________________
૪૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪
પરમ પવિત્ર પર્યુષણ પર્વની વ્યવસ્થા અને તેનાં પવિત્ર કાર્યો.
(ગતાંકથી ચાલુ) પૂર્વધરના કાળમાં જૈનશાસ્ત્રો કે અન્ય શાસ્ત્રો અધિક માસ કયા ગણતા?
જો કે પૂર્વધરોના કાળમાં જૈનમતવાળા અને બીજા લોકો પણ ફક્ત પોષ અને અષાઢ માસનીજ વૃદ્ધિ માનતા હતા એમ જૈનના સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રો અને અન્યમતના કૌટિલ્ય આદિ શાસ્ત્રોથી સિદ્ધ થાય છે. અન્યમતમાં પણ તે વખતે પોષ અને અષાઢ સિવાયના અન્ય કોઇપણ માસની વૃદ્ધિ થતી નહિ હોય એમ સ્પષ્ટ જણાય છે, કારણ કે કૌટિલ્ય નામના નીતિશાસ્ત્રમાં પોતે નિરૂપિત કરેલા અધિકારોમાં
જ્યાં જ્યાં મતાંતરો હતાં ત્યાં ત્યાં મતાંતરોનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે છતાં પોષ અને અષાઢની વૃદ્ધિ માટે કોઇપણ મતાંતર નહિ હોવા જણાવ્યું નથી તેમજ અન્ય માસની વૃદ્ધિ માટે પણ મતાંતર જણાવ્યું નથી. એ ઉપરથી એવો નિર્ણય કરવામાં કારણ મળે છે કે પૂર્વધરોના વખત સુધી પોષ અને અષાઢ સિવાય અન્ય માસની વૃદ્ધિ માનનારો કોઇપણ વર્ગ ન હતો, પણ સર્વજનતા પોષ અને અષાઢની જ વૃદ્ધિ માનતી હતી અને તેમાં પણ જૈન અને જૈનેતર સર્વજનતા દરેક ત્રીસ મહિને એક મહિનો વધારી યુગના મધ્યમાં ત્રીસમો પોષ મહિનો અને તે પછી ત્રીસમો એટલે યુગના અંતરૂપી અષાઢ એ જે સાઠમો મહિનો તેને જ વધારતી હતી એટલે ત્રીજ અને પાંચમે વર્ષે જ મહિનાની અધિકતા નિયમિત રહેતી હતી વર્તમાનમાં ચૈત્રાદિક મહિનાની અધિકતા આવવા છતાં પણ માસવૃદ્ધિ તો ત્રીજે અને પાંચમે વર્ષે જ હોય છે એટલે ત્રીજે અને પાંચમે વર્ષે અધિક મહિનો આવવામાં ફેર પડતો નથી તોપણ અન્ય અન્ય મહિના ચૈત્રાદિક અધિક આવે છે, પણ પૂર્વધરોના વખતે તો નિયમિતપણે યુગના મધ્યમાં પોષ અને અંતમાં અષાઢ જ વધતા હતા, અને તેથી શાસ્ત્રોમાં યુગના ત્રીજા અને પાંચમા વર્ષને જ અભિવર્ધિત એટલે અધિકમાસવાળા વર્ષ તરીકે જ ગણતા હતા અને તેથી યુગના પહેલા, બીજા ને ચોથા વર્ષને ચંદ્ર વર્ષ તરીકે ગણી બાર ચંદ્ર માસોનું વર્ષ પૂરું કરતા હતા, અને અભિવર્ધિત વર્ષમાં માસની વૃદ્ધિ હોવાથી તેર ચંદ્ર માસે વર્ષ પૂરું કરતા હતા અને તે તેર ચંદ્ર માસે વર્ષ પૂરું થતું હોવાથી તે ત્રીજા અને પાંચમા વર્ષને અભિવર્ધિત વર્ષ તરીકે જણાવતા હતા. જો કે અભિવર્ધિત વર્ષને બારે ભાગી તેના બારમા ભાગને એટલે અધિક એવા એકત્રીસ દિવસને અભિવર્ધિત માસ તરીકે ગણતા હતા, પણ માત્ર તે ઉપચારથી જ ગણત્રી હતી, કારણ કે પાક્ષિક વિગેરે અનુષ્ઠાનો તે અભિવર્ધિતના બારમા ભાગની અપેક્ષાએ થતાં ન હતા પણ તિથિના અને સૂર્યના આધાર ઉપર જ થતાં હતાં અને તેથી જ તેર ચંદ્ર માસનું વર્ષ ગણી, તે ત્રીજા અને પાંચમા વર્ષને અભિવર્ધિત વર્ષ કહી શકતા હતા. અભિવર્ધિત માસની અપેક્ષાએ તો બાર અભિવર્ધિત માસ થવાથી જ તેમાં મહિનાની વૃદ્ધિ બને જ નહિ અને તેથી તેને અભિવર્ધિત કહેવાય નહિ, પણ ચંદ્ર માસની અપેક્ષાએ તેર માસવાળું અભિવર્ધિત વર્ષ હોવાથી ચંદ્ર માસના બાર મહિનાવાળા