________________
૪૧૪
શ્રી સિદ્ધચક્ર
એકવીસ ગુણોની આવશ્યકતા શું ?
(ગતાંકથી ચાલુ)
પીળો ચાંદલો એ જૈનધર્મનું બોર્ડ છે ઃ હવે તમે વિચાર કરોઃ દાક્તરે દવાખાનાનું પાટીયું માર્યું છે ! દવાખાનામાં દાક્તર સાહેબ પગ પર પગ ચઢાવીને બેઠા પણ છે પરંતુ દાક્તર સાહેબ પાસે દવા નથી ! અથવા દવા છે પણ તેઓ તે આપતા નથી !! વિચાર કરો, તમે આ દાકતરને કર્તવ્યપરાયણતા વિનાનો કહેશો કે બીજું કાંઈ ? તેનું બોર્ડ મારીને લોકોને છેતર્યા છે એ જ તેનો અર્થ થાય કે બીજું કાંઈ ? હવે તમારી સ્થિતિનો વિચાર કરો : તમે જૈનત્વનું બોર્ડ માર્યું છે ! કપાળમાં પીળો ચાંદલો કર્યો છે અને તે બોર્ડ માર્યા છતાં એ બોર્ડ પર વિશ્વાસ રાખી ચક્રવર્તીની રિદ્ધિસિદ્ધિ છોડીને તમારે ત્યાં આવેલાને તમે જૈનત્વ ન આપી શકો તો તમે પણ પેલા દાક્તરના જેવાજ વિશ્વાસઘાતી અને દંભી ગણાઓ કે બીજું કાંઈ ? પેલો બિચારો શેઠ આવા વિચારમાં ખૂબ મુંઝાયો ! છેવટે તેણે તેનો રસ્તો શોધી કાઢ્યો. ઘરમાં જવા આવવાનું જે બારણું હતું તે તોડી નંખાવ્યું: બારણું તદ્દન નાનું કરાવી નાખ્યું. હવે બારણામાંથી જતાં પેલા છોકરાને વાંકા વળીને જવું પડે અને પછી ઉંચે જોવું પડે ! આ બારણામાંથી નીકળતાં જે જગાએ નજર પડતી હતી, તે જગા ઉપર શેઠે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા મુકાવી દીધી, અને આ રીતે પેલા છોકરાને બારણામાંથી નીકળતાં અને પેસતાં હંમેશાં શ્રી જિનેશ્વરદેવના દર્શન થવા લાગ્યા ! આ જો કે અરૂચિ બળાત્કાર છે, પેલો છોકરો શ્રી જિનેશ્વરને દેવ તરીકે માનતો નથી પણ
તા. ૩૦-૬-૩૫
તે છતાં પિતા તેને ધર્મ પમાડવાના પ્રયત્ન કરે છે! આવા પ્રયત્નો જરૂર વંદનીય છે, તેનો વિરોધ જેઓ મગશેળીયા જેવા હોય તેઓ જ કરી શકે, બીજો નહિ ! મગશેળીયો ફાટે, ત્યારે તે કોઈનો થતો નથી. મગશેળીયા બકવા લાગ્યો કે કોની તાકાત છે કે મને ઓછો કરે ! તરત પુષ્કરાવર્તની વૃષ્ટિ થઈ ! પણ વૃષ્ટિ થતાં જ મગશેળીયો ધૂળમાં દટાઈ ગયો ! વર્ષા બંધ થઈ, એટલે પાછો નીકળ્યો ! ન ભેદાયો કે ન ભિંજાયો અને વળી ઉપરથી મશ્કરી કરવા લાગ્યો ! આવા મગશેળીયા આજે પણ બહુ છે. પોતાનામાં ધર્મની રૂચિ નથી અને બીજા ધર્મને પમાડવાના પ્રયત્નો કરે છે તેની હાંસી કરે છે ! આવાને મગશેળીયા માનીને જ આપણે જતા કરવા જોઈએ ! શેઠે ઘણા ઘણા પરિશ્રમો વેઠ્યા, પુષ્કળ પુષ્કળ પ્રયત્નો ક્યાં પણ બંદાએ પકડેલું પુછડું તેઓ છોડે તેવા ન હતા ! શ્રાવકકુળમાં જન્મ, સંસ્કારી અને સુધર્મી પિતા એટલી બધી સંપત્તિ કે પાપ આચરીને પૈસો પેદા કરવાની તો વૃત્તિ પણ ન થાય ! વૈમાનિક દેવતાની સ્થિતિ મેળવી શકે તેવો સુંદરયોગ હોવા છતાં; એ અકર્મીએ તેનો લાભ ન લીધો અને પરિણામ એ આવ્યું કે ગયા માછલામાં ! અસંખ્યાત યોજન ઉપર તે જળમાં માછલાની સ્થિતિને પામ્યો. હવે તો માછલાંની સ્થિતિ મળી છે. ભાઈ પાણીમાં મજા કરે છે, નાની નાની માછલીઓ ખાઈ આનંદ ભોગવે છે. એટલામાં એક દિવસ ઓચિંતી જિનેશ્વરની મૂર્તિના આકારની માછલી તેની નજરે