________________
આહ શાસનનો આદિમ આદેશ.
-
જ છે. નામ છે
"अतिथ मे आया उववाइए नत्थि मे आया उववाइए" આ આદેશ સંભળાવનારા સંતો જગતની જનતા કવચિતજ પામે છે. આ આદેશ સાંભળવામાં કે સંભળાવવામાં અઢાર અઢાર ક્રોડાક્રોડ સાગરોપમ
જેવો અલ્પજ્ઞો જાણી, માની કે ચિંતવી પણ ન શકે તેવો લાંબો કાળ
આંતરે ચાલ્યો જાય છે. આ આદેશથી વેગળા આદેશોને દેનારા ઘરના ગૃહપતિઓ ગામના ઠાકોરો દેશના
આદર્શો છ ખંડને આજ્ઞા દેનારા કે અવ્યય લોકના અખંડ ઠકુરાઈવાળા આમંડલો હોય પણ તે બધા પોતાના અને શ્રોતાના સર્વ
આત્માને એકજ છેતરનારા છે. આ આદેશ જે સ્થળે સંભળાતો નથી કે તેને સંભળાવનાર પુરુષો મળતા નથી
તે સ્થળને પુરુષો અનાર્યદેશ, અકર્મભૂમિ કે ભોગભૂમિ તરીકે
જણાવે છે. આ આદેશને સાંભળ્યા, જાણ્યા કે માન્યા સિવાયનું દાન તે ના હાનીયત છે, શીલ
તે શિથિલતાનું સાધન છે, તપનું આચરણ તે અખંડ તાપથી તડફડવું છે, જે શુભલેશ્યા જેવી પરમ શુભલેશ્યાની ભાવના પણ ભવકૂપમાં
ભમાડનારી છે. આ આદેશને યથાર્થપણે ઓળખનારો જ આંધળો છતાં વિવેકદ્રષ્ટિએ દેખનારાઓને
દીપાવનાર છે, કાને બહેરો હોય છતાં સકર્ણ સમુદાયના શ્રવણને
શોભાવનાર છે. આ આદેશને ઝીલીને તેને ઝોલે ચઢનારો નરોત્તમ માત્ર સમિતિ અને ગુપ્તિના
નામોજ જાણે તો પણ તે વિચક્ષણવર્ગને વર્ણનીય જ્ઞાની ગણાય છે. આ આદેશને યથાતથ્યપણે અંતરમાં ન ઉતારે તો શ્રી મહાવિદેહ ક્ષેત્રના એક
હજાર અને કંઈક ન્યૂન એકવીશ હાથીમાન શાહીથી લખી શકાય એટલા જ્ઞાનવાળો છતાં પણ તે શ્રી સંઘની કોઈ પણ વ્યક્તિ તરીકે ગણાતો નથી; તેમજ તેને મોક્ષમાર્ગની મુસાફરી કરવાનો મનોરથ પણ થયો નથી એ ચોક્કસ જ છે.
(જુઓ ટાઈટલ પાનું ત્રીજું)