________________
૧૯૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૧-૧૯૩૬
આ પ્રશ્નોત્તરોનો તત્ત્વાર્થી
* * * * * * (૧) ભગવાન્ તીર્થકરોના જીવોને અનુકંપા ગુણ સમ્યકત્વ સાથે થતો હોવાથી સામાન્ય સમ્યકત્વ પામે
ત્યારથી અને અત્યંત તન્મયપણે વરબોધિલાભ પછી તો જરૂર પરોપકારપરાયણ થાય છે. (૨) ઔદયિક ભાવે કે ક્ષાયોપશમિકાદિ ભાવે પરોપકાર હોવાથી તે પરોપકારપણું અનાદિથી છે એમ
મનાય નહિ. (૩) ભગવાન્ જીનેશ્વરોનું સમ્યકત્વ માત્ર વરબોધિ ન કહેવાય પણ વિશિષ્ટ સમ્યત્વજ વરબોધિલાભ
કહેવાય. (૪) વરબોધિનો લાભ થયા પછી ભગવાન્ જિનેશ્વરો પરોપકાર કરવામાં લીન હોય છે. (૫) તીર્થકરના ભવથી પાછળ જે નિરંતર શુભકર્મની સેવાવાળા ભવો હોય તેમાં વરબોધિલાભ કહેવાય. (૬) કારણરૂપે પરોપકાર પણ ક્ષયોપશમાદિરૂપ છે માટે તે અનાદિ છે એમ કહેવાય નહિ. (૭) યોગ્યતા રૂપે પરોપકાર અનાદિ માનવા છતાં તે પણ યોગ્યતા વિચિત્ર હોવાથી શ્રી નયસારની
પરોપકારની તથા ભવ્યતા કે યોગ્યતા મિથ્યાત્વદશામાં પણ ફલવાળી થઈ તે વિશિષ્ટતા માનવામાં કોઇની નિંદા નથી પણ ભગવાન્ જિનેશ્વર મહાવીર મહારાજની સ્તુતિ છે.