________________
૩૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪
પણ માન્યતાના મુદામાં ફરક છે. સુધારકો લૌકિકને જાળવીને ધર્મની જરૂર માને છે જ્યારે શાસન પ્રેમીઓ લૌકિકના ભોગે પણ ધર્મ કરવાનું માને છે. સુધારકો દેવપૂજા, સામાયિકાદિ નથી કરતા એમ નથી, શાસન પ્રેમીઓ બધા પૂજા વિગેરે કરે છે એમ પણ નથી, પણ ભેદ માન્યતાના મુદામાં છે. સુધારકો
જ્યારે ધર્મના ભોગે કર્મનું રક્ષણ માગે છે ત્યારે શાસન પ્રેમીઓ કર્મના ભોગે ધર્મનું રક્ષણ માગે છે. સુધારકો કર્મને સંપત્તિ સમાન ગણી ધર્મને આપત્તિ સમાન ગણે છે તેથી ધર્મના દરેક કાર્યો તેમને ખટકે છે કેમકે તેમનો સિદ્ધાંત ધર્મના ભોગે પણ કર્મ થવું જોઈએ એવો છે, જ્યારે શાસન પ્રેમીઓનો સિદ્ધાંત કર્મના ભોગે ધર્મ થવો જોઇએ એવો છે.
મુંબઇથી દિલ્હી તથા કલકત્તા જવા નીકળેલી રેલ્વે શરૂઆતનો ફરક કેટલો અને પછીનો ફરક કેટલો? પહેલાં તો બેય ગાડી એક પાટે હતી. બેય ગાડી ચાલી, બેય વચ્ચે ફરક વધતો ગયો. ચોખા જેટલો ફેર વધતો વધતો સેંકડો માઈલનો થયો. તેવી રીતે આ બે વર્ગનો મૂળ ફરક આ, પછી રક્ષણના પ્રકરણમાં ફેર વધતો ગયો. એવાઓએ ધર્મ પણ આચર્યો, કર્મ પણ આચર્યા. અંત અવસ્થાએ ચોકીદાર તમામ છોડી દેવાનું કહે છે. પોટલું પાંચ શેરનું હોય કે પાંચ મણનું હોય કે સો મણનું હોય, બધું અંતઅવસ્થાએ છોડી દેવાનું જ ફરજીયાત જ! જ્યારે સરવાળે આ રીતે શૂન્ય છે તો તેમાંથી ધર્મ શા માટે નથી મેળવાતો ? સમીતિ નરકમાં એ જ પશ્ચાતાપ કરે છે. અનુપમ મનુષ્ય જાતિ, ઉત્તમ કુળ, સારી સામગ્રી મળેલ તેના સદુપયોગ નહિ કરતાં જીવન દુનિયાદારીમાં ગાળ્યું એનો એ પસ્તાવો કરે છે. સમીતિને ત્યાં મહાવેદના આ રીતે છે. મિથ્યાષ્ટિને આ વેદના નહિ માટે અલ્પવેદના બહાર જઈને વાક્યના અર્થને પલટાવતા ના ! જે દૃષ્ટિએ કહ્યું છે તે ધ્યાન રાખજો ! નારકીમાં, દેવલોકમાં તિર્યંચમાં ચારિત્ર કેમ નથી ?
નારકીને બિચારાને ધર્મ કરવાનો વખત જ નથી. તિર્યંચ પણ પરાધીન છે, એ બિચારાને માલીક છોડે અને ખાવાપીવા આપે ત્યારે તે ખાવાપીવા પામે. કહો કે એને એક વખત જાતિસ્મરણ જ્ઞાન થાય અને ધર્મ કરવા માગે તો પણ એ કરી શકે નહિ. તમે કહેશો કે જંગલી જાનવર તો સ્વતંત્ર છે ને? પણ તો પછી વસ્તી વગરના જંગલવાસી (જંગલી) એવા જાનવરોને ધર્મપ્રાપ્તિનો પ્રસંગ જ ક્યાં છે : જાતિસ્મરણજ્ઞાન થાય, ભવાંતરનું જ્ઞાન થાય, મહાવ્રતો ઉચરે એ બધું થવાનો અને પ્રસંગ નથી. તિર્યંચો માટે મહાવ્રતનું ઉચ્ચારણ ? નવાઈ લાગશે ! પણ જે તિર્યંચો અનશન કરે છે તેઓ તે વખતે પ્રાણાતિપાતાદિના સર્વથા પચ્ચખાણ કરે છે. હિંસાદિનો સર્વથા ત્યાગ કરવો તેને મહાવ્રત કહીએ છીએ. છતાં શાસ્ત્રકાર ચારિત્ર કોને કહે છે ? મહાવ્રત અને ચારિત્રમાં ફરક ક્યાં પડે છે ? સામાયિકના પચ્ચખાણ બે ભાગે છે તેમ સામાયિકચારિત્ર બે ભાગે છે, “કરેમિ ભંતે સામાઈય' એ એક ભાગ,