________________
૨૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪
મદઘારકની માળ,
મહાર
તમાં દેશના
(દેશનાકાર
2
'ઉજાસ
મુકત
)
જિEE,
ક
સાર
$
જોદ્વારક.
STS SSSSSSSSSSSSSSSSSSI
ST)})})})
}
धर्मोमंगलमुत्कृष्टं धर्मः स्वर्गापवर्गदः। धर्मः संसारकान्तारोल्लंधने मार्गदेशकः ॥१॥ દિશા ભૂલ્યો !
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વર મહારાજ આગળ સૂચવી ગયા કે આ જીવ અનાદિથી રખડે છે, પ્રયત્નો કરે છે પણ હજી તેના સાધ્યની સિદ્ધિ થઈ નહિ. જીવોને એકજ સાધ્ય છે, જો કે સાધનો ચાર ભલે હોય. એકેંદ્રિય હોય કે પંચંદ્રિય, સમજુ હોય કે અણસમજુ, બધાં ઇચ્છા સુખની જ કરે છે. સુખનું સાધન મળે તો મોજ કરે, ન મળે તો મોજ ન કરે પણ સાધ્ય તરીકે સુખ મગજમાં રમી રહેલું છે. તે સુખ પણ કેવું? જેમાં દુઃખનું મિશ્રણ ન હોય, એટલું જ નહિ પણ જે નાશ પામનારું ન હોય એટલે શુદ્ધ અને સંપૂર્ણ સ્થિતિવાળું સુખ. સુખની જોડે દુઃખ પણ ભળે, રહે એમ કોઈ ઈચ્છતું નથી, ઇચ્છે, માગે તો દુઃખ વગરનું સુખ. પછી મળે કે ન મળે એ વાત જુદી. દસ દિવસ સુખ મળે પછી દુઃખ મળે એમ પણ નહિ, ઇચ્છા એક જ કે કોઈ દિવસ દુઃખ ન આવો. દુનિયાની અવનવી ચીજમાં સુખ માગ્યું પણ સુખને અંગે સુખ સંપૂર્ણ જોઈએ છે. તે સુખના ઉપાયો કયા? આ જીવે દરેક ભવમાં સુખ માટે પ્રવૃત્તિ તો કરી છે છતાં સિદ્ધિ કેમ ન થઈ ? કારણ કે એ દિશા ચૂક્યો છે. ગામનું નામ યાદ રહ્યું પણ દિશા ભૂલ્યો. જવાનું ધાર્યું પૂના તરફ અને ચાલે ઉત્તર (અવળી દિશા) તરફ તો એ ત્યાં પહોંચે શી રીતે ? આ જીવે પણ ઇચ્છા દુઃખ વગરના સંપૂર્ણ સુખની ધરાવવા છતાં પ્રયત્ન અવળે રસ્તે કર્યો તેથી એ તેવા પ્રકારનું સુખ પ્રાપ્ત કરી શક્યો નહિ. નોટિસો મળે છતાં ન ચેતે એ કેવો?
એક મનુષ્ય કલાલની દુકાને દારૂ લેવા ગયો અને પહેલાં વાનગી માગવા લાગ્યો. એ મનુષ્ય મૂળ દારૂડીયો તો છે, દારૂડીયાની પ્રકૃત્તિ દારૂ ઊતરી ગયા પછી પણ ચીડાઉ રહે છે તેથી તેવી પ્રકૃતિવાળાને પીધેલ કહીએ છીએ. એ વાનગી માગે છે એ જોઈ દુકાનદાર હસવા લાગ્યો કે વાનગી