________________
४८
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪ ત્રિલોકનાથ તીર્થકરોની નમનીયતામાં કારણ હોય તો તે શ્રુતજ્ઞાન જાતિ, જરા, મરણ, રોગ, શોકને નાશ કરનાર કોઈપણ જ્ઞાન હોય તો તે શ્રુતજ્ઞાન.
મોક્ષની નીસરણી તરીકે પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સફળ કરાવી અવ્યાબાધ, અનંત, શાશ્વત સુખ આપનાર એ શ્રુતજ્ઞાન.
કેવળજ્ઞાનરૂપી આત્માના સ્વાભાવિક જ્ઞાનને પ્રાપ્ત કરાવી આપનાર હોય તો તે શ્રુતજ્ઞાન.
સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રની પ્રાપ્તિ અને તેની શુદ્ધિને કરાવનાર જો કોઇપણ જ્ઞાન હોય તો તે શ્રુતજ્ઞાન.
શાસનની સર્વદા પ્રવૃત્તિરૂપી સૌધનો કોઇપણ સ્તંભ હોય તો પણ તે શ્રુતજ્ઞાન. ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગની વિધિઓ જેને માટે પ્રવર્તે છે તે શ્રુતજ્ઞાન.
પ્રમાદનો પરિહાર કરીને ચારિત્રરૂપી ચિંતામણિની આરાધના માટે ઉત્સાહિત કરનાર એ શ્રુતજ્ઞાન.
મોક્ષના અવ્યાબાધ સુખોને પ્રાપ્ત કરાવનાર ચારિત્રની કોઈપણ જડ હોય તો તે શ્રુતજ્ઞાન.
આવા શ્રુતજ્ઞાનને આરાધના કરવાનો ત્રિલોકનાયકે નિયમિત કરેલો દિવસ તે જ શ્રુતપંચમી, જ્ઞાનપંચમી કે સૌભાગ્યપંચમી. કાર્તિક શુક્લ પંચમીએ જ્ઞાનપંચમી હોવાનું કારણ.
જૈન જનતાને એ વાત તો સ્પષ્ટપણે માલુમ છે કે કોઈપણ ધર્મની આરાધનામાં સદ્ગુરુસમાગમની પ્રથમ આવશ્યકતા છે, અને કાર્તિક શુક્લ પૂર્ણિમાથી ભાદ્રસુદિ પંચમી સુધીની મુદત સદ્ગુરુ મહારાજના સમાગમને માટે તીર્થકર અને પૂર્વધર મહારાજના વખતમાં પણ અનિયમિત હતી, અને તેથી તે વખત દરમ્યાન ભવ્યોને જ્ઞાનનો મહિમા જાણવામાં આવવો, તેની આરાધના માટે નિયમિત દિવસની પહેલાંથી જાણ થવી અને આરાધનાના માટે તૈયાર થઈ તે દિવસની આરાધના કરવી, એ બધું સદ્ગુરુ સમાગમના પ્રભાવ હોવાથી જ્ઞાનઆરાધનનું પર્વ તે અનિયમિત દિવસોમાં રાખવું યથાર્થ થાય નહિ.
આ જ્ઞાનપંચમીનો મહિમા સર્વ તીર્થમાં પ્રવર્તવાનો લાયકનો હોઈ ચોવીસ તીર્થકરોમાંથી કોઇના પણ જ્ઞાનઉત્પત્તિનો દિવસ લીધો નહિ, કોઈપણ ગણધર મહારાજાની દ્વાદશાંગી રચનાનો દિવસ લીધો નહિ, કોઇપણ શ્રુતકેવળી મહારાજાઓએ કરેલા શાસ્ત્રોદ્ધારનો દિવસ લીધો નહિ, કોઈપણ અંત્ય દશપૂર્વીએ કરેલા આગમસંક્ષેપનો દિવસ લીધો નહિ. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજી વિગેરેએ સિદ્ધાંત પુસ્તકારૂઢ કર્યા તેની આદિનો કે અંતનો દિવસ લીધો નહિ, તેનું કારણ સ્પષ્ટ સમજાશે કે આ જ્ઞાનપંચમીને દિવસે વર્તમાનમાં શ્રુતજ્ઞાનની મુખ્યતાપૂર્વક પાંચ જ્ઞાનની આરાધના અને ઇતરકાળમાં સમગ્ર રીતિએ પાંચ પ્રકારના જ્ઞાનની આરાધના થઈ શકે.