________________
૫૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪ ••••• : * * * * * * * * * * * * * * * * * * * * * * * *********•••••••••••••••••••••••••••••••• બળ જબરદસ્ત છે, એમનું એ જ્ઞાન પહેલાના ભવથી સાથે આવેલું છે. શ્રી ઋષભદેવ ભગવાનને ચૌદ રાજલોકનું અવધિજ્ઞાન હતું. તેઓ સર્વાર્થસિદ્ધથી આવ્યા હતા માટે ત્યાંનું લોકનાડીનું જ્ઞાન તે જ્ઞાન અહીં હતું. શ્રી તીર્થંકરદેવને પહેલાના ભવમાં જેવું અવધિજ્ઞાન હોય તેવું, કેવળજ્ઞાન સુધી નિયમા (નક્કી) રહે, વધે ખરું પણ ઘટે નહિ. દીક્ષા પછી વચમાં તપશ્ચર્યાના પ્રભાવે વધીને પરમાવધિ થાય. અલોકમાં લોક જેટલા સંખ્યાત ખાંડવા દેખે. આવા જ્ઞાનવાન, સામર્થ્યવાન તીર્થંકરદેવોએ પણ ધાર્યું કે આ જીવ જ્યાં સુધી ક્ષાયિક ભાવવાળો થયો નથી ત્યાં સુધી મોહની પરીક્ષામાં ઉતરવું નહિ. સાપની લડાઇમાં ક્યારે જવું ? સાપના ઝેરથી બચવા, બચાવવાની જડીબુટ્ટી હાથમાં હોય, એનાથી સેંકડોને બચાવ્યા હોય, પાકી ખાત્રી થઈ હોય તો જવું, એ વિના સાપ સાથે વેર કરવું એ મરવાનો ધંધો છે, નાશને નિમંત્રણ છે. ક્ષાયોપશમ ભાવની જડીબુટ્ટી ભરોસા વગરની છે. શ્રી તીર્થંકરદેવો પણ એ જ વિચારે છે કે દુનિયાદારી એ કાળો નાગ છે અને પોતા પાસે જડીબુટ્ટી તો લાયોપશમ ભાવની છે માટે સાપ જેવા કુટુંબથી દૂર રહેવું. ભગવાનને પણ કુટુંબ, આરંભ, પરિગ્રહ વિગેરે સાપ જેવા ભયંકર લાગે છે, એમને પણ સંસાર ડરવાલાયક લાગ્યો હતો, તો પછી જ્ઞાન કે સામર્થ્યના કશા ઠેકાણા વગરના આપણે ઘરમાં મોહમાં રહીને મોહને કેવી રીતે જીતી શકીએ ? પ્રસંગ ઓળખ્યા વગર ઘણી વખત છોકરાઓ બોલે છે ફલાણો મારી નાખે તો શું થઈ ગયું?' તેવી રીતે વસ્તુસ્થિતિથી અજ્ઞાન એવા આપણે બોલી દઇએ છીએ કે કુટુંબ ચાહ્ય તેમ કરે તો પણ આપણને શું થવાનું છે ? તીર્થકર જેવાઓએ પણ ઘર છોડ્યા પછી દીક્ષા લીધી છે. ઘરમાં સંસારના ગોઠીયાથી આપણે બચી શકતા નથી. છોકરાને પહેલેથી જ પૂછો છો કે “ગોરી લાવવી છે કે કાળી ?' જેની તરફ તમને તિરસ્કાર છે તેનો પ્રશ્ન કરતા નથી. “દારૂ આપું કે પાણી?, આવો પ્રશ્ન કોઈ વખત કરો છો ? હૈયે તેવું હોઠે.
દેહરે, ઉપાશ્રયે ધાર્મિક ભાવના ઉત્પન્ન થાય છે. સૂર્યોદય વખતે લાલ કપડાંની છાયાથી લાલ દેખાય છે. તેમ છાયાના રંગ જેવી ભાવના દેહરે, ઉપાશ્રયે થાય છે, એ સ્વભાવે રંગની ભાવના નથી. જો સ્વભાવે રંગની ભાવના થતી હોત તો કયા ગુરુ પાસે જઇશું ” એવો પ્રશ્ન થાત. તમારું ચિત્ત કાળીગીરીમાં છે, આ તરફ નથી તેથી તેવા ધાર્મિક પ્રશ્નો છોકરાને પૂછતા નથી. ચોપડીમાં દસ વાતો આવી તેમાં સારી કઈ ? ઉત્તર દેનારો પોતે જે વિચારનો હશે તેવી વાતને સારી કહેશે એ જ રીતે આપણું ધ્યેય કયું છે તે આપણા પ્રશ્નોથી માલૂમ પડે છે. પ્રશ્રો શ્રાવપણાને અંગે પણ થતા નથી. ભાવના આવે છે પણ ધ્યેય તરીકે નિશ્ચિત થઈ નથી, નહિ તો બીજો સંકલ્પ આવે કેમ ? છોકરો જો ચાર દિવસ નિશાળે ન જાય તો “એ શી રીતે કમાશે? સંસાર કેમ નિભાવશે ?' એ પણ વિચાર આવે છે પણ