________________
૩૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪
મોક્ષની સીડી મનુષ્યભવ જ !
તેથી મોક્ષની નીસરણી (સીડી) માત્ર મનુષ્યભવ છે. કોઇપણ કાળે કોઇપણ જીવ મનુષ્યભવ વગર મોક્ષે જતો નથી. જેઓને સામગ્રી મળી નથી અને જ્ઞાનીની દૃષ્ટિએ મળવાની નથી તેવા જીવો જાતિભવ્ય કહેવાય, અભવ્યો રેતીના કણીયા જેવા, જાતિભવ્યો સ્વયંભૂરમણ સમુદ્રના તળિયે પડેલા તલના દાણા જેવા જાણવા, તેવી રીતે નિગોદમાં રહેલા ભવ્યો જાતિભવ્ય માટે હવે ભવ્યાભવ્યપણાનો પોતા માટે નિર્ણય કરવો જોઇએ. શાસ્ત્રકાર કહે છે કે આ પ્રશ્નમાં જ નિર્ણય સમાયેલો છે. “બાપા! હું મુંગી નથી?” આવું છોકરો પૂછે ત્યાં બાપાએ ઉત્તર દેવાની જરૂર જ નથી. પોતે ભવ્ય છે કે કેમ એ શંકા જેને થાય તે ભવ્યજ છે. સૂત્રકાર જણાવે છે કે અભવ્યજીવને પોતાના ભવ્યાભવ્યપણા માટે શંકા થતી જ નથી.
જીવો બધા કેવસ્વરૂપ છે. પોતાના દુ:ખનો રસ્તો પોતાને આધીન છે. સ્વર્ગે જવું કે નરકે જવું એ ઈશ્વરની પ્રેરણાથી થાય છે એમ બીજા માને છે ત્યારે જૈનદર્શન માને છે કે પોતાનાં કર્મો પ્રમાણે સ્વર્ગ કે નરક જીવ જાય છે. ફલ અને જવાબદારી આ જીવની જ છે. બીજા મતોની પેઠે ઈશ્વરના હિસાબે અને જીવના જોખમે એમ અહીં સમજવાનું નથી. જૈનમત પ્રમાણે જીવ એક ગતિથી બીજી ગતિએ જવામાં સ્વાધીન છે, અને જો એમ છે તો કયો મૂર્ણો નરકે જાય? પણ અભ્યાસ કરે તો પાસ થાય એ બધા જાણે છે છતાં બધા અભ્યાસ કરી બધા પાસ કેમ નથી થતા ? રમતગમતમાં પડે છે, આળસુ બને છે તેઓ પાસ થતા નથી. રોગી થવું કે નિરોગી થવું એ પોતાને આધીન છે તો કુપથ્ય કેમ કરો છો ? આરોગ્યનો ગુણ જાણવા છતાં જીભલડીની ગુલામીમાં બધું ભૂલી જાઓ છો ને ? એ રીતે અહીં સમજવું. એકલી જીભલડી નથી પણ પાંચ પાપી પડયા છે. પાંચ ઇંદ્રિયો તે પાંચ પાપી. ધર્મના, સંવર, નિર્જરાના ઉપયોગમાં ન આવે, આરંભ, આશ્રવના ઉપયોગમાં આવે તેને પાપી કહું છું. કુપથ્યથી વગર ઈચ્છાએ રોગ ભોગવવો પડે છે તો પાપમાં પ્રવર્તવાથી વગર ઇચ્છાએ પણ દુર્ગતિ ભોગવવી પડે તેમાં નવાઇ શી ?