________________
૪૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪ જીવોના હિતને માટે જ પ્રકાશાયેલો એવો ઉત્તમોત્તમ જૈનધર્મ તે પ્રજાજનની દૃષ્ટિમાં અધ અને અનર્થકારક તરીકે આવે ત્યારે તે પ્રજાજન ઉપર મહાસતી શ્રીમયણાસુંદરી જો કર્મવાદન અવિચળ સિદ્ધાંતને અવલંબવામાં જરા પણ ઢીલી થાય તો વેષ આવવામાં બાકી રહે નહિ અને તેથી રાજા અને પ્રજાજને આશ્રીને તે શ્રી મયણાસુંદરીને રૌદ્રધ્યાન પુરવાનો વખત આ પણ સતી શિરોમણિ શ્રી મયણાસુંદરીને તો આવા વિકટતમ પ્રસંગના અનુભવમાં પણ આર્તધ્યાનને અંશ પણ આવ્યો નથી અને તેથી જ તેવા વિકટ પ્રસંગે પણ ધર્મધ્યાનરૂપી કલ્પવૃક્ષની છાયામાંર્થ તેનો આત્મા બહાર નીકળ્યો નહિ અને તેથી તેવા પ્રસંગે પણ ત્રિલોકનાથ તીર્થકરના દર્શન અને પૂજ્યપાદ ગુરુ મહારાજના વંદનની જ તેણે પ્રવૃત્તિ કરી અને પોતાના મુરબ્બી એવા શ્રીપાલ મહારાજને પણ તેજ કાર્યમાં જોડયા. મનુષ્ય ઘણી વખત આપત્તિમાં અટવાયેલો અને મોહમ મુંઝાયેલો હોય છતાં પણ વ્યવહારિક નિત્ય પ્રવૃત્તિને વળગી રહે એ જેમ કેટલાક ધર્મપ્રવૃત્ત પુરુષોને બને છે તેમ કેવળ વ્યવહાર પ્રવૃત્તિદ્વારા એ જ આ મહાસતી શ્રીમયણાસુંદરીનું દેવદર્શન કે ગુરુવંદન નથી, પણ જગતમાં ગણાતી અશુભ દશાઓના કારણ તરીકે જો કોઇપણ હોય તો તે બીજું કોઈ જ નહિ પણ કેવળ પાપ જ છે અને તેવા પાપનો નાશ કરવામાં પહેલું પગથીયું તો એ જ છે કે તે પાપના ઉદયે આવેલાં દુઃખોને નિર્જરાનું સાધન માની સમતાભાવે સહન કરવો જોઈએ અને જગતમાં રોગથી ઘેરાયેલો પુરુષ રોગના નાશને માટે વૈદ્ય અને ઔષધને જેવી હિતબુદ્ધિથી ગ્રહણ કરે તેવી રીતે ભવિષ્યમાં દુઃખ દેનારાં પાપકર્મો બંધાય નહિ અને પહેલાંના બંધાયાં હોય તે પાપરોગનો નાશ કરે એવું પાપનું ઔષધ આ દેવદર્શન અને ગુરુચરણકમળનું વંદન છે, એમ આ મયણાસુંદરીને રોમેરોમ વ્યાપેલું હોઈ તે દેવદર્શન અને ગુરુવંદનની ક્રિયા કરતાં રોમેરોમે આનંદિત થયેલી છે. દેવદર્શન પાપનું ઔષધ છે એમ ધારનારી આનંદના અપૂર્વ અબ્ધિમાં અવગાહેલી મહાસતી શ્રીમયણાસુંદરી ત્રિલોકપૂજ્ય અપરમેશ્વરની સ્તુતિ કરતાં તે દુઃખદશાને અંશે પણ નહિ સંભારતાં ભગવાન તીર્થકરના ગુણોની સ્તુતિ કરતી ભગવાન ઋષભદેવજીની સ્તુતિ કરે છે. તે સ્તુતિ કેવી છે તે આપણે જોઇએ
भत्तिभरनमिरसुरिंदींवद-वंदिअपय पढमजिणंद चंद । चंदुजलकेवलकित्तिपूरपूरियभुवणंतरवेरिसूर ॥ १७४ ॥ सूरुव्व हरिअतमतिमिर देवदेवासुरखेयरविहिअसेव । सेवागयगयमयरायपायपायडियपणामह कयपसाय ॥ १७५ ॥ सायरसमसमयामयनिवास, वासवगुरुगोयरगुणविकास ।