________________
૫૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪ ધર્મનું જ્ઞાન નહિ લીધું હોય તો વ્યાખ્યાન શી રીતે સમજશે? સંવરનિર્જરાદિ તત્વોનું જ્ઞાન શી રીતે થશે ? આ વિચાર આવે છે ? દુનિયાના નિભાવની ફીકરનો વિચાર આવ્યો, પણ તત્વજ્ઞાન નહિ થાય તો ભવોભવ રખડી મરશે એવો વિચાર કેમ ન આવ્યો? શ્રી નંદીસૂત્રમાં એક વાત છે કે એક સ્ત્રી બે પુરુષની સાથે રહી છે. એ સ્ત્રી બડી ચબરાક અને લુચ્ચી છે, બંનેને સરખા રાખે છે. બે સ્ત્રીને સરખી રાખવી સહેલી પણ સ્ત્રીએ બે પુરુષને સરખા રાખવા મુશ્કેલ. રાજાએ આ વાત સાંભળીને કહ્યું કે, “એ ન બને, રાજાએ એ સ્ત્રીને બેયને જૂદા જૂદા ગામે મોકલવાનો હુકમ કર્યો. તેણીએ વધારે વહાલો હતો તેને પશ્ચિમમાં અને ઓછો વહાલો હતો અને પૂર્વમાં મોકલ્યો. એ ઉપરથી રાજાએ અમુક વધારે વહાલો છે એમ નિશ્ચિત કર્યું. લોકોએ ન માન્યું. અંતઃકરણથી વહાલ કોના તરફ છે તે શબ્દથી અને ક્રિયાથી જણાઇ આવે છે તેવી રીતે ભલે દેહરા, ઉપાશ્રયમાં તો સરખું બોલીએ છીએ પણ છોકરાને લાડ લડાવતી વખતે હૃદયમાં શું છે તે નીકળી આવે છે. કાળી કે ગોરી ?” એ પ્રશ્ન વખતે એથી થનાર અર્થની આપણને રૂઆડેયે ખબર હોતી નથી પણ આપણે ક્યાં રંગાયા છીએ તે તત્ત્વજ્ઞ તટસ્થો બરાબર જોઈ શકે છે, અને સમજે છે કે “આ તત્ત્વજ્ઞાન જાણે છે પણ રંગાયો નથી.” સંસારનું પીઠું.
દારૂડીયાની સોબતે કહ્યા વગર દારૂડીયા થવાય છે. પોતે એમાં ન પ્રેરાય ન જોડાય તો જોડવાળા ખેંચવા માટે પ્રયત્ન કરે, તેમાં ન મનાય તો પકડીને પાય છે એવુંજ પરિણામ સંસાર દારૂખાનાનાપીઠાનું સમજવું. એ પીઠામાં બહુધા તો જીવ પોતાની મેળે જ પલળે છે, સરકે છે છેવટે સંસારમાં ન જોડાય તો ગોઠીયાઓ પકડીને પછાડે છે. આ સ્થિતિમાં જ્યારે કોઈ જીવ સંસાર છોડવાનો વિચાર કરે ત્યારે પેલા ગોઠીયાઓ એને છોડવા માગતા નથી માટે એને રોકવાને તમામ ધમાલ કરે છે. બીજાઓ દારૂડીયા થાય તેમાં દારૂડીયાને પોતાને ફાયદો નથી છતાં તેવાઓ પણ એને છોડતા નથી તો મોહવાળાને (જેમાં સ્વાર્થ પણ છે તેને) કોઈ સંસાર છોડે તે કેમ પાલવે ? છોકરીને મા પ્રત્યે, માને છોકરી પ્રત્યે એમ પરસ્પર પ્રેમ ન હોય તો મોહ ટકે કયાં ? એમાંથી કોઇ છૂટવા માગે તે ટોળીવાળાને કેમ ગમે? ચોરની ટોળીમાંથી કોઈ છટકવા માગે એને પેલી ટોળી જીવતો જવા દે ? નહિ, અરે ! જીવતો રહેવા ન દે. સંસારપીઠામાંથી જનાર માટે પણ એ જ દશા. એ ગોઠીયા જવા દે નહિ. જમને દેવો કબુલ પણ જતિને ન દેવાય. જમ લઈ જાય ત્યાં તો દેખવું નહિ અને દાઝવુંયે નહિ, જ્યારે જતિ લઈ જાય ત્યાં તો રોજ દેખવું અને રોજ દાઝવું એ પાલવે ? ચોરની ટોળીમાંથી એક મનુષ્ય છટકીને બહાર નીકળી પડે તે ચોટ્ટાઓની ટોળીથી ન જ ખમાય. મોહમદિરામાં મસ્ત થયેલાના પીઠામાંથી કોઈ નીકળવા માગે તે પેલા મસ્તોને પાલવે ? ન જ પાલવે.