________________
૪૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪
.
.
.
.
.
. .
.
.
.
.
.
.
. .
કર્તવ્ય હોવાથી જગતમાં ઉત્તમ ગણાતા એવા દેવો તે ભક્તિમાન પુરુષોની ઉપર અત્યંત ખુશ થાય છે અને આત્મીય ગુણોને અર્પણ કરવાની તાકાત પોતાનામાં નહિ હોવાથી ઈષ્ટસંયોગો ઉત્પન્ન કરવાને જરૂર તૈયાર થાય છે, અને તેવો ચમત્કાર અત્રે મહાસતી શ્રીમયણાસુંદરીને અંગે બને છે ને તે એજ જે ભગવાન ઋષભદેવજીની સ્તુતિ કરવામાં આવી છે તે ભગવાન ઋષભદેવજીના કરકમળમાં રહેલું બિજોરું અને કંઠસ્થાનમાં રહેલી શ્રેષ્ઠ પુષ્પની માળા ઉછળીને મહાસતી શ્રીમયણાસુંદરી અને ભાગ્યવાન શ્રીશ્રીપાલ મહારાજની પાસે આવીને સકળજન સમક્ષ પડ્યાં.
આ પ્રસંગે તે બિજોરા અને માળાની કંઈ કિંમત ગણાય નહિ, પણ અચેતન એવી મૂર્તિના ગળામાં રહેલી માળા ઉછળીને દૂર રહી સ્તુતિ કરનારી મયણાસુંદરી પાસે આવી પડે અને ગભારામાં રહેલી મૂર્તિના હાથમાં રહેલું બિરું ગભારાની બહાર સ્તુતિમાં જોડાયેલા મહાપુરુષ શ્રીપાલની પાસે આવી પડે એ અધિષ્ઠાયકનો કરેલો પ્રસાદજ ખરેખર ચમત્કારને કરનાર છે, પણ ઉત્કટ વિપત્તિના વમળમાં ગુંચાયેલી મયણાસુંદરી જેમ આર્તધ્યાનની ધગધગતી ધમણમાં ધકેલાઈ ન હતી, તેવીજ રીતે અહીં અધિષ્ઠાયકના અદ્વિતીય પ્રસાદઅર્પણના સાક્ષાત્કારમાં પણ તે મહાસતી વિચારવમળમાં સંડોવાઈ નહિ, પણ તત્કાળ ભવોદધિતારક, પરમ નિગ્રંથ, સમતાસિંધુ, સાધુસમુદાયના અધિપતિ મુનિચંદ્રસૂરિ પાસે ગુરુવંદનના હર્ષથી ભરાયેલી એવી મહાસતી મયણાસુંદરી પોતાના ભર્તારને લઈને જાય છે અને વિધિપૂર્વક ભક્તિથી તે મુનિચંદ્રસૂરિ મહારાજના ચરણકમળને નમસ્કાર કરે છે.
માનવંતા ગ્રાહકો પ્રત્યે. આ ચાલુ અંકથી વી. પી. કરવાં શરૂ કર્યા છે. જે ગ્રાહકોને આ અંક વી. પી. થી ન મળ્યો હોય તેમને આવતો અંક જરૂર વી. પી. થી મોકલવામાં આવશે જે સ્વીકારવા વિનંતિ છે. મુંબઇના ગ્રાહકોએ આ પત્રની ઓફિસમાં લવાજમ તુરત ભરી જવું, જેથી વી. પી. ખર્ચ બચી શકશે. પૂજ્ય મુનિમહારાજાઓને આ અંક પછીના અંકો ભેટ મોકલવા બંધ થશે, માટે જેઓએ ગ્રાહક તરીકે મંગાવવા ઇચ્છા હોય તેઓએ તુરત લખી જણાવવું. જે કોઇને ગ્રાહક તરીકે રહેવાની ઈચ્છા ન હોય તેમણે પત્ર લખી સમિતિને આ અંક મળતાં તુરત ખબર આપવી. જેથી નાહક વી. પી. ખર્ચમાં ઉતરવું ન પડે. નવા ગ્રાહક થનારાઓએ પોતાનાં નામો મોકલી આપવાં, જેથી તે પ્રમાણ વધુ કોપીઓ કઢાવી શકાય, કારણ કે ગ્રાહક જેટલીજ નકલો છપાવાય છે, માટે પાછળથી પસ્તાવું ન પડે, તેથી નોંધ લેવા વિનંતિ છે. બારમાસનું લવાજમ ફક્ત રૂપિયા છે.
લી. ભૂલેશ્વર, લાલબાગ, મુંબઈ. Jશ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ,