SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રી સિદ્ધચક્ર તા. ૭-૧૧-૩૪ થઇ જાય તે જીવન. આવું નહિ માનો તો પહેલાંના કર્મો એક જીવનમાં ભોગવવાનું સ્થાન રહેશે નહિ. એક ખાટકીએ રોજ સેંકડો જાનવરો માર્યા એની સજાનો ભોગવટો શી રીતે થાય? જ્યાં કરોડ, પરાર્થો વખત કપાવું પડે એનું જ નામ નરક. કરોડો, પરાર્થો વખત નારકીના જીવને (શરીરને) કાપે, બાળે, છેદે, દળે, વીધે, ચીરે તો પણ એનું શરીર તૈયાર જ ! કેમ કે સજાનો પૂરો ભોગવટો કરવાનું સ્થાન જ આ છે. “નરકગતિ' એ શબ્દ સાથે વાંધો હોય તો ભલે, શબ્દ એને બદલે બીજો વાપરો એની અમને અડચણ નથી પણ આવું એક સ્થાન છે, ત્યાં આવા પ્રકારના જીવો છે, ત્યાં સજાનો આ પ્રકારે ભોગવટો છે એ તો તમારે માનવું જ પડશે. અહીનું દસ મિનિટનું ઘાતકીપણું ત્યાં વરસો લગી દુઃખનો અનુભવ કરાવે છે. જેવી બુદ્ધિપૂર્વક ગુન્હો કરાયો હોય તેવી બુદ્ધિપૂર્વક શિક્ષા કરાય છે. ખૂન કરનારને ફાંસી દેતી વખતે જો ચકરી આવે તો ડૉકટરને બોલાવી, એનું ભાન ઠેકાણે લાવી પછી ફાંસી દેવાય છે. સજાની અસર અંતઃકરણ પર થવી જ જોઇયે. ક્લોરોફોર્મ સુંઘાડીને સજા કરવામાં-ફાંસી દેવામાં આવતી નથી. અહીં જે પાપ કરે તે પાપોના ગુન્હાની અસર હૃદયમાં થવી જ જોઇએ માટે જ શાસ્ત્રકારોએ નારકીને ત્રણ જ્ઞાન માન્યાં છે. સજા ભોગવનારાને વિભંગ કે અવધિ (અતિક્રિય) જ્ઞાનની જરૂર જ એ કે એને સજાની તીવ્ર અસર થવી જોઈએ. ત્યારે વળી કોઈ પૂછે કે ચાર જ્ઞાનમાં પાપ કર્યું હોય તો ચાર જ્ઞાન માનવાં પડે. ચાર જ્ઞાન તેને જ હોય કે જેણે પાંચે આશ્રવો (હિંસા, જૂઠ, ચોરી, પરસ્ત્રીગમન, પરિગ્રહ) ત્યાગ કર્યા હોય, પરિણામ સુધર્યા હોય. ચોથું જ્ઞાન મનઃપર્યવ છે. અપ્રમત્ત સંયમ વગર એ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અપ્રમત્ત સંયમી, એ સંયમમાં ઘણી મુસાફરી (ઘણો પ્રયાસ) જેણે કરેલ હોય, આમર્ષ ઔષધિ વિગેરે લબ્ધિઓ જેને મળી (પ્રાપ્ત થઇ) હોય, તેને મન:પર્યવ જ્ઞાન થાય. આ જીવને પાપનો સંભવ જ નથી તો એનો ભોગવટો નથી એટલે નારકીમાં ચોથા જ્ઞાનની જરૂર રહી ક્યાં ? ત્રણ જ્ઞાનથી વધારે જ્ઞાનવાળો કોઇ દિવસ પાપ કરે નહિ. નરકગતિ આ રીતે માનવી જ પડશે, પછી ભલે શબ્દપ્રયોગ ગમે તે કરવામાં આવે તેની હરકત નથી. એ ગતિમાં સ્વતંત્રતા રહી શકતી નથી. નારકીમાં વધારે વેદના કોને ? સમકીતિને, શાથી? નારકી સમજે છે પણ એની સમજણ કામની નથી. જેનો અમલ ન કરી શકાય તેનું જાણપણું કામનું શું? નારકીઓને દુઃખ સજ્જડ રહે છે. પોતે જ્ઞાનથી જાણ્યું કે આવો મનુષ્યભવ તથા દેવ, ગુરુ, ધર્મની જોગવાઈ મળ્યાં હતાં છતાં કાંઈ કરી શક્યો નહિ અને પાપો કર્યા તેનું પરિણામ આ! શાણા શિક્ષા પામેલાને જેટલો શોક થાય તેટલો ગાંડા શિક્ષા પામેલાને થાય નહિ. બધા નારકી સરખી વેદનાવાળા? ના! કેટલાકને ઘણી, કેટલાકને થોડી. સમકીતિ ઘણી વેદનાવાળા, જ્યારે મિથ્યાત્વી ઓછી વેદનાવાળા હોય. પરમાધામીથી કે ક્ષેત્રથી તો બેયને સમાન વેદના છે પણ વેદના વધારે ક્યાં ? શાથી?
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy