________________
૧૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪
કરવામાં મિથ્યાત્વ નથી, પણ જાણવાની ઉપેક્ષા ન કરાય માટે પરીક્ષાની જરૂર છે. એકલા વેષને અંગે એક વખત તો ગુણી ગણી જ લેવાનો. પરિહાર અવગુણથી અને અંગીકાર વેષથી વિશેષ પરિચયથી પરિહરણીય, અંગીકરણીય જણાય. સીધું સાધ્ય પાપનો પરિહાર, પરંપરાએ પણ પાપપરિહાર. છેલ્લામાં છેલ્લું તત્ત્વ મોક્ષ. ઝાડ ફળ વગરનું હોય તો પણ છાયા, પાંદડાં, લાકડાં જરૂર આપશે તેવી રીતે આ વેષ પાંચ પાપોના પરિહારવાળો રહે તો, મોક્ષ ન ધાર્યો હોય તો એથી અથવા ગમે તે કારણે મોક્ષ ન મળે તો પણ સ્વર્ગલોકાદિ સદ્ગતિ વગેરે સુખસંપત્તિ જરૂર લાવી આપે. વેષ સાચો જોઈએ, પાપ કરવાના ઉપયોગવાળો વેષ ન જોઈએ. પાપના પરિહારનું સાધ્ય ચકાય તો તત્ત્વ કંઈ નથી. દરેક ભવમાં જીવે સુખનું સાધ્ય તો રાખ્યું છે પણ ચૂકે છે
ક્યાં? સાધ્ય સુખનું અને સાધન તરીકે પકડે છે ઇંદ્રિયોનું, ત્યાં શું થાય ? સુખ કેવું માગે છે, તેનાં સાધન કેવાં જોઈએ, પ્રવૃત્તિ કઈ કરવાથી પ્રાપ્ત થાય તે માટે જણાવ્યું કે, સકળ કર્મક્ષય થવાથી, જે કર્મથી મુક્ત થવું જન્મ, મૃત્યુ વિગેરેથી રહિત સર્વ આધિ, વ્યાધિ, ઉપાધિથી, રહિત એવું એકાન્ત સુખથી. જે સુખ દુઃખથી જોડાયેલું નથી જે આવ્યા પછી પાછું કોઈ દિવસ ચાલ્યું જતું નથી પછી તે સુખ પ્રાપ્ત કરવામાં કોઈપણ સાધનની જરૂર રહેતી નથી. આવું સુખ ઇચ્છે છે હરકોઈ પણ પ્રાપ્ત કોઈક ભાગ્યશાળીઓ જ કરે છે. તેનાં સાધનો સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વિગેરે અનુષ્ઠાનો છે. જેટલા પ્રમાણમાં તેની આરાધના થશે તેટલો માર્ગ કપાઈ જઈ મોક્ષનગરી નજીક આવતી જશે માટે કલ્યાણાકાંક્ષી આત્માઓ અર્થ, કામ તરફ પુરુષાર્થ ન અજમાવતાં ધર્મ અને મોક્ષ આ બે પુરુષાર્થો જ ઉપાદેય ગણી તેમજ રક્ત રહેશે. તેમાં પણ ધર્મપુરુષાર્થ સાધન અને મોક્ષ સાધ્ય છે એટલે ધર્મ (અનુષ્ઠાનરૂપ) પુરુષાર્થ એ પણ છેવટે છોડી જ દેવાનો છે અને માત્ર મોક્ષ એક જ પુરુષાર્થ કાયમ રાખવાનો છે. આટલું સમજી હવે તેના ઉપાયો કયા તે અગ્રે જણાવાશે.