________________
૧૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪
પરિણામ નજરે દેખે છે. બચવાનો એક જ માર્ગ દેખે છે. કયો ? જે રાજા ધર્મને આટલી સ્થિતિએ દેખે છે તેજ રાજા આની (આ વેષની) કિંમત એટલી જ ગણે છે. શ્રેણિકની કન્યા મેતાર્ય સાથે પરણાવેલી છે. આખું કુટુંબ, આખો દરબાર વિરુદ્ધ થાય તો પણ આ વેષવાળાને જરાપણ આ રાજ્યમાં આંચ આવે તેમ નથી. એવામાં શ્રેણિકના સિપાઈઓ ભગવાનની પૂજા માટે જવલા લેવા આવે છે અને કમાડ ઠોકે છે. હવે શું થાય ? સોની મુંઝાયો; એકજ બચવાનો માર્ગ હતો તે અંગીકાર કર્યો એ મુનિનો વેષ પહેરી લીધો, અને સિપાઈઓના સવાલોના જવાબમાં અંદરથી “ધર્મલાભ ! ધર્મલાભ!!” એમ કહેવા લાગ્યો. સિપાઈઓ જઈને રાજાને કહેવા લાગ્યા કે “સોની કમાડ બંધ કરીને બેઠો છે, ઉઘાડતો નથી અને ધર્મલાભ ! ધર્મલાભા” એમ બોલ્યા કરે છે.” રાજા પોતે ત્યાં આવે છે. મગધદેશનો માલીક રાજા શ્રેણિક એક આવી બાબતમાં સોનીને ઘેર જાતે આવે એ કઈ સ્થિતિ! અંતઃકરણ ધર્મથી કેટલું રંગાયું હશે ! રાજા શ્રેણિકની વિચારણા શી છે ? જ્યાં સુધી ધર્મલાભ કહેનારો કઈ દશામાં છે એની તપાસ ન કરું ત્યાં સુધી સમ્યકત્વનો ચોર ગણાઉં આ એની ધારણા, આ એની ધગશ! સોની કમાડ ઉઘાડે છે, રાજા સોનીને મુનિવેષમાં જુએ છે, એટલે “આ શું? એમ પૂછે છે. “જવલાના પ્રસંગે મુનિહત્યા કરી છે' એમ ચોખ્ખા શબ્દોમાં, વૃત્તાંત કહેવાપૂર્વક સોનીથી એકરાર થઈ ગયો. સાધુપણું શાથી લીધું એ સાફ સાફ જણાઈ ગયું. શ્રેણિક ચોખ્ખી રીતે સમજી શક્યો કે ફક્ત સજાથી બચવા માટે ચારિત્રનો વેષ લીધો છે અને માટે જ સોનીને જણાવી દીધું કે-“જો આ મુનિપણું મૂકી દીધું તો ઉકળતી તેલની કડાઈમાં તળી નાખીશ !” આવું વાક્ય ક્યારે વાપરે ? ભાવથી સાધુપણું આવ્યાનું માને તો આવું કહે ? નહિ ! અહીં રાજનીતિ તથા આખા કુટુંબનો ક્લેશ આગળ આવે છે કેમકે મેતાર્ય એક મુનિ છે તેમજ રાજાનો ખુદ શ્રેણિકનો જમાઈ છે તો મુનિહત્યા કરનારને, ખુદ, પોતાના જમાઈને, મારનારને, માત્ર સજાના ડરથી વેષ પહેરી લેવાથી છોડી દેવો એનો અર્થ શો ? પોતાના કુટુંબીઓના રોષને અવગણીને, રાજ્યનીતિ કોરાણે મૂકીને, માત્ર મુનિપણાની સ્થિતિ દેખીને, આ બધાને અવગણીને રાજાએ સજા ન કરી, વેષધારી માટે એ કશો હુકમ કરી શક્યો નહિ. મનિષ એ શાનું સ્થાન?
આ વેષ તમામ ગુણનું સ્થાન, ગુણ ન જાણીએ તો ભક્તિનું સ્થાન, અવગુણ દેખીએ તો વર્જવાનું સ્થાન. અવગુણ હોય છતાં વળગી રહેવું એમ નહિ. જે પહેલો વેષધારી બન્યો તે પહેલો વંદનીય, પછી ભલે રાજા હોય કે ચાકર હોય. વેષ ધારણ કર્યા પહેલાંના ગુન્હાને વેષ સાથે સંબંધ નથી. વેષ અંગીકાર કર્યા પછી અવગુણી માલુમ પડે તો ત્યાં વેષની કિંમત નહિ. ગુણવાન વેષધારીનો સત્કાર કરવો એ તો રીતિ જ છે પણ ગુણી અવગુણીની માલુમ ન હોય તેનો સત્કાર