________________
• • • • • •
૪૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪ ચંદ્ર વર્ષની અપેક્ષાએ યુગના ત્રીજા અને પાંચમા વર્ષમાં મહિનો અધિક હોવાથી તે તેર ચંદ્ર માસના વર્ષને જ અભિવર્ધિત વર્ષ કહેવાતું હતું, અને તે દરેક યુગના દરેક ત્રીજા, પાંચમા વર્ષે માસની વૃદ્ધિ હોવાથી તે અવસ્થાનકાળના પચાસ દિવસમાંથી મહિનો ઓછો કરવો પડતો હતો અને તેથી દરેક યુગના દરેક ત્રીજે, પાંચમે વર્ષે અષાઢ ચાતુર્માસીથી માત્ર વીસ દિવસ જ જાય એટલે પૂર્વધરોના વખતમાં અવસ્થાન રૂપી પર્યુષણ નિયમિત કરી દેવી પડતી હતી, કેમકે અવસ્થાનરૂપી પર્યુષણાના નિયમનો આધાર કોઈ નિયમિત તિથિ ઉપર એકલો રાખેલો ન હતો, પણ તેનો આધાર તિથિઓ કરતાં વરસાદના આવવા ઉપર રાખેલો હોઈ અભિવર્ધિત વર્ષમાં પોષ અને અષાઢ વધેલા હોઈ તેટલો વખત અધિક થવાથી વરસાદના આંતરાના વખતનો એક માસનો વધારો અષાઢી ચતુર્માસી પહેલાં જ ચાલ્યો ગયો અને તેથીજ અષાઢી ચતુર્માસી પછી વીસ દિવસે જ વરસાદના પ્રાબલ્યનો વખત આવે અને તેથી શ્રાવણ સુદ પાંચમે વીસ દિવસ થતાં અવસ્થાનરૂપ પર્યુષણનું નિયમિતપણે કરવું પડે તે તો સ્વાભાવિક જ છે.
આ સ્થળે અધિક માસની ચર્ચા કોઇપણ ગચ્છાંતરના આક્ષેપને માટે નહિ પણ વસ્તુ વ્યવસ્થાની સમજણને માટે કરવી જરૂરી હોઈ તેનો વિચાર કરીએ - વીસ દિવસ સહિત મહિનો ગયા પછી સાંવત્સરિક પર્વ.
ઉપર જણાવ્યા પ્રમાણે દરેક યુગના ત્રીજા અને પાંચમા વર્ષે અભિવર્ધિત વર્ષો એટલે અધિક માસવાળાંજ વર્ષો આવતાં હતાં. અંત્ય પૂર્વધર શ્રીમાન્ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજીએ વીરમહારાજ પછી નવસે ને એંસી વર્ષે સિદ્ધાંતને પુસ્તકારૂઢ કર્યું અને તેમ કરતાં શ્રીકલ્પસૂત્રને પણ પુસ્તકારૂઢ કરતાં જે નવસે એંસી વર્ષ જણાવ્યાં છે તેને હિસાબે તે પુસ્તકારૂઢનું વર્ષ અભિવર્ધિત હોવું જોઈએ અને મહાવીર મહારાજના નિર્વણનું વર્ષ બીજો ચંદ્રસંવત્સર હોઈ તે પુસ્તકારૂઢનો સંવત્સર પહેલા અભિવર્ધિતનો હોવાથી તે વર્ષે અષાઢ ચાતુર્માસી પછી વીસ દિવસે જ અવસ્થાનરૂપી પર્યુષણા થયેલી હોવી જોઈએ. (યાદ રાખવાની જરૂર છે કે યુગની સમાપ્તિ અષાઢ સુદ પુનમે થાય છે તેમજ આરાની સમાપ્તિ પણ આષાઢ સુદિ પુનમે જ થાય છે એ ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ વખતે ચોથો આરો ત્રણ વર્ષ ને સાડી આઠ મહિના જ બાકી રહેલો હતો. જો યુગનું બીજાં ચંદ્રવર્ષ પૂર્ણ થઈને ત્રીજું અભિવર્ધિત નામનું વર્ષ તે વર્ષની અષાઢ પુર્ણિમા પછી બેઠું હોય તો નવસે એંસીમાંથી ત્રણ વર્ષ બાદ કરતાં પુસ્તકારૂઢનો સમય પાંચમા આરાના નવસે સિત્તોતેરમા વર્ષનો હોય અને તેથી તે વર્ષે એટલે પાંચમા આરાના નવસે સિત્તોતેરમા વર્ષે અને વીરમહારાજના નિર્વાણના નવસે એસીમા વર્ષે અભિવર્ધિત હોય અને તે પાંચમા આરાની અપેક્ષાએ યુગનો મધ્ય ભાગ હોઈ તે વર્ષમાં પોષ માસ બે હોવા જ જોઇએ.
(અપૂર્ણ)