________________
૩)
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪
કહો, દરેક કેવળજ્ઞાનવાળા છે પણ ફરક ક્યાં ? સર્વજ્ઞના, સિદ્ધ મહારાજના આવરણ ખસી ગયાં છે
જ્યારે ધર્મનાં, સમકિતિનાં, ભવ્યનાં આવરણ ખસવાનાં છે. માત્ર નહિ ખસવાનાં અભવ્યનાં તથા જાતિભવ્યના અભવ્ય એટલે ? કોઈ દિવસ, કોઇ કાળે મોક્ષે જશે નહિ એટલા માત્રથી અભવ્ય નહિ કેમકે એવા તો ભવ્યો પણ અનંતા છે કે જેઓ મોક્ષે ગયા નથી, જતા નથી અને જશે પણ નહિ. ત્યારે અભવ્ય કહેવો કોને ? જેનામાં મોક્ષે જવાની તાકાત નથી એ અભવ્ય. જેમ રેતના, લોઢાના કણીયામાંથી તેલ કાઢવાની યોગ્યતા નથી તેવી રીતે મોક્ષનાં કારણો મળે, બીજા દોરી જાય છતાં તેવા જીવોનો એવો સ્વભાવજ કે મોક્ષની લાયકાત આવે જ નહિ. રેતીના કણીયાને ઘાંચીની ઘાણીમાં નાખો, દંડો ફેરવો તોપણ તેલ નીકળતું નથી, કારણો મળ્યા છતાં તેલ નથી નીકળતું કારણ કે એવો સ્વભાવ જ તેવી રીતે અભવ્ય જીવોને સમ્યકત્વ (દર્શન) જ્ઞાન, ચારિત્રનાં કારણો મળે, દ્રવ્ય થકી સમ્યકતત્વની કરણી મળી જાય, ચારિત્ર પણ આચરી લે તો પણ તેનામાં મોક્ષમાર્ગનો અંકુરો ઉગે જ નહિ. આવા જીવો અભવ્ય કહેવાય. અભવ્યની સરખામણી રેતના કણીયા સાથે થાય. જાતિભવ્ય જીવો તલના દાણા જેવા છે. તલમાં તેલ હોય તેમ એનામાં મોક્ષની લાયકાત છે પણ એ તલનો દાણો કેવો ? સ્વયંભૂરમણ સમુદ્રના તળિયે પડેલો ! અઢી દ્વીપમાં મનુષ્ય વધારેમાં વધારે રૂચકદીપ સુધી જાય. એથી આગળ મનુષ્યો જતા નથી, જશે નહિ. એ રૂચકથી અસંખ્યાત સમુદ્ર દૂરના સમુદ્રના તળિયે પડેલો તલનો દાણો, એનું તેલ ક્યારે બનવાનું? નહિ જ કેમકે લાયકાત છે છતાં સામગ્રી નથી. જાતિભવ્ય જીવો મોક્ષની લાયકાતવાળા ખરા પણ મનુષ્યપણામાં આવતા નથી. મનુષ્યપણું એ જ મોક્ષની સીડી. દેવતા, નારકી, તિર્યંચ અને મનુષ્ય એ ચારે ગતિમાં મોક્ષની સીડી (નીસરણી) મનુષ્યગતિ જ છે. નારકી મોક્ષ પામે તેમાં સિદ્ધ મહારાજાને કાંઈ નડતું નથી પણ જેમ જેલમાં પડેલો મનુષ્ય (કેદી) પોતાના વર્તન માટે સ્વતંત્ર નથી, (હજુ નજરકેદી સ્વતંત્ર છે) તેવી રીતે નારકી જીવો એ કર્મરાજાની કેદમાં સંડોવાયેલા જીવો છે. પહેલાંના ભવના તીવ્ર પાપોનું ફળ ભોગવવાનું સ્થાન નરક છે. એ તો ઠીક પણ નરક માનવી શી રીતે ? શંકાકાર તો બધી શંકા કરેને ! જાનવરો તથા મનુષ્યોને દેખીએ છીએ એટલે તિર્યંચ તથા મનુષ્યગતિ માનવાનું તેમજ નામનિશાન નથી, એ માનવાને કશું સાધન નથી, શી રીતે માનવી? આડી ભીંત છે, ત્યાં દૃષ્ટિ પહોંચતી નથી. ત્રણ ગતિ માનવામાં અનુભવ તથા બુદ્ધિ ચાલે છે પણ નરક માનવામાં બુદ્ધિ ચાલતી નથી, ત્યારે શી રીતે મનાય ? નરકગતિની સિદ્ધિ.
વારૂ ! પહેલાં જીવ માને છે કે નહિ ? પાંચે ઈદ્રિયોના વિષયોનો વેપાર કોણ કરે છે ? પાંચે દુકાનો વેપાર કરી રહી છે તેના હિસાબ એકઠા ક્યાં થયા કે જેથી તેના સરવાળા બાદબાકી થાય ? “સાંભળ્યું, મેં સૂંઠું, ચાલ્યો-મેં ગમન કર્યું, મેં દેખ્યું, મેં અડક્યું,' આમ બોલવામાં પાંચેનો હિસાબ મેં' થી અગર “હું” થી થયો, તમે કહેશો કે તે તો “મન” તો પછી આગળ વધો, મન પણ કોનું ?