________________
૩૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪ આબરૂદારને બહાર દેખાતું દુઃખ દુઃખ નથી, પણ હૃદયનું દુઃખ વધારે છે. કોઈ રાજા નજરકેદ થાય ત્યાં એને દુઃખ વધારે શાથી લાગે છે ? એની સગવડ સચવાતી નથી પણ પૂર્વની સાહ્યબી, પ્રભુતા, સત્તા, મોભો, પરિસ્થિતિના સ્મરણથી જ એને પારાવાર દુઃખ થાય છે. એ જ રીતે નારકીમાં પણ સમકીતિ જીવને હૃદયનું દુઃખ વધારે હોય. “આવું મળેલું છતાં હારી ગયો ! અમૃત પીવાનું હાથમાં હતું છતાં વિષપાન કર્યું !' આ રીતે પૂર્વ ભવના અંગે એને પશ્ચાતાપ એવો બાળી નાંખે કે જ્યાં નરકનું બીજું દુઃખ હિસાબમાં ન રહે. જોડે માલ લેવા છતાં, જેને નુકશાન જવાનું હોય છે તે વેપારીની બુદ્ધિ પલટાય છે, તે અવળો સોદો કરે છે ને ! એકને અઢળક લાભ થાય છે, બીજાને અઢળક નુકશાન થાય છે જેને નુકશાન થાય છે તેના પસ્તાવાનો કાંઇ પાર છે ? એ રીતે નારકીમાં સમકાતિ પસ્તાય છે, માટી સાટે માલ ન લીધો એ મૂર્ખાઈ કેવી? પાસે રેતીનું રણ છે, એ રણની રેત જે લઈ જાય તેને ભારોભાર સોનાની હૂંડી લખી આપવાનું પાસેનું રાજ્ય જાહેર કરે, એથી વેપારીઓ રેતીના ઢગલા લઇ ચાલ્યા. માર્ગમાં ચોકીદારો મળ્યા, તેઓ જેઓ રેતી ત્યાં રજુ કરે તેને હૂંડી લખી આપતા. કેટલાકે તમામ ત્યાં નાંખી સોના માટે હૂંડી લીધી અને કેટલાકે વિચાર્યું કે આગળ કાંઈ વધારે મળતું હશે એમ ધારી અરધી આપી તે બદલ સોનાની હૂંડી લીધી અરધી રાખી, અને કેટલાકે તમામ રેતી રાખી. હવે બધા રાજધાનીમાં આવ્યા ત્યાં હૂંડી દેખાડતાં ધૂળ બદલ તેટલું સોનું મળ્યું પણ રેતી રાખનારના નસીબમાં રેતીજ રહી. હવે એ મા કાળજામાં દુઃખ ઓછું થાય ? જગતમાં પણ કર્મ રાજાનો કાયદો છે કે સંસારમાં દાખલ થનારે માટી લેવી, એ કાયદાનો અમલ આપણે જરૂર કરીએ છીએઃ શરીરને ધર્મમાં જોડશે તેને પુણ્યરૂપી સોનું મળશે આ પણ નિયમ છે. આ કાયદાનું સ્વરૂપ જણાવ્યું, એ કાયદો ફરજીયાત નથી. માટીના પિણ્ડ ધર્મ થાય એના જેવું અપૂર્વ કર્યું ? શરીરમાં હાડકાં, માંસ, લોહી અને ચામડી છે, એ વિના બીજુ કાંઈ છે ? આના વડે ધર્મ બની શકે તેના કરતાં બીજુ સદ્ભાગ્ય કયું ? જેઓ શરીરથી માત્ર મોજમજા કરે છે તેઓ માત્ર માંસના પિણ્ડને પોષવામાં આખું જીવન ગુમાવી દે છે. ધૂળને પોષાય છે પણ ધૂળ પેટે સોનું લેવાતું નથી એ કેવી મૂર્ખાઇ? બધી રેતી વેચવાની જેઓની હિંમત નથી ચાલતી તેવા કેટલાક દેશવિરતિ અંગીકાર કરે છેઃ જો કે એ કિંમતી તો સોનું જ ગણાય છે પણ હિંમત નથી. સર્વવિરતિની કિંમત ગણે તે જ દેશવિરતિ કહેવાય. વાંદરાને સાતમીએ જવું છે માટે ફાળ તો સાતમી માટે જ મારે છે, ભલે પછી જાય પાંચમીએ એ રીતે સમકતી કરવા લાયક તથા જરૂરી ધર્મને જ ગણે, સંસારને છોડવાલાયક માટે ફસામણ ગણે. શાસન પક્ષવાળાઓ તથા સુધારકોમાં ફરક ક્યાં છે ?
શાસન પક્ષવાળાઓએ કાંઇ સંસાર છોડયો નથી, એ પણ સુધારકોની જેમજ દુનિયામાં રહ્યા છે