________________
૨૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪ શાની માગે છે ? દુકાનદારને કહે છે કે- “વાનગી લઇને તો આવ્યો છે, માગે છે શું ?' પેલો કહે છે કે- ‘વાનગી ક્યાં લાવ્યો છું ?” દુકાનદાર દારૂથી બેભાન થયેલાઓને બતાવી કહે છે કે- ‘જો આ કેટલાક ૧૮૦ ડગલા પર, કેટલાંક ૮૦ ડગલા પર અને કેટલાક તારી સામે પડયા છે. વાનગી તો તારી સામે છે, પાસે છે, તું વાનગી માગે છે શાની ? એવી જ રીતે કોઇ જગા લઇએ છીએ (ખરીદીએ છીએ) ત્યારે “ચાંદા સૂરજ સુધીની' એમ લખાવી લઈએ છીએ, પોતે જવાની નથી. ‘તું જઈશ એમ ‘જગા' શબ્દ સૂચવે છે કેમકે જગાને “જાયગા” પણ કહેવામાં આવે છે. જગા માટે “ચાંદા સૂરજ સુધી’ એમ લખાવ્યું પણ ત્યાં સુધીની પોતાને માટે ખાત્રી છે ? નથી જ એ નક્કી છે. મનુષ્ય જવાનું છે એ ચોક્કસ, ચાહે તો રાજીનામું દઈને કે ચાહે તો રાજીનામું લઇને નીકળે પણ નીકળવાનું તો ખરું જ. જવા જવામાં ફરક છે. ડાહ્યા નોકરને માલૂમ પડે કે શેઠ પોતાને રજા આપનાર છે તો એ તરત પોતે જ અગાઉથી રાજીનામું શેઠ પાસે રજુ કરી છે. જે નોકર રાજીનામું ન આપે તેને શેઠ કાઢે તો ખરો જ. હવે નીકળવાના બેય નોકર પણ કિંમત કોની ? એવી રીતે આપણને પણ સૂચના, નોટિસ મળે જાય છે. દાંત પડી ગયા, બોખા થયા, ડાચાં મળી ગયાં, માથે ધોળા થયા, આંખે અંધારા આવવા લાગ્યાં, હવે નોટિસો કેટલી જોઇએ ? નોટિસ ઉપર નોટિસ મળે છે તોયે ચેતવાનું નહિ ? આ તો નોટિસ દીધી એટલી ભલાઈ બાકી અમલ ક્યારે થાય તેનો નિયમ નથી. આપણા માટે નીકળવાનું છે એ વાત નક્કી છે, ચાહે તો ઉમે પગે નીકળીયે કે આડે પગે ! જાતે નહિ નીકળીયે તો કાઢનારા કાઢશે, રાખશે, નહિ કોઈ ! તો ડાહ્યો કોનું નામ ? જે નોકરને નોકરી કરતાં વધારે પગાર મળતો હોય તે નોકર ખસવા માગે નહિ, તેવી રીતે આપણે એવી સ્થિતિ માની લીધી છે કે આપણો બીજે ધડો નથી. જેની કિંમત ઓછી હોય એજ રાજીનામું દેતાં વિચાર કરે. આપણે આપણા કર્મોને જાણીએ છીએ તેથી સારી ગતિ મળવાની ખાત્રી નથી એટલે રાજીનામું અપાતું નથી. આજે દુનિયામાં જુઓ તો જણાશે કે કારીગર અગર મજુરને રજા આપો તો તે ઉદાસ નહિ થાય, કેમકે તેને બીજે ગોઠવવાની તથા વધારે મહેનતાણું મળવાની ખાત્રી છે પણ જો ક્લાર્ક કે મહેતાજીને રજા આપો તો તે ચોધાર આંસુએ રડશે કેમકે એની હાલત કફોડી થાય તેમ છે. પોતાના સદવર્તનથી ભવિષ્યની સદગતિની આત્મા સાક્ષી પૂરતો હોય તો ત્યાં તો વાંધો નથી. જૈનધર્મની એ જ બલિહારી છે. આ ધર્મમાં ગુલામી નથી. અન્ય મતોમાં એટલે સુધી ગુલામી છે કે જીવને મૂર્ખ માન્યો છે જ્યારે જૈનદર્શને એને કૈવલ્યસ્વરૂપ માન્યો છે. ભવ્યાભવ્ય સ્વરૂપ વિચારણા.
ચાહે તો ભવ્યનો કે અભવ્યનો, સમકિતિનો કે મિથ્યાત્વીનો, ધર્માનો કે અધર્મનો પણ જીવ કૈવલ્યસ્વરૂપ (કેવળજ્ઞાનસ્વરૂપ) છે. આશ્ચર્ય થશે કે અભવ્યનો જીવ એવો કેવી રીતે ? દીવો આખા ઓરડામાં છે ત્યારે ઓરડામાં પ્રકાશે એ જ દીવો, દંડકીયામાં રાખી કમાડ બંધ કરો તો શું થાય ? દીવાનું અજવાળું ભંડકીયા પૂરતું ગણાય. તેવી રીતે સંસારી કહો કે સિદ્ધ કહો, છદ્મસ્થ કહો કે કેવળી