન હોવાથી હંમેશાં સુખી હોય છે. ૬
“માલધારી હેમચન્દ્રસૂરિ'