________________
૬૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪ ઇરાદે બોલાયુ હોય પણ એમાંથી ધર્મિષ્ઠોને પોતાનું સાધન મળી રહે છે. કુટુંબીઓએ તો ઉત્સવ રોકાઈ ગયાના કારણમાં દીક્ષાને જણાવી હતી, દીક્ષા શબ્દનો ઉપયોગ એ માટે કર્યો હતો, છતાં એ શબ્દપ્રયોગ તરતના જન્મેલા બાળકને તો કલ્યાણકારી નીવડયો. ખરાબ વસ્તુ પણ પાત્ર-સારા પાત્રમાં સારી થઈ જાય છે. ગાયના મોંમાં ગયેલું ઘાસ દૂધ થઈ જાય છે. કુટુંબીઓએ તો દીક્ષાને હલકી પાડવા માટે દીક્ષા શબ્દ વાપર્યો હતો પણ એ શબ્દ વજસ્વામીના મગજમાં રમી રહ્યો. તિરસ્કારમાં, સંસારવૃદ્ધિના કારણમાં વપરાયેલા એ શબ્દને તરતના પ્રસવેલા બાળકે પકડી લીધો. દીક્ષા' શબ્દ સાંભળી એ બાળકને કાંક યાદ આવે છે, પરિણામે જાતિસ્મરણ જ્ઞાનદ્વારા પૂર્વે આરાધેલી દીક્ષાનું સ્મરણ થાય છે. હવે પોતે દીક્ષા કઈ રીતે પામે એવો વિચાર એ બાળક કરે છે. અહીં શંકાકાર પૂછે છે કે શંકા કરે છે કે શાસ્ત્રકારો
જ્યારે ગર્ભથી આઠ વર્ષની ઉંમરે દીક્ષાને યોગ્ય ગણે છે તો આ બાળકને જન્મતાં જ દીક્ષાના પરિણામ થયા શી રીતે ? અને જો એમ જન્મતાં જ દીક્ષાના પરિણામ થઈ શકતા હોય તો ગર્ભષ્ટમ પહેલાં અયોગ્ય' કહીને શાસ્ત્રકારો દીક્ષાનો અંતરાય કરનારા થયા કે નહિ? કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રણ પ્રકારે પાપ બંધાય છે. અનુમોદનાના ત્રણ પ્રકાર છે. (૧) પાપ કરનારાના સહવાસમાં રહેવું. (૨) પાપની પ્રશંસા કરવી, (૩) પાપનો નિષેધ ન કરવો. આ ત્રણ પ્રકારે પાપની અનુમોદના થાય છેઃ તો પાપ નથી કરવું એવી પ્રતિજ્ઞા ન આપે તો એની પ્રતિજ્ઞા કેવી ? નિષેધ કરવા આવ્યો ને ‘ના’ કહીએ તો કરાવ્યું તથા અનુમોઘું થાય.' (શંકાનું સમાધાન) શાસ્ત્રકારે ગભષ્ટિમનો નિયમ શા માટે કર્યો?
શાસ્ત્રકારે ગર્માષ્ટમનો નિયમ શા માટે કર્યો? જન્માંતરના જ્ઞાનને લીધે જ્ઞાન જાગે, વૈરાગ્ય થા તેવા બનાવો ઘણા ઓછા બને છે. જેને ભવાંતરનું જ્ઞાન નથી, તેવાઓ આઠ વર્ષ પહેલાં (ગર્ભષ્ટમમ કે જન્મનવમાં) સર્વવિરતિમાં સમજે જ નહિ. શ્રાવકનો છ વર્ષનો છોકરો પોષહ લેવા આવે તો પોષા ઉશ્ચરાવવો કે નહિ ? જો આઠથી નીચેની વયવાળાને દેશથી કે સર્વથી વિરતિના પરિણામ થાય નહિ તો તેવાને પચ્ચખાણ આપવા કે નહિ ? અત્યારે ઐચ્છિક સંસ્કાર નથી પણ માતાપિતાના સંસ્કારોઈ ધર્મ-પ્રવર્તન છે. જાતિસ્મરણ કે અવધિજ્ઞાન હોય તો તો તેના દ્વારા પહેલાં પરિણામ થાયઃ અન્ય મતમાં જન્મ્યો હોય, સંસ્કાર પણ ત્યાંના હોય એવાને પોતાની ઇચ્છાએ વિરતિના પરિણામ ક્યારે આવે ! શાસ્ત્રકારોનો આ નિયમ ત્યાં લાગુ થાય છે. આઠ વર્ષ પહેલાં એને એ પરિણામ નહિ આવે. એ મતવાળો તમારો ધર્મ સાંભળે અને આદરવા તૈયાર થાય તો એ વાત આઠ વર્ષ પહેલાં કદી નહિ બને. ઐચ્છિક ધર્માચરણ આઠ વર્ષ પહેલાં હોય નહિ.