SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ શ્રી સિદ્ધચક્ર તા. ૨૧-૧૧-૩૪ ગર્વ રાખવો તેના કરતાં ગ્રંથની પ્રમાણિકતાને અંગે જ પ્રમાણિકતા ધારવી તે જ સજ્જનોને ઉચિત છે, અર્થાત્ સાફ દીવા જેવું છે કે ભગવાનના આગમોનો વિચ્છેદ માની જેઓ આચાર્યોના કલ્પિત ગ્રંથોને ભગવાને કહેલા તરીકે જણાવવા જાય તેઓ પંડિત પરિષદમાં તો પોષાય તેમ નથી. તીર્થકરોનું આદિથી સ્વયંસંબુદ્ધપણું. ઉપરની સર્વ હકીકત વિચારતાં સર્વ તીર્થકરો, ગણધરો, શ્રુતકેવળીઓ વિગેરે મહાનુભાવો માત્ર શ્રવણને અંગે (નહિ કે પુસ્તકને અંગે) સમ્યકત્વ પામ્યા, સર્વવિરતિ પામ્યા, સર્વની સ્થિરતા કરી, શુદ્ધિ કરી, એવી જ રીતે આ નયસારને પણ શ્રવણ દ્વારા જ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું અને જીવાજીવાદિક તત્ત્વની જોયઆદિપણે યથાસ્થિત શ્રદ્ધા થઈ, પણ આ સર્વ પ્રાપ્તિ નયસારના આ જન્મથી પ્રવર્તેલા નીતિયુક્તપણાને આભારી છે, અને આ હેતુની મુખ્યતા લઇને ચૈત્યવંદનસૂત્રના વ્યાખ્યાકાર ભગવાન હરિભદ્રસૂરિજી દરેક તીર્થકરોની આઘસમ્યકત્વપ્રાપ્તિમાં પણ સ્વયંસંબુદ્ધપણું જણાવે છે, અર્થાત્ વ્યાખ્યાકાર મહારાજા સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે જો કે તીર્થકર મહારાજાઓને આધસમ્યકત્વનું ઉત્પન્ન થવું ગુરુમહારાજાની દેશના આદિને યોગે જ હોય છે, તો પણ તે દેશનાથી તેઓને સમ્યકત્વ પામવામાં મુખ્યપણે તેમના આત્માઓના સ્વભાવનું જ હોય છે, અને તેથી જ તેઓ આદ્યસમ્યકત્વની પ્રાપ્તિમાં પણ સ્વયંસંબુદ્ધ ગણી શકાય છે. એવી રીતની વ્યાખ્યાકારની હકીકત હૃદયમાં લેતાં નયસારના ભવમાં થયેલી આદ્યસમ્યકત્વની પ્રાપ્તિમાં તેની નીતિમત્તાને મુખ્ય કારણ તરીકે ગણીએ તો તેમાં કોઇપણ પ્રકારે અનુચિતપણું ગણાય નહિ, એટલે કે નયસાર પોતે તલાટી છતાં નીતિમત્તાને અંગે જ ઉનાળામાં એકલો લાકડાં કાપવા ગયો અને તેથી જ તેને સાર્થથી વિખૂટા પડેલા મહાત્માને પ્રતિલાલવાનો અને સાર્થમાં તે મહાત્માઓને મેળવવા માર્ગમાં જતાં જિનપ્રણિત ધર્મની દેશનાનો લાભ મળ્યો. ન્યાયવૃત્તિનો લોકોત્તરમાર્ગ સાથે સંબંધ. આગળના ભાગમાં શ્રુત, લિપિ વિગેરેનો માત્ર પ્રાસંગિક વિચાર જણાવ્યો. ચાલુ અધિકારમાં એટલું જ સમજવાનું છે કે ત્રિલોકનાથ ભગવાન મહાવીર મહારાજના પહેલા નયસારના ભવમાં જે સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે તે શાસ્ત્ર કે ગ્રંથોના વાચનથી થયેલી નથી, પણ સ્વયં મોક્ષમાર્ગને માટે પ્રવર્તેલા અને જગતના જીવમાત્રને તે માર્ગે પ્રવર્તાવવાની ઇચ્છાવાળા મહાપુરુષોના વચનામૃતને સાંભળવાથી જ થયેલી છે, અને તેવી રીતે વચનામૃતનું શ્રવણ નયસારને માર્ગે ચાલતાં મુનિમહારાજના ઉપદેશરૂપે જ થયેલું છે, તો જો તે તલાટીની પદવીના ઠાઠમાં કે બીજા કોઇપણ કારણસર બીજા સામાન્ય મનુષ્યોને પણ જો જોડે લઇ ગયો હોત તો મહાપુરુષોના વચનામૃતનું પાન અને તેથી થતો સમ્યકત્વનો લાભ તે મેળવી શકત જ નહિ. કેમકે સામાન્ય રીતે અધિકાર ઉપર આરૂઢ થયેલો મનુષ્ય તેવું કાર્ય તાબાના માણસને
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy