________________
(ટાઈટલ પાના ૪નું અનુસંધાન) આ આદેશને ઝીલવવા ઝંપલાવવું એ જ અનેક ભવો સુધી સકલ જીવોને શાસનરસી બનાવવાની
નીપજાવેલી ભાવનારૂપ વલ્લીનું અનુપમ અને સ્વપરને અવ્યાબાધ આનંદવાળું આલય
અર્પણ કરનાર ફળ છે. આ આદેશ જ સમસ્ત સમ્યકશ્રુત, સમસ્ત લોકોત્તર પ્રવચન, સમસ્ત અંગપ્રવિષ્ટ, સમસ્ત આચારાંગ,
સમસ્ત નવ બ્રહ્માધ્યયન અને સમસ્ત શસ્ત્રપરિજ્ઞાનો ઉંડો અને અદ્વિતીય પાયો છે. આ આદેશની યથાર્થપણાની પ્રતીતિરૂપ ઉંડા પાયા ઉપર જ સમ્યગ્ગદર્શન, સમ્યગૂજ્ઞાન, સમ્યક્રચારિત્ર,
દેશવિરતિ, સર્વવિરતિની પ્રાપ્તિ, પોષણ કે અભિવૃદ્ધિની મોટી હેલાતો હેલી શકાય
આ આદેશનું યથાર્થ શ્રવણ, જ્ઞાન, શ્રદ્ધા અને અનુકૂળ અનુષ્ઠાનજ નાસ્તિકવાદનો નિરાશ કરે છે,
અદ્વૈતવાદને નસાડી મૂકે છે, શુન્યવાદને રી નાખે છે, સાંખ્ય અને યોગના વાદને વિષમી દશા થાય તેવી રીતે વખોડી નાખે છે અને આત્માને ભવ્યત્વના ભવ્ય દેખાવમાં દાખલ કરી શુકલ પાક્ષિકપણાના પરોણા બનાવી સમ્યકત્વનાં સખા સરજી વિરતિવનિતાનું વિશ્રામસ્થાન વિસ્તારનાર બનાવી અવ્યયપદથી અવ્યાબાધ વરમાળા વરવાને લાયક
બનાવે છે. આ આદેશના ઉદ્યોતવાળા ઉદેશમાંજ ક્રિયાવાદિપણાના કીડાની ઉત્પત્તિ થતી નથી, અક્રિયાવાદી દૂર
રાક્ષસોનો પ્રચાર પોસાતો નથી, અજ્ઞાનવાદીઓનાં વાદળાં તો પ્રથમથીજ પોબારા ગણીને ગગનના ખુણા જેવા મૂર્ખ મનુષ્યોના મનોરથમાં મ્હાલવા જાય છે, અને વૈયિકવાદના વાયરાના વાવાઝોડાનો તો વિધવિધ પ્રકારે વિલય થાય છે, ટુંકમાં ઉદ્યોત કરનાર ઉદ્યોતમાં ચોરો જેમ ચક્ર બની જાય છે, તેમ આ આહતુ ભગવાનના આદિમ આદેશના અવ્યાહત ઉદ્યોતમાં ત્રણસેં ને ત્રેસઠ પાખંડીઓના મતો ખડખંડ થઈ વિખરાઈ જાય
છે.
આ આદેશની આદિમાં અસ્તિતાને પ્રથમ સ્થાન આપી પર્યાયાસ્તિક યા પર્યાયાર્થિકની મુખ્યતા મોખરે
આણી છે ને તેથી દ્રવ્યાસ્તિક કે દ્રવ્યાર્થિક કરતાં તેની શુદ્ધિ કે સૂક્ષ્મ બુદ્ધિગમ્યપણું
જણાવવા સાથે શ્રદ્ધામાં અગ્રગામિપણું જણાવે છે. આ આદેશમાં અસ્તિ શબ્દ એકલો ત્રણકાળની સત્તાને જણાવનારો અવ્યય તરીકે જે ગણાય છે, તે
વાપરી આત્મરૂપી દ્રવ્યની ત્રણકાળની વર્તન માટે યોગ્યતા જણાવી ત્રણે
(જુઓ ટાઈટલ પાના બીજા પર)