________________
૨૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪ - પરમ પવિત્ર પર્યુષણ પર્વની વ્યવસ્થા અને તેનાં પવિત્ર કાર્યો.
| (વર્ષ બીજું, અંક ૨૩ થી ચાલુ) વાયુ જેવા અપ્રતિબદ્ધ ગતિવાળા સાધુઓને ચોમાસામાં વિહારનો નિષેધ કેમ?
વાર્ષિક તહેવારોને અંગે અન્ય તહેવારો ઘણા ભાગે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનાને અનુલક્ષીને હોવા છતાં માત્ર તેમાં તે સમ્યગ્દર્શનાદિનું જપ, ધ્યાન વિગેરે કરવામાં આવે છે, પણ આ પર્યુષણ પર્વ તેવા જપ, ધ્યાન વિગેરેથી આરાધવાનું હોતું નથી પણ ખુદ ચારિત્રની વિરાધનાનો પરિહાર કરવાને અંગે જ યોજાયેલું છે. આ વાત તો જગતમાં સિદ્ધ છે કે ચાતુર્માસની વખતે વરસાદનો વખત હોઈ જીવોની વિરાધનાનો પરિહાર થવો ઘણો મુશ્કેલ પડે. શેષ ઋતુમાં યતના કરવાથી જેવી રીતે જીવનો બચાવ સહેલાઈથી થઈ શકે તેવી રીતે ચતુર્માસમાં યતના કર્યા છતાં પણ જીવોના વધથી બચવું સમિતિ અને ગુપ્તિવાળાને પણ મુશ્કેલ થઈ પડે છે, તેમાં પણ ચાતુર્માસમાં વરસાદને અંગે લીલફૂલ વિગેરે અનંતકાર્યોનું એટલું બધું પ્રાચુર્ય હોય છે કે તેની વિરાધના અનાયાસે પણ થઈ જાય એ અસંભવિત નથી. શેષ ઋતુઓમાં જે શુષ્ક ક્ષેત્રોમાં વિરાધના વર્જી શકાય છે તે શુષ્ક ક્ષેત્રોમાં પણ ચાતુર્માસના વરસાદને અંગે વિરાધનાનું વર્જવું અશક્ય જેવું જ થઈ પડે છે, અને આ જ કારણથી શાસ્ત્રકારોના. જણાવ્યા મુજબ આહારવિહાર સરખી પણ પ્રવૃત્તિ અલ્પ થઈ જાય તે માટે સાધુઓ ચાતુર્માસમાં વિશેષ તપના ઉદ્યમવાળા હોય છે. ભગવાન ભદ્રબાહુસ્વામીજી પણ શ્રીકલ્પસૂત્રના ત્રીજા સામાચારીવાચ્યમાં આઠ સૂમોની પડિલેહણાની જરૂરી કર્તવ્યતા જણાવે છે, અને સાથે વસતિ આદિની પ્રમાર્જના, મલ્લકઆદિનું ધારણ શેષતુ કરતાં વિશેષે ચોમાસાને માટે જણાવે છે, આવી વિરાધનાના સંભવને અંગે જ શાસ્ત્રકારોએ વાયુ જેવા અપ્રતિબદ્ધ ગતિવાળા અને ગગન જેવા નિરાલંબન સાધુ મહારાજાઓને વિહારનો પ્રતિબંધ કરી ચાર માસ એકત્ર અવસ્થાન કરવાનું જણાવે છે, અને તેથી જ સાધુ મહાત્માઓના વિહારને અંગે નવ કલ્પો થાય છે. અર્થાત્ કાર્તિક વિગેરે ઋતુબદ્ધ આઠ મહિનાના આઠ કલ્યો અને ચોમાસાના ચારે મહિનાનો એક કલ્પ થઈ નવ કલ્પો બને છે, અને તેથી મહાત્માઓ નવકલ્પવિહારી કહેવાય છે. વિશેષ શેષ ઋતુના આઠ કલ્પોમાં માસ માત્ર રહેવાનું હોઈ જે ક્ષેત્રમાં માસકલ્પ કરવો હોય તે ક્ષેત્રના ગુણો જોવાનું શાસ્ત્રકારો ફરમાન કરતા નથી, માત્ર તેમાં તો સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રની વૃદ્ધિ થાય તેવાં ક્ષેત્રો હોય તેમાં વિહાર કરવાનું અને રહેવાનું જણાવે છે, પણ ચાતુર્માસને અંગે તો ભાષ્યકાર મહારાજા ચાતુર્માસના અવસ્થાન કરવા પહેલાં જે ક્ષેત્રમાં અવસ્થાન કરવું હોય તે ક્ષેત્રના ગુણો તપાસવા અને જો તેમાં આસનજિનપ્રાસાદ વિગેરે તેર ગુણો હોય તો તેમાંજ ચાતુર્માસનું અવસ્થાન કરવું. ઓછામાં ઓછા ચાર ગુણો તો જે ક્ષેત્રમાં ચતુર્માસ કરવું હોય તેમાં હોવા જોઈએ, પણ શાસ્ત્રકારોના કથન મુજબ અધિક ગુણવાળું ક્ષેત્ર મળતાં છતાં, જો ન્યૂન ગુણવાળા ક્ષેત્રમાં ચાતુર્માસ કરે તો તે ચાતુર્માસ કરનારને પ્રાયશ્ચિત્ત લાગે છે. આવી રીતે ક્ષેત્રના ગુણની ન્યુનતાને અંગે રહેવાવાળા સાધુને પ્રાયશ્ચિત્તનો સંભવ હોય તો માત્ર ચાતુર્માસને અંગે જ છે. એવી જ રીતે શેષ ઋતુમાં સાધુ