SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શ્રી સિદ્ધચક્ર તા. ૨૧-૧૧-૩૪ અને કૃષિને લીધે જ જો કર્મભૂમિપણું ગણીએ તો ભરતો અને ઐરાવતોમાં પણ અસિ, મષિ અને કૃષિનો કાળ કેવળ એક કોડાકોડ સાગરોપમનો દરેક અવસર્પિણી, ઉત્સર્પિણીમાં હોઇ તેટલો જ કાળ તે તે ક્ષેત્રનું કર્મભૂમિપણું થશે, અને બાકીના નવ કોડાકોડ સાગરોપમ તે ભરત, ઐરવતોને કર્મભૂમિ કહેવાશે નહિ. આવાજ કોઈ કારણસર ટીકાકાર મહારાજાઓએ કર્મભૂમિ શબ્દની વ્યાખ્યા કરતાં તે અસિ, મષિ અને કૃષિની વ્યાખ્યાને ગૌણ કરી જે ભૂમિમાં સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રધારા એ સમસ્ત કર્મનો ક્ષય કરાવી પરંપદપ્રાપ્તિનો વ્યાપાર થાય તે ક્ષેત્રોને કર્મભૂમિ તરીકે અંત્ય વ્યુત્પત્તિથી જણાવ્યાં છે. પુસ્તક રાખવામાં સંજમપણું. આટલું છતાં ત્રિલોકનાથ તીર્થકરોના આગમોને બ્રાહ્મીલિપિથી પણ લખવાનાં ન હતાં અને તેવી રીતે લખીને પુસ્તકરૂપે તે આગમોને જે કોઈ સાધુ રાખે તેને હંમેશનું પ્રાયશ્ચિત આવતું હતું, પણ આ પ્રાયશ્ચિતનું વિધાન ત્યાં સુધીજ હતું કે જ્યાં સુધી શાસનના ધુરંધર આચાર્યો અને મુનિ મહારાજાઓ તીવ્રતમ ગ્રહણશક્તિ અને ધારણાશક્તિ ધરાવતા હતા, પણ જ્યારે ગ્રહણશક્તિ અને ધારણશક્તિની ખામી થઈ ત્યારે ત્રિલોકનાથ તીર્થકરોના વચનોનો વિચ્છેદ નહિ થવા માટે તેમજ ચારિત્રની પ્રાપ્તિ, સ્થિતિ અને શુદ્ધિનું આલંબન વિચ્છેદ ન થાય માટે તે આગમના પુસ્તકો ધારણ કરવાની મહાપુરુષોને છૂટ મળી.(જુઓ બૃહત્કલ્પ ભાષ્ય) એટલું જ નહિ પણ શ્રીચૂર્ણિકાર મહારાજે શ્રી દશવૈકાલિકની વ્યાખ્યા કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે આગમજ્ઞાનના અવિચ્છેદને માટે અને ચરણકરણની પ્રાપ્તિ વિગેરે માટે રખાતા પુસ્તકો દુષ્યમ કાળને અંગે સંજમરૂપ છે. પુસ્તકના પ્રાચીન-અર્વાચીનપણાને અંગે કરવો જોઈતો વિચાર. - આટલું છતાં વસ્તુસ્થિતિને નહિ સમજનારા કેટલાક અજાણ મનુષ્યો પોતે પ્રથમ પુસ્તક લખવાં શરૂ કર્યા છે અને પોતાના ગ્રંથો પ્રાચીન છે એવું વાસ્તવિક નહિ છતાં પણ ખોટી રીતે સમજાવવા માગે છે તેઓ પોતાના આચાર્યોની પરંપરામાં ગ્રહણધારણાશકિતનું વહેલું દેવાળું આવ્યું એમ આડકતરી રીતે કબુલ કરે છે, કેમકે સર્વ કોઈને એ વાત તો કબુલ જ છે કે જ્યાં સુધી ગ્રહણધારણાશક્તિની તીવ્રતા રહી ત્યાં સુધી શ્રુતિ, સ્મૃતિ, આગમો કે દિગંબરોના હિસાબે શાસ્ત્રો લખવાની જરૂર કોઈને પણ પડી ન હતી, કિન્તુ જેમ જેમ ગ્રહણધારણશક્તિની મંદતા થતી ગઈ તેમ તેમ શ્રુતિ, સ્મૃતિ, આગમો કે દિગંબરોના હિસાબે શાસ્ત્રો લખવાની ફરજ પડી એટલે સાચી અગર ખોટી જેમ દુનિયાની કહેવત છે કે “જેને ઘેર વહેલું ખૂટ્યું તે વહેલો ગુજરાતમાં આવ્યો' તેવી રીતે જે સમુદાયમાં ગ્રહણધારણાશક્તિની ખામી પહેલી શરૂ થઈ તેણે પહેલું લખવા માંડ્યું. અર્થાત્ પહેલાં થયેલાં લખાણ ઉપરથી પ્રમાણિક્તાનો
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy