SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રી સિદ્ધચક્ર તા. ૨૨-૧૦-૩૪ મહાત્માઓ માસથી અધિક એક ક્ષેત્રમાં રહે તો જ્યારે પ્રાયશ્ચિત્તાપત્તિ શાસ્ત્રકારો કહે છે ત્યારે આ ચાતુર્માસના પાછળના ભાગમાં તો શું પણ પહેલાના ભાગમાં પણ જરૂરી કારણ વિના વિહાર કરનારને પ્રાયશ્ચિત્ત જણાવે છે, અર્થાત્ વિહાર જેવા સંયમપાલનને અંગે જરૂરી અને જેને માટે શાસ્ત્રકારોએ પાંચ મહાવ્રતનો રાત્રિભોજન વિરમણ રૂપ છઠ્ઠા વ્રતની સાથે આત્માના કલ્યાણને માટે કરેલો અંગીકાર વિહાર વગર નકામો છે એમ જણાવવા “૩વસંપઝામિ' એમ માત્ર અંગીકારના અર્થવાળું વચન ન કહેતાં ૩વસંનિતા વિહરાભિ' એવું રાત્રિભોજન વિરમણ સહિત પાંચ મહાવ્રતને અંગીકાર કરીને માસકલ્પાદિ વિહારે વિચરું છું એવા અર્થવાળું વાક્ય મેલીને વિહાર નહિ કરવાવાળાના વ્રતનો અંગીકાર પણ યથાર્થ ફળદાયી નથી એમ જણાવી જે વિહારની આવશ્યકતા સમજાવી હતી તે જ વિહારરૂપી પરમ સાધનને અંગે ચાતુર્માસના પહેલા કે પાછલા ભાગમાં અત્યંત જરૂરી કારણ વગર વિહારને પ્રાયશ્ચિતસ્થાન તરીકે જણાવે તે ચાતુર્માસની વિરાધનાને જણાવવામાં ઓછું ગણાય નહિ. ચતુમસ અવસ્થાનકા તીર્થકરોને પણ નિયમિત હોય છે. ભગવાન તીર્થકર કે જિનકલ્ય, પ્રતિમા કલ્પવાળાઓને શેષ ઋતુમાં પૂર્ણ માસાદિક રહેવાનું જરૂરી ન હોઈ ગામમાં એક જ રાત્રિ અને નગરમાં પંચ રાત્રિ જેવો અવસ્થાનકાળ પ્રાયે નિયત હોય છે, તેવાઓને પણ ચાતુર્માસના તો ચારે માસ એકત્ર જ અવસ્થાન કરવાનું હોય છે, જો કે ત્રિલોકનાથ ભગવાન તીર્થકરો અચેલક્યાદિક દશ પ્રકારના સાધુકલ્પની અપેક્ષાએ કલ્પાતીત હોય છે, એટલે કે તે મહાપુરુષોને દશ કે ચાર કલ્પોમાંથી કોઈપણ કલ્પની નિયમિતતા હોતી નથી. છતાં પણ ચાતુર્માસના અવસ્થાનનો કલ્પ તો તેઓને પણ નિયમિત હોય છે, અને તે જ કારણથી ભગવાન્ મહાવીર મહારાજના શેષ વિહારના સ્થાન નહિ જણાવ્યા છતાં બેતાલીસ વર્ષ છવસ્થ અને કેવલીપણાનાં જે હતાં તે દરેકના ચાતુર્માસના સ્થાન ખુદ શ્રી કલ્પસૂત્રમાં જણાવવામાં આવ્યાં હોય તે ઘણુંજ યુક્તિસંગત જણાય છે. જો કે ભગવાન મહાવીર મહારાજના ચાતુર્માસ માટે અવસ્થાનકાળ ચાતુર્માસીની તિથિથી ૫૦ દિવસ જ નિયમિત હતો અને તેના અનુકરણથી જ ગણધર મહારાજા વિગેરે સર્વ આચાર્યો, સ્થવિરો અને સાધુઓ ચાતુર્માસીથી ૫૦ મે દિવસે અવસ્થાનનું નિયમિતપણે કરતા જ હતા અને શ્રીસમવાયાંગસૂત્રના પાઠને અનુસારે જ આવતી ચોમાસીના ૭૦ દિવસ પહેલાં જ ભગવાન મહાવીર મહારાજા અવસ્થાનનો કાળ નિયમિત કરતા હતા એમ સ્પષ્ટ જણાય છે તેથી કલ્પાતીત એવા તીર્થકર મહારાજાઓને પણ ચાતુર્માસને માટે અવસ્થાન નિયમિત કરવું પડતું હતું એમ સ્પષ્ટ થાય છે. દેવતાઓ પર્યુષણના છેલ્લા વખતમાં પર્યુષણ મહોત્સવ કરે છે. આ જ અવસ્થાનકાળને પર્યુષણા તરીકે શાસ્ત્રકારોએ સ્થાન સ્થાન પર વર્ણવેલું છે અને અષાઢી ચોમાસીના દહાડે આવી રીતે અવસ્થાન કરી સર્વથા પ્રકારે વસવા લક્ષણ પર્યુષણ કરવાં તે જ સર્વ સાધુઓને માટે ઉત્સર્ગમાર્ગ એટલે નિષ્કારણ એવો વિધિ છે, પણ જે મહાપુરુષો અષાઢ સુદિ દશમને
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy