SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ શ્રી સિદ્ધચક્ર તા. ૭-૧૧-૩૪ कासुजलसंजमसीललील, लीलाइ विहिअमोहावहील ॥ १७६ ॥ हीलापरजंतुसु अकयसाव, सावयजणजणिअआणंदभाव । भावलयअलंकिय रिसहनाह, नाहत्तणु करि हरि दुक्खदाह ॥ १७७॥ इअ रिसहजिणेसर भुवणदिणेसर, तिजयविजयसिरिपालपहो । मयगाहिअ सामिअ सिवगइगामिअ, मणह मणोरह पूरिमहो ॥ १७८॥ જેના ચરણકમળમાં ભક્તિપૂર્વક ઇંદ્રના સમુદાયે નમસ્કાર કરેલો છે, જેઓ અઢાર કોડાકોડી સાગરોપમ એજ્ઞાનમય અંધારાને દૂર કરનાર હોઈ પ્રથમ જિનેશ્વર છે, જેઓએ સંપૂર્ણ અને ચંદ્ર જેવી ઉજ્જવળ કીર્તિના સમુદાયે જગતને ભરી દીધું છે, જેઓએ પોતાની સત્તામાત્રથી આત્માને સ્વસ્વરૂપથી ચલિત કરી દેનાર કામ, ક્રોધાદિ અંતરંગ શત્રુઓને દૂર કરવામાં જ શૌર્ય ફોરવ્યું છે, જેઓએ અજ્ઞાન અંધકારનાં પડલોનો નાશ કરવામાં અંતરંગ સૂર્યની સ્થિતિ પ્રાપ્તિ કરી છે, જેમની દેવતા, વિદ્યાધરો અને અસુરોએ સેવા કરી છે, જેમના ચરણકમળમાં માનના શિખર ઉપર ચઢેલા રાજાઓ પણ પોતાના અભિમાનને છોડીને સેવા માટે આવેલા છે અને જેઓએ વસ્તુના સત્ય સ્વરૂપને પ્રગટ કરવા દ્વારા એ જગતના જીવો ઉપર પ્રસન્નતા વરસાવી છે, જેઓ આદરપૂર્વક અનુભવાતા સમતારસને જન્મ આપનાર શાસ્ત્રરૂપી અમૃતના સ્થાનભૂત છે, જેમના ગુણનો વિકાસ બૃહસ્પતિની વાણીના જ વિકાસમાં આવી શકે છે, ઉજ્જવળ સંયમ અને શીલરૂપી લીલાઓને જેઓ ધારણ કરનારા છે, જેઓએ લીલામાત્રથી મોહમહીધરનો નાશ કર્યો છે, નિંદા કરવાવાળા જીવો ઉપર જેમણે શાપ વરસાવ્યો નથી, જેમના અમૃતમય વચનોને સાંભળનારા લોકો સર્વદા આનંદિત અવસ્થામાં જ મગ્ન રહે છે, જેઓ નિષ્કલંક અધ્યવસાયે અલંકૃત છે એવા ભગવાન ઋષભદેવજી મારા આત્માને નહિ પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ રત્નોની પ્રાપ્તિ અને પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ રત્નોનું રક્ષણ કરવારૂપ નાથપણું કરીને દુઃખદાવાનળને હરનારા બનો. હે ઋષભજિનેશ્વર, હે જગતના સૂર્ય, હે ત્રિજગતની વિજયલક્ષ્મીને પાલન કરનાર પ્રભો, શિવગતિને પામેલા હે સ્વામી હું જે મયણા તેના શિવપદ પ્રાપ્તિરૂપી મનના મનોરથોને પૂરનારા થાઓ. આ પ્રમાણે કરાયેલી સ્તુતિના ભાવાર્થમાં ઉતરનારા ઉત્તમ પુરુષો સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે આપત્તિના ઊંડા ખાડામાં ખડકાયેલી મયણા તે આપત્તિના ખાડાની દરકાર કરતી નથી, પણ એવા કેવળ આત્મસ્વરૂપના અવ્યાબાધ મનોરથોમાં મહાલી રહેલી છે. જો કે ભક્તિમાન જીવો દેવ, ગુરુ કે ધર્મની આરાધનામાં મળતા અપૂર્વ લાભને સમજનારા હોઈ કચરા જેવા અને સર્વથા છાંડવાલાયક એવા પદ્ગલિક ભાવોમાં પરાયણ થતા નથી, પણ ગુણવાન જીવોની સર્વ પ્રકારે ભક્તિ કરવી તે ઉત્તમ પુરુષોનું
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy