________________
-
-
-
-
-
-
-
-
-
-
-
* * * * * * *
૩પ
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪ ‘સાવજે જોગં પચ્ચખામિ' એ બીજો ભાગ. જ્ઞાન, દર્શન, ચારિત્રનાં કાર્યો કરવાં જ જોઇએ. આ પ્રતિજ્ઞા કરી તેથી તેવાં કાર્યો થાય તેવું હોય છતાં ન કરો તે દૂષણ લાગે એમ માન્યું. ન જાણનારને આ જણાવવું જોઈએ. એવી રીતે ચારિત્ર માટે, હમેશાં ચારિત્ર લેનારા તથા પાળનારા તેમજ શુદ્ધિ કરનારા કેમ થાય એ ઉદ્યમ કરવો જ જોઈએ. બીજા ભાગમાં પાપવાળો વ્યાપાર (હિંસાદિ પાંચ વ્યાપાર) જિંદગીના ભોગે ન કરવા એ પ્રતિજ્ઞા છે. હવે જાનવરે હિંસાદિ પાંચ પાપ છોડયા એ વાત ખરી પણ સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રનો અંશ આવ્યો નહિ માટે તિર્યંચને ચારિત્ર નથી. નારકીને ચારિત્ર પરાધીનતાથી નથી, તિર્યંચને ભવસ્વભાવને લીધે નથી.
દેવતામાં આસક્તિ એવી છે કે એ ધર્મને કાતર મૂકે છે. દુનિયાદારીની ઉપાધિ ધર્મમાં કાતર મૂકનારી છે. “મહાજન મારા માથા પર, મુરબ્બી પણ મારી ખીલી ખસે નહિ,' એવી દશા આપણી છે. દેવ, ગુરુ, ધર્મ એ ત્રણ જગતને પૂજ્ય, તારક એમ બોલવામાં વાંધો નહિ પણ દેહરે, ઉપાશ્રયે જતાં વચ્ચે ગ્રાહક (ઘરાક) મળ્યું તો ફૂલ વિગેરે સામગ્રી બીજાને સોંપી ઘરાક પતાવવા ચાલી જવાય છે. લાલચમાં ધર્મમાં ટકી શકતા નથી. લોભ વખતે દેવને દેશાંતરે મોકલો છો, ગુરુને ગણકારતા નથી અને ધર્મમાં ધક્કો મારી કાઢી મૂકો છો ધર્મ કરવાનો ખરો પણ ક્યાં સુધી ? સંસારની બાજીમાં ખલેલ ન થાય ત્યાં સુધી ! દશા આ તો આ છે ને ! સંસારની બાજી માટે ધર્મનો ધ્વંસ કરવા પણ તૈયાર! જ્યારે આપણી આ દશા છે તો દેવતાઓ એવા સુખ સમૃદ્ધિમાંથી ધર્મ તરફ ધ્યાન દે શી રીતે ? આપણને દોરીલોટામાં ધર્મ ન સૂઝ, સોનાના લોટાવાળા થઇએ તોયે ધર્મ ન સૂઝે તો રતનના મકાનોવાળા એ દેવતાઓને, રત્નોમય ઋદ્ધિ સમૃદ્ધિવાળાને ધર્મ કયા સ્વપ્નમાં આવે? સમક્તિથી કદાચ પરિણતિ થાય છતાં પ્રતિજ્ઞા તો બની શકતી જ નથી. દેવોને ઇચ્છા થઈ કે તરત કાર્ય થાય છે. ઇચ્છા તથા કાર્યસિદ્ધિ વચ્ચે આંતરું નથી, તેથી તેઓ ઇચ્છાને રોકી શકે નહિ. મનુષ્યને ઇચ્છા તથા સિદ્ધિની વચ્ચે આંતરું છે તેથી એને તક છે. દેવતાઓ ઇચ્છાની સાથે કાર્ય કરનારા હોવાથી વિરતિને લાયક નથી. મનુષ્યને વિરતિથી ખસવાનો વખત આવે તો પણ તેને સુધારવાનો અવકાશ છે. તેવી રીતે મેલા ચારિત્ર વગર શુદ્ધ ચારિત્ર છે જ નહિ. મેલું ચારિત્ર ગર્ભ તરીકે જ્યારે શુદ્ધ ચારિત્ર જન્મ તરીકે છે. પહેલાં મેલું ચારિત્ર હોય. પહેલાં ક્ષયોપશમ ભાવનું ચારિત્ર હોય, પછી ક્ષાયિક ભાવનું હોય. સમ્યકત્વ સીધું ક્ષાયિક થઇ જાય પણ ચારિત્ર લાયોપથમિક વગર ક્ષાયિક થાય નહિ. ક્ષાયોપથમિકપણું પહેલું આવે તે કર્મના ઉદયથી સંકલ્પ વિકલ્પ થવાના. આ રીતે દેવતાના ભવમાં ચારિત્ર થઈ શકે નહિ. નારકી તેમજ તિર્યંચના ભવમાં પણ ચારિત્ર નહિ, ત્યારે ક્યાં ? માત્ર મનુષ્યભવમાં.