________________
: -
- -
- -
જ્ઞાનપંચમી પર્વની પરમ ઉપયોગિતા.
શાસનનો શણગાર સૌભાગ્યપંચમી. - જ્ઞાનનો અદ્વિતીય પ્રભાવ. - R. ' જગતમાત્રના જીવો સ્વાભાવિક રીતે સુખની ઈચ્છા કરે છે એ હકીકત સર્વ જનને OF અનુભવસિદ્ધ છે, પણ તે સુખની સિદ્ધિનો ઉપાય બીજો કોઈ જ નહિ પણ જ્ઞાન. આ
એકેદિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના અને ચારે ગતિના જીવો વાસ્તવિક રીતે ડરતા ન હોય તો બીજા કશાથી નહિ પણ માત્ર દુઃખની પ્રાપ્તિથી અને તે દુઃખ સમાગમથી સદાને - આ માટે દૂર રહેવાનો રસ્તો માત્ર એક જ કે જ્ઞાન. છે આ જીવ અનાદિકાલથી ભવચક્રમાં ભમ્યા કરે છે એવું જો કોઈ બીજાંકુર ન્યાયની એક માફક જન્મમરણની પરંપરાથી સમજાવી શકે તો તે માત્ર જ્ઞાન.
અનાદિકાલથી આત્મા જ્ઞાનની જઘન્યતમ હદમાં સૂક્ષ્મ એકેંદ્રિયપણે પડી રહ્યો, અને ભવિતવ્યતાના યોગો અને કોઈક પુણ્યસંયોગે જ્ઞાનનાં સાધનો ચઢિયાતાં મળ્યાં અને ગુણ વર્તમાનમાં પુણ્યદ્વારા મળતાં સંપૂર્ણ જ્ઞાનસાધનો પ્રાપ્ત થયાં છે તો હવે આત્માના આ
સ્વાભાવિક સુખોને પ્રાપ્ત કરવાનો અપૂર્વ અવસર છે એવું જ આત્માને કોઈ સમજાવી શકે : તો તે માત્ર જ્ઞાન.
અનાદિકાલથી આ આત્મા મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના કર્મવિકારના થયેલા રોગોએ ઘેરાયેલો છે, અને તે રોગોને દૂર કરી આત્માના સ્વાભાવિક સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર રૂપી ગુણોને પ્રગટ કરી ખીલવવાની જરૂર છે એવું જ સમજાવનાર એ જ્ઞાન.
આશ્રવ અને સંવર, બંધ અને નિર્જરા, એઓનું અનુક્રમે છાંડવાલાયક અને - આદરવાલાયકપણું જણાવનાર હોય તો તે માત્ર જ્ઞાન.
અનાદિકાળથી કાયિક, વાચિક કે માનસિક કોઇપણ જાતના પુલના બંધનમાંજ - આ આત્મા સપડાયેલો છે એમ જણાવનાર તે જ્ઞાન જ.
(અનુસંધાન માટે જાઓ પા. ૪૭)
7
:
- -
7
: 7
1
- 1
-