________________
જો કે કેટલાક અમુક આચાર્યો, અમુક દિવસે, અમુક ગ્રંથનો ઉદ્ધાર કર્યો તેથી તે દિવસ શ્રુતપંચમી તરીકે માનવો એમ કહે છે, પણ તેઓ જૈનસંઘના વાસ્તવિક પર્વોનું અનુકરણ કરતાં જ્ઞાનપંચમીનું અનુકરણ કરવા ગયા, પણ તેમાં મયૂરનૃત્ય જેવું જ અનુકરણ થયું, કેમકે એટલું તો ચોક્કસ થાય કે તેઓને જ્ઞાનની આરાધનામય પર્વ તરીકે જ્ઞાનપંચમી આરાધવાની નથી. ગણધર મહારાજ સરખાની કરેલી દ્વાદશાંગીને અંગે કોઇ તિથિ આરાધવી નથી, એટલે એમ નક્કી થાય કે તેઓ મૂળ શાસનથી જુદા પડયા અને તેમના મતની જડ તરીકે જે ગ્રંથ જે આચાર્યો કર્યો તેજ ગ્રંથને તેજ આચાર્યને અંગે પર્વ તરીકે આરાધવાની ફરજ પડી, અર્થાત્ એવી કૃત્રિમ પર્વઆરાધના જ તેઓનું કૃત્રિમપણું જણાવવા માટે બસ છે. વળી કાર્તિક શુકલ પંચમીનો દિવસ વર્તમાન લખેલા શાસ્ત્રના જમાનાને વધારે અનુકૂળ થઈ શકે છે, કેમ કે દિવાળી પછીનો વખત વરસાદ વગરનો અને શુદ્ધ તાપયુક્ત હોઈ પુસ્તકપરિવર્તન માટે ઘણો જ ઉપયોગી છે. જ્ઞાનવંતોની આરાધનાનું સ્થાન.
આ જ્ઞાનપંચમીનું આરાધન કરનારે શ્રુતજ્ઞાનની મુખ્યતાપૂર્વક સર્વ જ્ઞાનોની ભક્તિ સેવા દ્વારા આરાધના કરવાની જેવી જરૂર છે તેવીજ જરૂર જ્ઞાનવંતોની આરાધના માટે છે, કેમકે જ્ઞાની, જ્ઞાન, કે જ્ઞાનસાધન ત્રણેના પ્રષ, નિતવ, માત્સર્ય, અંતરાય અને અતિઆશાતના જો વર્જાય નહિ તો આત્મા જ્ઞાનાવરણીય કર્મને બાંધે ને નિકાચિત પણ કરે, માટે આ પર્વની તપ, જપ, પૂજા, ભક્તિથી આરાધના કરનારે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો તરફ ઘણું જ લક્ષ આપવાની જરૂર છે. જેમ કોઈ મનુષ્ય નમો અરિહંતાણંનો જાપ બારે માસ, ત્રીસ દિવસ અને ચોવીસે કલાક કરે અને મહાભાગ્યના યોગે ખુ અરિહંતપણાવાળા ત્રિલોકનાથ તીર્થકરનો યોગ મળ્યો હોય છતાં તે ત્રિલોકનાથ તીર્થકરની અવજ્ઞા કરે તો તે જાપના શુભ ફળ કરતાં અવજ્ઞાનું અશુભ ફળ ઘણું જ તીવ્ર મળે છે અને તેથી તેનાં કટુક ફળ ભોગવવાં પડે છે તેવી રીતે વર્તમાનમાં પણ કોઈ મનુષ્ય માત્ર જ્ઞાન કે જ્ઞાનના સાધનોની ભક્તિ, સેવાથી પોતાના આત્માને વાસિત કરે છતાં પણ જો તે જ્ઞાનીના ભક્તિ, સત્કારથી વંચિત રહી તેમની આશાતના કરનાર થાય તો તેમાં પણ અશુભ ફળની તીવ્રતાને સ્થાન મળે, માટે હરેક ધર્માર્થીઓએ જ્ઞાનની આરાધનાધારા એ જ્ઞાન મેળવવા માટે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોની ભક્તિ માટે તત્પર થવું તે તત્ત્વાર્થ આદિના જણાવેલા આશ્રવકારણોને સમજનાર માટે નવું નથી. જ્ઞાની અને જ્ઞાનનું જેમ ભક્તિ, સત્કાર આદિ દ્વારાએ આરાધન કરવું જરૂરી છે તેવી જ રીતે જ્ઞાનના સાધનરૂપ પુસ્તકોનું લખાવવું, રક્ષણ કરવું, પ્રસાર કરવો, તે પણ જ્ઞાનઆરાધનાની ધગશવાળાને માટે જરૂરી છે.
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રિ.પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.