________________
૫૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪
દારૂના પીઠામાં રહીને ચોખ્ખા રહેવું મુશ્કેલ, માટે ચોખ્ખા રહેવાની ઇચ્છાવાળાએ તો નીકળવું જ જોઈએ. બધાનાં પારખાં કરવાનાં હોય પણ ઝેરનાં પારખાં કરતા ના. ફલાણી બુટ્ટીથી ઝેર ઉતરી જાય એ વાત ખરી, એવી બુટ્ટી મળી હોય તો ઉપયોગ પ્રસંગે કરાય પણ બુટ્ટીની પરીક્ષા માટે વિષપાન કરાય? ઘર તો છોડવાનું જ. ક્ષાયિક ભાવવાળાને, કેવળજ્ઞાનવાળાને પણ આ સંસારના ભરોસે રહેવાનું નથી તો જેની પાસે જડીબુટ્ટી નથી તેવાએ શું કરવું? સાધુપણું લેતી વખત ફોસલાવવાથી ન માનવાથી કુટુંબીઓએ કરેલો બળાત્કાર ભુલાઈ નહિ, મરણ વખતે પણ યાદ આવે એ ઘા કેટલો લાગ્યો હોવો જોઈએ ? સાધુપણાએ ગાળેલી જિંદગીના છેડે પણ ન ભૂલાય એ ઘા કેવો ? તેથી જ એવી સ્થિતિ પામેલા કોઈ સાધુ એવું નિયાણું કરે છે કે “જ્યાં રિદ્ધિસમૃદ્ધિ ન હોય, ત્યાં મારો જન્મ થાય ! ભાઇભાંડું, ફોઇ, મામા વિગેરે કોઇ સગું ન હોય ત્યાં મારો જન્મ થાય ! ! કોઈ કન્યા દેવા ન આવે, કોઈ ભાવ પણ ન પૂછે તેવા સ્થાને, તેવા સંયોગોવાળા સ્થાને મારો જન્મ થાય !!દીક્ષાના ઉમેદવાર પર કેટલો બળાત્કાર થયો હોવો જોઇએ કે જેના યોગે સાધુપણું પાળ્યા પછી પણ કાળધર્મ પામતી વખતે, આંતરડીનો કકળાટ ઉદ્ભવે, ડાઘ મટે નહિ, અને આવું નિયાણું કરાય. એ કુટુંબીઓ અનેક પ્રકારના બળાત્કાર કરવામાં કુશળ છે. જ્યારે કુટુંબીઓ જુએ છે કે‘આ આપણો રોક્યો નહિ રહે પણ બાયડીનો બાંધ્યો આપોઆપ રહેશે' એટલે તરત બાયડીનું બંધન બળાત્કારે પણ ગળે વળગાડે છે. બાયડી છોકરાં એ જબરાં બંધન છે, વજની બેડી જેવાં છે એટલે કુટુંબીઓ એ બેડીમાં નાખવા માટે પેલાને પરણાવવા માટે એનો વિવાહ (સગપણ-સંબંધ) કરે છે, પછી પરણાવે છે, ફસાવે છે. ધનગિરિને આ રીતે પરણાવે છે. જ્યાં જ્યાં વિવાહની વાત થાય છે ત્યાં ત્યાં જો કે એ પોતે દીક્ષા લેવાના છે એમ કહી આવે છે તેથી તેવા સંબંધો તૂટે છે પણ એવામાં એક ઘર એવું નીકળે છે કે છોકરી માનતી નથી અને કહે છે કે “કરેલો સંબંધ ન તૂટે, એ દીક્ષા લેશે તો હું પણ દીક્ષા લઇશ.' હવે કયો રસ્તો ? માતાપિતા એ બેનું બંધન તો હતું અને આ ત્રીજાં બંધન થયું. ધનગિરિએ એ સુનંદાને પરણે છે. આગલા બે બંધન તુટી ગયાં એટલે કે માતાપિતા મરી ગયાં પણ બૈરીનું બંધન મોજુદ છે. એ સુનંદાને ગર્ભ રહ્યો છે છતાં મોહનો પરિત્યાગ કરી ધનગિરિજી એ વખતે દીક્ષા અંગીકાર કરે છે. ખરાબ ચીજ પણ સુપાત્રમાં સારી થાય છે. વજસ્વામીજીનું દ્રષ્ટાંત. છેહવે આ તરફ સમય પૂર્ણ થયે સુનંદા પુત્રને જન્મ આપે છે. ત્યાં આવેલા કુટુંબીઓ વાતો કરે છે કે“આના બાપે દીક્ષા લીધી ન હોત તો આજે કેવો ઓચ્છવ કરવામાં આવત ?' સંસારી જીવોને સંસારના જ મહોત્સવો સારા લાગે, તેઓને દીક્ષાજ આડખીલી લાગે છે. જો ધનગિરિ હોત તો આજે ' બમણા બંધનથી બંધાત' એવું બોલવાનો વિચાર આવ્યો ? ક્યાંથી આવે ? સામાન્યતઃ અથવા ગમે તે