SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , , , , , , , , ४७ શ્રી સિદ્ધચક્ર તા. ૭-૧૧-૩૪ (ટાઇટલ પા. ચોથાનું અનુસંધાન) જન્મ, જરા, મરણ, રોગ, શોક આદિ વ્યાધિ, ઉપાધિ, સંયોગ અને વિયોગના વમળોમાં અનંત વ્યથા આ આત્મા અનુભવી રહ્યો છે એમ સમજાવનાર જો કોઈપણ હોય તો તે જ્ઞાન જ. જડ અને ચેતનનો વિભાગ સમજાવી આ આત્મા જડદ્વારા એ સાહેબી માને છે એવું સમજાવી આત્માને સ્વસ્વરૂપમાં લાવી સ્થિર કરનારા જો કોઇપણ હોય તો તે જ્ઞાન જ. આત્માના એકએક પ્રદેશ ઉપર કર્મરાજાએ જ્ઞાનાવરણીય આદિકપણે પરિણાવેલા અનંત પુદ્ગલોની ચોકી રાખી આત્માનો વિકાસ અટકાવ્યો છે એવું સમજાવનાર કોઇપણ હોય તો તે જ્ઞાન. આત્માને જ્યાં સુધી કૈવલ્ય પ્રગટ ન થાય ત્યાં સુધી મળેલું જ્ઞાન એ ચક્રવર્તીની ઋદ્ધિની આગળ એક બદામના હિસાબ કરતાં પણ ઓછું છે એવું સમજાવનાર પણ જ્ઞાન જ છે. શુદ્ધ અને અશુદ્ધ દેવ, ગુરુ તથા ધર્મનું સ્વરૂપ સમજાવી રાગી, દ્વેષી દેવોનો સારંભ, સપરિગ્રહી ગુરુનો અને આત્માને દુર્ગતિથી આરંભ, પરિગ્રહમય હોવાને લીધે નહિ બચાવનાર એવા ધર્મનો ત્યાગ કરાવી સર્વજ્ઞ વીતરાગ એવા દેવ નિરારંભ, નિષ્પરિગ્રહ ગુરુ અને દુર્ગતિથી બચાવી મોક્ષ સુધીની સદ્ગતિને પ્રાપ્ત કરાવનાર જો કોઈ હોય તો તે જ્ઞાન જ. ત્રિલોકનાથ તીર્થકર અનેક ભવોમાં ઉત્તમ વાસનાએ વાસિત થયેલા છતાં તીર્થકર નામગોત્ર પાછલા ત્રીજા ભવે જે બાંધે છે તેમાં મુખ્ય પ્રયોજન ભવ્યોને દેવાલાયક હોય તો તે જ્ઞાન. શાસન સામ્રાજ્યમાં શ્રુતજ્ઞાનનું અદ્વિતીય સ્થાન. સર્વજ્ઞ કેવલી મહારાજ કરતાં પણ છવસ્થ એવા ગણધર મહારાજાઓને જે અગ્રપદ મળે છે તેનું કારણ ફક્ત શ્રુતજ્ઞાનની ઉત્પતિ. પાંચ જ્ઞાનોમાં પોતાનું સ્વરૂપ પ્રગટ કરવાવાળું કોઈપણ જો જ્ઞાન હોય તો તે માત્ર શ્રુતજ્ઞાન જ કેવળજ્ઞાન કરતાં પણ જો કોઈ મહર્થિકપદને પામી શકવાને લાયક હોય તો તે માત્ર શ્રુતજ્ઞાન. બીજાના ઉપદેશથી જો કોઇપણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી હોય તો તે માત્ર શ્રુતજ્ઞાન જ છે. તીર્થકર મહારાજા અને ઇંદ્રાદિ દેવો પણ જો કોઇની ઉપર સુંગધી ચૂર્ણની મુષ્ટિ નાખતા હોય તો તે પ્રભાવ માત્ર શ્રુતજ્ઞાનનો જ છે. લિખિત આગમોની આરાધના જો કે ભગવાન દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજીએ પુરાવા તરીકે લખાયેલાં પુસ્તકને જ ગણવા માટે સિદ્ધાંત પુસ્તકારૂઢ કર્યા ત્યારથી થયેલી હોય, પણ શબ્દદ્વારા થતા વાશ્યપદાર્થોના જ્ઞાનરૂપી શ્રુતજ્ઞાન તો સર્વદા આરાધ્ય છે. પ્રતિદિન કરાતા આવશ્યકમાં જો કોઇપણ જ્ઞાનની વૃદ્ધિ શ્રુતસ્તવદ્વારાયે કરાતી હોય તો તે માત્ર શ્રુતજ્ઞાન જ છે.
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy