________________
પર કે શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪ જ ભળાવી દે, અને સાથે રહેલા તાબેદાર મનુષ્યોની પણ ફરજ જ રહે કે પોતાના મુરબ્બી અધિકારીના હુકમથી અગર પોતાની લાગણીથી તેવું કાર્ય અધિકારીને નહિ કરવા દેતાં પોતાને જ કરવું પડે, અને જો તેમ બને તો ઉપર જણાવ્યા પ્રમાણે નયસારનો જીવ મહાપુરુષોના ઉપદેશથી અને સમ્યકત્વથી વંચિત જ રહેત, પણ તે નયસારની ન્યાયવૃત્તિથી અપૂર્વતાએ જ તેણે પોતાને સ્વયં ગ્રીષ્મકાળમાં પોતાને માટે જોઇતાં લાકડાં લેવા માટે જંગલમાં જવાનું થયું, અને તેથી જ મહાપુરુષના ઉપદેશામૃતનું પાન અને તે દ્વારાએ સમ્યકત્વનો લાભ તેઓ મેળવી શક્યા.
આ નયસારની ન્યાયવૃત્તિનું ફળ જોઈને હરકોઇ સમજદાર મનુષ્ય શાસ્ત્રકારોએ ન્યાયસંપન્ન વિભવપણા વિગેરે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો આખા કુટુંબમાં સમ્યકત્વાદિકરૂપી માર્ગની પ્રાપ્તિ થવાના બીજ નાખનાર છે એ કહેલી હકીકત સહેજે સમજી શકશે. જો કે નયસારની પૂર્વે જણાવેલી ન્યાયવૃત્તિનો સીધો સંબંધ લૌકિક માર્ગની સાથે જ છે, પણ લોકોત્તર માર્ગની સાથે એનો સંબંધ નથી, છતાં એ ન્યાયવૃત્તિ લોકોત્તરમાર્ગ પ્રાપ્ત કરાવવામાં નયસારને કેટલી બધી નજીક સંબંધવાળી થઇ છે તે વાચક સહેજે સમજી શકે તેમ છે. ખાનપાનની અધિકતામાં સગૃહસ્થતા.
પૂર્વે જણાવ્યા પ્રમાણે નયસાર જો કે વાયવૃત્તિના ધોરણે કેવળ લાકડાં કાપવા માટે જંગલમાં ગયો છે, તો પણ જેઓ પ્રાચીનકાળની સ્થિતિને જાણે છે તેઓ સહેજે સમજી શકે તેમ છે કે જંગલમાં જનારો કોઇપણ મુસાફર કે કાર્યાથ ખાનપાનનો સંયોગ રાખ્યા સિવાય જંગલમાં જતો નથી, તો પછી જેને જંગલમાં કાષ્ઠનો સમુદાય કાપીને એકઠો કરવો છે, તે મનુષ્ય ઘેરથી ખાનપાનનો સાથે બંદોબસ્ત કરી જાય તેમાં આશ્ચર્ય નથી. વળી નયસાર જે જંગલ તરફ કાષ્ઠ કાપવાને માટે ગયો છે તે જંગલ સામાન્ય બે ગામ વચ્ચેના વન જેવું ન હોતું, પણ એક ભયંકર જંગલના કિનારા ઉપર આવેલું તે જંગલ હતું. અર્થાત્ સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે જે સ્થાને તે લાકડાં કાપવા ગયો છે તે સ્થાન એક ભયંકર જંગલનો જ ભાગ છે અને તેવા જંગલમાં લાકડાં કાપવા જનારા મનુષ્યો પોતાને માટે ખાનપાનની સામગ્રી સાથે રાખે તે વિશેષ સંભવિત છે. આ વસ્તુને વિચારનારા મનુષ્યથી લાકડાં કાપવા ગયેલા મનુષ્ય પાસે ખાનપાન ક્યાંથી હોય ? અને તે મુનિઓને પ્રતિલાભે ક્યાંથી ? એવી શંકાને સ્થાન આપી શકાય જ નહિ. તેમાં પણ નયસાર મધ્યાહ્નકાળ પણ જંગલમાં ગાળનારો હોવાથી ખાનપાનનો બંદોબસ્ત પોતાની સાથે રાખે એ સ્વાભવિક જ છે.
આ સ્થાને એક બીજી વાત પણ યાદ રાખવાની છે કે સદગૃહસ્થો પોતાને ઉદેશીને પણ ખાનપાનનો જે બંદોબસ્ત કરે તે કેવળ પોતાના પેટ પૂરતો તો હોય જ નહિ. જો આજ કાલના કેટલાક પેટ દેખીનો રસોઈ કરનારાની પેઠે તે નયસાર પણ માત્ર પોતાના ખાવા પૂરતું જ જંગલમાં લઈ ગયો હોત તો તે